Connect with us

Savli

ભાઈબંધ મારો નેતા, તો કાર્યવાહીની શું ચિંતા?, SMCના દરોડા બાદ પણ બુટલેગરોના ગેરકાયદેસર દબાણોને આંચ નથી આવી!

Published

on

  • સાવલી પોલીસના નાક નીચે થઇ રહેલા શરાબ કટિંગમાં સ્થાનિક પોલીસની છત્રછાયા છતી થઇ, પોલીસ અધિકારીઓની બદલી કરાઈ
  • બુટલેગર વિશાલ અને વિઠ્ઠલ માળીના ભાદરવા ચોકડીના ગેરકાયદેસર દબાણોને આંચ પણ ન આવી, ગૃહ વિભાગની કાર્યવાહીમાં પક્ષપાત કેમ?
  • પ્રામાણિકતા અને નૈતિકતાની વાતો વચ્ચે બુટલેગરોને રક્ષણ આપતા રાજકીય માથા?

થોડા સમાય પહેલા અમદાવદમાં અસામાજિક તત્વોએ જાહેર માર્ગ પર કરેલી મારામારી અને હથિયારોના નગ્ન પ્રદર્શન બાદ ગુન્હેગારો જ્યાં રહેતા હતા તે મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. મકાનો ભાડાંના હતા છતાંય કોઈ રજૂઆત સાંભળ્યા વિના કાર્યવાહી કરવામાં આવી હતી. રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પણ કહ્યું હતું કે કાયદામાં રહેશો, તો ફાયદામાં રહેશો. નહિ તો કાર્યવાહી થશે. જોકે રાજ્ય સરકાર અને ખાસ કરીને ગૃહ વિભાગની કાર્યવાહીમાં ન્યાયના કાટલાં અલગ અલગ કેમ છે? તે અહી સમજાશે.


વડોદરા જીલ્લાના સાવલી તાલુકામાં સાવલી નગર માંજ પોલીસ મથકથી માત્ર 300 મીટરના અંતરે વિદેશી શરાબનું કટિંગ ચાલતું હતું તે દરમિયાન સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડીને 82 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લીધો, અને બે બુટલેગરોની સ્થળ પરથી ધરપકડ કરીને 19 જેટલા આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા. સમગ્ર કાર્યવાહીમાં વડોદરા જીલ્લા પોલીસ સ્તબ્ધ રહી ગઈ હતી. પોલીસ મથકની આટલી નજીક શરાબનું કટિંગ થાય છતાંય સ્થાનિક પોલીસને કોઈ ચોક્કસ બાતમી ન આપે તે વાત ગળે ઉતરે તેમ ન હતી. જે બાદ જીલ્લા પોલીસ વડાએ નિષ્કાળજી દાખવનાર પોલીસ કર્મીઓની તાત્કાલિક બદલીનો હુકમ કરી દીધો, પણ હાલ સુધી ગૃહ મંત્રી હર્ષ સંઘવીની સટીક કાર્યવાહીના દર્શન અહી થયા નહિ !


સાવલી નગરમાં વિઠ્ઠલ માળી, વિશાલ માળી, વીનું માળી જેવા બુટલેગરોને રક્ષણ કોણ પૂરું પાડે છે. તે સૌ કોઈ જાણે છે. ભાઈ કહો કે ભાઈબંધ, બુટલેગર પરિવારને રક્ષણ આપ્યું હોય એટલે તેમનો વાળ પણ વાંકો થવા ન દેવાય! અને થયું પણ એવું જ, પ્રમાણિકતા અને નૈતિકતાની વાતો વચ્ચે રાજકીય પોષિત બુટલેગરોના ગેરકાયદેસર બાંધકામો પર કોઈ કાર્યવાહી કરવામાં ન આવી, લાંબા સમયથી બુટલેગર દ્વારા ભાદરવા ચોકડી પાસે સરકારી જગ્યા પર દુકાનો બાંધી દેવામાં આવી છે. આ દબાણો અંગે ભૂતકાળમાં પણ ઘણી ચર્ચા નગરમાં થઇ હતી. પણ આજે તો અવસર આવ્યો છે, દબાણો દુર કરવાનું કારણ પણ છે. આટલા મોટા પ્રમાણમાં શરાબનો જત્થો સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા પકડવામાં આવે એટલે આવા બેફામ બુટલેગરના સામ્રાજ્ય પર કાર્યવાહી થવી એ સ્વાભાવિક છે. તેમ છતાંય સાવલી માટે આ ન્યાયના કાટલાં અલગ છે.

“ચોર મારો માણસ હોય તો તે ચોર નથી, સમાજસેવક છે! “ આ સૂત્ર પર ચાલતું રાજકારણ શું પોલીસ અને તંત્રને બુટલેગરોના ગેરકાયદેસર બાંધકામ તોડતા કે પછી ગુન્હો કરીને વસાવેલી અપ્રમાણસર મિલકત જપ્ત કરતા રોકી રહ્યું છે? થોડા દિવસોથી રાજ્યના ગૃહમંત્રી વિદેશ પ્રવાસ પર હતા, હવે તેઓએ કાર્યભાર સંભાળ્યો છે. શું સાવલીના અસમાજિક તત્વો સામે ગુજ્સીટોક જેવી અસરકાર કાર્યવાહી થશે? તેઓની ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ફરશે? ગુનાહિત પ્રવૃતિઓથી વસાવેલી અપ્રમાણસર મિલકતો જપ્ત થશે?

Continue Reading
Vadodara4 hours ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

National7 hours ago

દિલ્હી પેલેટ ગન કેસમાં FIRની માંગ સાથે રાહુલ ગાંધીનું પોલીસ સ્ટેશન બહાર ધરણાં-ભાજપ નો પલટવાર ‘રાજકીય સ્ટંટ’

Gujarat13 hours ago

ગુજરાત પોલીસ વિભાગનો મોટો નિર્ણય: રાજ્યભરના 414 પોલીસ કર્મચારીઓની આંતરજિલ્લા બદલીના આદેશ જારી

Vadodara1 day ago

વડોદરા PCB ની રેડ: હરણી રોડ પર મોટનાથ રેસિડેન્સીમાં ચાલતા કુખ્યાત જુગારધામનો પર્દાફાશ

Vadodara2 days ago

વડોદરામાં ડર અને અંધશ્રદ્ધાનો ખૌફનાક અંત: તાંત્રિક વિધિની ધમકીઓ અને ત્રાસથી કંટાળી યુવતીએ ઝેર પી જીવનલીલા સંકેલી લીધી

Vadodara3 days ago

તંત્ર સફાળું જાગ્યું: DEO કચેરી દ્વારા તમામ શાળાઓને ફરજિયાત ઈલેક્ટ્રિકલ સેફટી ઓડિટ કરાવી સર્ટિફિકેટ રજૂ કરવા કડક આદેશ

Vadodara5 days ago

વડોદરાના ગોરવા વિસ્તારમાં ચકચાર: મધુનગર બ્રિજ નીચે રેલવે ફાટક પાસેથી યુવકનો બે ટુકડા થયેલો શંકાસ્પદ શવ મળ્યો

Chhotaudaipur6 days ago

છોટા ઉદેપુર જિલ્લા કક્ષાની 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી: સંખેડા ખાતે મંત્રી મનીષાબેન વકીલના હસ્તે શાનદાર ધ્વજવંદન

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech11 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact11 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech10 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara4 hours ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara1 week ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara2 weeks ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur3 weeks ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara3 weeks ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara4 weeks ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi1 month ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Vadodara1 month ago

વડોદરાને આધુનિક ભેટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રતાપનગર રેલવે સ્ટેશનનું લોકાર્પણ, અમૃત ભારત યોજનાને મળી ગતિ!

Trending