Connect with us

Vadodara

ગુમાવેલી શાખ બચાવવા શું કરીશું?: પાલિકાના પદાધિકારીઓને ગાંધીનગરનું તેડું,તાત્કાલીક મીટિંગ બોલાવી

Published

on

વડોદરા  પાલિકાના પદાધિકારીઓને ગાંધીનગરનું તેડું આવ્યું હોવાનું સપાટી પર આવ્યું છે. વડોદરાના આગામી વિકાસના કાર્યોના આયોજનને લઇને આ તેડું આવ્યું હોવાનું સાશકો જણાવી રહ્યા છે. તો બીજી તરફ પાલિકા દ્વારા નબળા રોડ-રસ્તા, દશામાંની મૂર્તિઓના વિસર્જનમાં અવ્યવસ્થા, થોડાક જ વરસાદમાં પૂરની સ્થિતી જેવા મામાલે ફટકાર પડવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. મેયર બહારગામ હોવાથી તેમની ગેરહાજરીમાં પાલિકાના પદાધિકારીઓની મીટિંગ મળી હતી.

વિતેલા ત્રણ માસમાં વડોદરા નબળા રોડ-રસ્તા, દશામાંની મૂર્તિઓના વિસર્જનમાં અવ્યવસ્થા, થોડાક જ વરસાદમાં પૂરની સ્થિતી જેવા મુદ્દાઓ પર પાલિકાનું આબરુનું ધોવાણ થયું છે. આ ઘટનાક્રમ બાદ આજે પાલિકાના પદાધિકારીઓને ગાંધીનગરથી તેડું આવ્યું હોવાનું સપાટી પર આવ્યું છે. સાશકોના જણાવ્યા અનુસાર, ગતસાંજે જ મુખ્યમંત્રીના આમંત્રણ અંગેની જાણ થઇ હતી. જેના અનુસંધાને આજે મીટિંગ બોલાવીને મુદ્દાસર ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવ્યા છે.

ડે. મેયર ચિરાગ બારોટે જણાવ્યું કે, મેયર બહારગામ છે. આજે મુખ્યમંત્રીને ત્યાં ગાંધીનગર મીટિંગ છે. વડોદરાના વિકાસ માટે કયા મુદ્દાઓ લેવા અને કેવી રીતે રજુઆત કરવી તે વિષયને લઇને મીટિંગ રાખવામાં આવી હતી. ગઇ કાલે સાંજે જ અમને ગાંધીનગર આવવા માટે મેસેજ મળ્યો હતો. આજે સવારે જ ટીમ નક્કી કરવામાં આવી છે. મેયર બહારગામ હોવાથી અમે આ મીટિંગ કરી છે. વડોદરા શહેરના બધા જ વિષયોને લઇને મીટિંગ છે, કોઇ એક વિષય માટે નથી. સિટી એન્જિનીયર સિવાય કોઇ પણ વિભાગના હેડ હાજર ન્હતા.

પાલિકાના ચેરમેન શિતલ મિસ્ત્રીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી દ્વારા વડોદરાના આગામી સર્વાંગી વિકાસ માટે વડોદરાના પદાધિકારીઓ અને ધારાસભ્યોને આમંત્રિત કર્યા છે. આગામી આયોજન અંગે શું કરવા જેવા છે, તે માટે મ્યુનિસિપલ કમિશનર, સિટી એન્જિનીયર તથા અન્ય સાથે મીટિંગ કરવામાં આવી હતી. તે બાબતની ચર્ચા હતી. અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. દશામાંની મૂર્તિઓના વિસર્જન ટાણે જે કોઇ ગેરવ્યવસ્થા સર્જાઇ હતી, તેનું નિરાકરણ અમે લાવ્યા છીએ. ધાર્યા કરતા વધારે મૂર્તિઓ વિસર્જન માટે આવતા અવ્યવસ્થા સર્જાઇ, તેના માટે દિલગીરી વ્યક્ત કરીએ છીએ. વડોદરામાં રંગેચંગે ગણેશોસ્તવ મનાવાય, પર્યાવરણની જાળવણી થાય, લોકોની શ્રદ્ધાને કોઇ નુકશાન ન થાય તેવા પ્રયાસો છે.

Continue Reading
Vadodara12 minutes ago

વડોદરા: કારેલીબાગમાં ‘રજવાડી ચા’ પાસે ચાલતા જુગારધામ પર LCBનો દરોડો; આંક-ફરકનો જુગાર રમાડતા 4 શખ્સો ઝડપાયા

Vadodara28 minutes ago

વડોદરા: પારુલ યુનિવર્સિટીના 21 વર્ષીય વિદ્યાર્થીનો આપઘાત; વાઘોડિયા ચોકડી પાસે એપાર્ટમેન્ટના 6 માળેથી ઝંપલાવ્યું

Gujarat2 hours ago

શિક્ષણ બોર્ડની જાહેરાત: GUJCET પરીક્ષાના તમામ સેટની આન્સર-કી gseb.org પર ઉપલબ્ધ, જાણો કેવી રીતે જોવી

Vadodara2 hours ago

વડોદરા ક્રાઈમ બ્રાન્ચ બ્રેકિંગ: ‘બાવા’ ગેંગનો પર્દાફાશ; અટલાદરામાં વૃદ્ધના ઘરેણાં લૂંટનાર કાર સાથે ઝડપાયો

Business2 hours ago

હવે મોબાઈલ નંબરની જેમ બેંક એકાઉન્ટ પણ થશે ‘પોર્ટ’; RBIની નવી યોજનાથી ગ્રાહકોને મળશે મોટી આઝાદી

Padra3 hours ago

પાદરામાં બુટલેગરો બેફામ: “તું SMCનો બાતમીદાર છે” કહી રિક્ષા ચાલકનું અપહરણ; ઢોર માર મારી સોનાની ચેઈન અને રોકડની લૂંટ

Vadodara3 hours ago

સુરેન્દ્રનગરના ફાઇનાન્સ કંપનીને ₹13 લાખનો ચૂનો લગાવનાર આરોપી વડોદરા ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં

Vadodara4 hours ago

વડોદરાઃ ગોત્રી હોસ્પિટલ પાસે ટ્રાફિકનો રોગચાળો! રિક્ષા ચાલકોની ખેંચાતાણીમાં દર્દીઓ હેરાન-પરેશાન

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Tech6 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact6 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech5 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Padra3 hours ago

પાદરામાં બુટલેગરો બેફામ: “તું SMCનો બાતમીદાર છે” કહી રિક્ષા ચાલકનું અપહરણ; ઢોર માર મારી સોનાની ચેઈન અને રોકડની લૂંટ

Vadodara1 day ago

વન ડે વન રોડ: ડેરી ડેન સર્કલ વિસ્તાર ટ્રાફિક મુક્ત કરાયો, પણ શું આ સ્થિતિ જળવાઈ રહેશે?

Vadodara5 days ago

સ્માર્ટ સિટી વડોદરા: ગેસ બોટલની અછત વચ્ચે પાઈપલાઈન ગેસ લેવા પડાપડી; ફોર્મ ના પૈસા માં વધારો

Vadodara1 week ago

વડોદરા: વડસરની માતૃકા રેસીડન્સીમાં હાઈવોલ્ટેજ ડ્રામા; બિલ્ડિંગ પર ચઢેલા યુવાનનું ફાયર અને પોલીસે દિલધડક રેસ્ક્યુ કર્યું

Vadodara1 week ago

બ્યુટિફિકેશન કે ભ્રષ્ટાચાર? દંતેશ્વર તળાવની દુર્ગંધે રહીશોનું જીવવું હરામ કર્યું;ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસ મેદાનમાં

Dabhoi1 week ago

ડભોઇ રેલવે સ્ટેશન: ‘સ્વચ્છ ભારત’ ના દાવા પોકળ? 3 દિવસથી શૌચાલયોને તાળા, દિવ્યાંગો અને મહિલાઓ ભારે પરેશાન

Vadodara1 week ago

વડોદરા: રાણોલી GIDC માં ભીષણ આગનું તાંડવ; પ્લોટ નંબર 219 માં અફરાતફરી, પોલીસ અને ફાયર ફાઇટરોએ મેળવ્યો કાબૂ

Dabhoi1 week ago

વડોદરા: બરોડા ડેરીના ટેન્કરમાંથી રસ્તા પર વહી દૂધની નદીઓ; ડ્રાઈવરની ઘોર બેદરકારી,100 લિટર દૂધનો બગાડ

Trending