Connect with us

Waghodia

વાઘોડિયાની ખાનગી યુનિ.ની બસ કાંસમાં ખાબકી, ત્રણને ઇજા

Published

on

  • આજે સવારે ગોલ્ડન ચોકડીથી વાઘોડિયા તરફ જતા રસ્તામાં બસ ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માતની ઘટના સર્જાઇ હતી.

વડોદરા પાસે આવેલા વાઘોડિયામાં આવેલી જાણીતી ખાનગી યુનિવર્સિટીની બસ કાંસમાં ખાબકી છે. સવારે વિદ્યાર્થીઓને યુનિ.માં લઇ જતી બસના ચાલકે વડોદરા ગ્રામ્યના સર્કિટ હાઉસ પાસે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા આ ઘટના ઘટી હોવાનું પ્રાથમિક અનુમાન છે. આ ઘટનામાં બસ ચાલક સહિત બે વિદ્યાર્થીનીઓને નાની-મોટી ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. બસ આખે આખે કાંસમાં ઉતરી ગઇ અને ત્યાર બાદ પલટી જતા, તેની સ્પીડનો અંદાજો લગાડી શકાય તેમ છે. ત્યારે આવા બેદરકાર બસ ચાલક સામે શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું.

Advertisement

વડોદરા પાસે આવેલા વાઘોડિયામાં પારૂલ યુનિવર્સિટી આવેલી છે. આ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને લાવવા-લઇ જવા માટે લક્ઝરી બસની સુવિધા આપવામાં આવે છે. આજે સવારે નિયત રૂટ પર વિદ્યાર્થીઓને લઇને બસ વાઘોડિયા ખાતેના કોલેજ કેમ્પસમાં જઈ રહી હતી. દરમિયાન ગોલ્ડન ચોકડીથી વાઘોડિયા તરફ જતા, રસ્તામાં આવતા વડોદરા ગ્રામ્ય સર્કિટ હાઉસ પાસે બસ ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. અને વિદ્યાર્થીઓ ભરેલી બસ કાંસમાં જઇને ખાબકી હતી.

Advertisement

બસ કાંસમાં ઉતર્યા બાદ પલટી ખાઇ ગઇ હતી, જે જોતા તેની ઝડપનો અંદાજો લગાડી શકાય તેમ છે. ઘટનાને પગલે બુમાબુમ થતા સ્થાનિકો દોડી આવ્યા હતા. અને બસમાં ફસાયેલા તથા ઇજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનામાં બે વિદ્યાર્થીનીઓ અને ચાલક ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા કપુરાઇ પોલીસ મથકનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. અને વધુ કાર્યવાહીની તજવીજ શરૂ કરી દેવામાં આવી હોવાનું સુત્રોએ ઉમેર્યું છે.

Advertisement
Vadodara11 months ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Vadodara11 months ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara11 months ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Padra11 months ago

પાદરા: ખેતરમાં ધીકતો હતો શરાબનો વેપલો,LCBએ દરોડો પાડીને શરાબ ઝડપી પાડ્યો

City2 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Savli11 months ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Padra2 years ago

પરિવારે પ્રેમ લગ્નની મંજૂરી ના આપતા પ્રેમીપંખીડાએ ઝેરી દવા ગટગટાવી

Padra2 years ago

પાદરા ચોક્સી બજારમાં બે બુરખાધારી મહિલાઓ ગ્રાહક બની ચોક્સીની દુકાનમાંથી દાગીના સેરવી ફરાર, એક મહિલા ઝડપાઇ

Vadodara5 months ago

ફાટીને ધુમાડે ગયેલા નગરસેવકો?: સાથી કોર્પોરેટરે ટોણો મારતા મહિલા સભાખંડની બહાર નીકળ્યા

Vadodara5 months ago

વગર વરસાદે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા અનોખો વિરોધ

Vadodara7 months ago

તળાવોના બ્યુટીફીકેશનમાં નડતરરૂપ દબાણોને નોટીસ ફટકારાશે

Vadodara11 months ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara11 months ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Vadodara11 months ago

મકરપુરા GIDCમાં વિજ થાંભલો નાંખતા સમયે બે કામદારોને કરંટ લાગતા ઇજાગ્રસ્ત

Vadodara11 months ago

વડોદરા જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગમાં 40 લાખનું કૌભાંડ!, તપાસના આદેશ અપાયા

Vadodara12 months ago

વડોદરાના માંજલપુર શ્રેયસ સ્કૂલ પાસે એમ્બ્યુલન્સ ચાલકે વૃદ્ધ મોપેડ સવારને અડફેટે લઈને ગંભીર ઇજાઓ પહોંચાડી

Trending