Connect with us

Vadodara

VMC નું ₹7,609 કરોડનું બજેટ: ટેક્સમાં કોઈ વધારો નહીં, પણ વહીવટી ચાર્જ અને ફીમાં ઝીંકાયો ધરખમ વધારો

Published

on

વડોદરા: મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ વર્ષ 2026-27નું ₹7,609.63 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. આ વર્ષે ચૂંટણી હોવાથી લોકો પર સીધો વેરો લાદવાનું ટાળવામાં આવ્યું છે, પરંતુ આડકતરી રીતે ‘યુઝર ચાર્જ’ અને ‘વહીવટી લાગતો’ વધારીને મનપાએ પોતાની તિજોરી ભરવાની તૈયારી કરી લીધી છે.

1. બાંધકામ અને મિલકત સંબંધિત નવા દરો

નવા બજેટમાં બાંધકામ ક્ષેત્રે ‘ગવર્મેન્ટ સેસ’ અને વહીવટી ચાર્જમાં મોટા ફેરફાર કરાયા છે:

  • ​ગવર્મેન્ટ સેસ: ₹10 લાખથી વધુના બાંધકામ ખર્ચ પર વિકાસ પરવાનગી સમયે ₹100 પ્રતિ ચો.મી. અને કુલ ખર્ચના 1% લેખે સેસ વસૂલાશે.
  • મટીરીયલ ચાર્જ: દરેક માળ દીઠ ₹1,500 વસૂલવામાં આવશે.
  • ​હપ્તા પદ્ધતિ: વિકાસ પરવાનગીની રકમ ₹50 લાખથી 2 કરોડ સુધી હોય તો 4 હપ્તા અને 2 કરોડથી વધુ હોય તો 6 હપ્તાની સુવિધા મળશે, પરંતુ તેના પર 10% વ્યાજ અને 2% વહીવટી ચાર્જ લાગશે.

2. વોટર અને ડ્રેનેજ કનેક્શન: સીધો 50% થી 100% વધારો

વોર્ડ કક્ષાની સેવાઓમાં નોંધપાત્ર વધારો ઝીંકાયો:

  • હોટલ કનેક્શન: થ્રી-સ્ટાર હોટલ માટે ચેમ્બર જોડાણ ફી ₹25,000 થી વધારી ₹30,000 અને હાઈ-એન્ડ હોટલો માટે ₹85,000 સુધી કરાઈ છે.

3. નગરગૃહ અને કોમ્યુનિટી હોલના ભાડામાં ઉછાળો

શહેરના જાણીતા હોલ અને અતિથિગૃહો હવે મોંઘા બનશે:

  • સર સયાજીરાવ નગરગૃહ: પ્રથમ શિફ્ટનું ભાડું ₹4,000 થી વધીને ₹4,500 થયું. રજાના દિવસે આ દર ₹5,000 રહેશે. રિહર્સલ ચાર્જ પણ ₹3,500 થી વધારી ₹4,000 કરાયો છે.
  • ​અતિથિગૃહ: સયાજીબાગ અતિથિગૃહનું ભાડું ₹5,000 થી વધીને ₹6,000, જ્યારે અકોટા અતિથિગૃહનું ભાડું ₹12,000 થી વધીને ₹14,000 કરવામાં આવ્યું છે.
  • ​અકોટા સ્ટેડિયમ: ભાડું ₹2,000 થી સીધું બમણું કરી ₹4,000 કરાયું છે. કોમર્શિયલ ઉપયોગ માટે હવે ₹70,000 ચૂકવવા પડશે.

4. અન્ય મહત્વના વધારા

  • ફાયર ટેન્કર: પંપ વગરની ટેન્કર માટે રહેણાંકમાં દર ₹300 થી વધારી ₹600 (બમણો) કરાયો છે.
  • ​રસ્તા તોડવાની પરવાનગી: ડામરના રસ્તા માટે રહેણાંક વિસ્તારમાં ₹5,000 ની જગ્યાએ ₹10,000 અને કોમર્શિયલમાં ₹15,000 વસૂલાશે.
  • ​સફાઈ વહીવટી ચાર્જ: શાળાઓ માટે ₹1,500 ના બદલે ₹2,000 અને કોમર્શિયલ એકમો માટે ₹6,000 ના બદલે ₹10,000 કરાયા છે.
  • ​વેન્ડર રજીસ્ટ્રેશન: ગુજરાત બહારની કંપનીઓ માટે ફી ₹62,500 થી વધારી ₹80,000 કરવામાં આવી છે.

🫵સ્વિમિંગ પુલના માસિક ચાર્જમાં પણ ₹50નો વધારો કરી તેને ₹300 કરવામાં આવ્યો છે. જોકે, એમ્ફી થિયેટરમાં કેમેરા અને વિડિયો શૂટિંગની ફી રદ કરીને નાગરિકોને થોડી રાહત અપાઈ છે.

Continue Reading
Vadodara14 hours ago

જીલ્લા ભાજપ સંગઠનની ભેદી ચૂપકીદી વચ્ચે બરોડા ડેરીમાં ભાજપના જ ડિરેક્ટર વિપક્ષની ભૂમિકામાં આવ્યા!

Savli1 day ago

સાવલીના પોઇચા (રા) ખાતે આવેલી એવિડ કંપનીમાં ગંભીર અકસ્માત: ક્રેનમાંથી પ્લાયવુડની પ્લેટ પડતા શ્રમિકનું કરુણ મોત

Vadodara2 days ago

વડોદરામાં રખડતા શ્વાનના ત્રાસ સામે તંત્રની સક્રિયતા: વર્લ્ડ રેબિસ ડે અગાઉ શ્વાનોના રસીકરણની વિશેષ ઝુંબેશ

Vadodara4 days ago

નાગરિકોનો આક્રોશ – “દુનિયાને શિખવાડતા પહેલા પોતે અનુસરો”: વેરો વસૂલતું તંત્ર પોતાની આસપાસ સફાઈ રાખવામાં કેમ નિષ્ફળ?

Vadodara5 days ago

વડોદરામાં કન્સ્ટ્રક્શન સાઇટ પર રહસ્યમય મો*ત: સોમાતળાવ વિસ્તારમાંથી ઉત્તરપ્રદેશના યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃ*તદેહ મળ્યો

Vadodara5 days ago

વડોદરાના નિઝામપુરામાં વાંદરાઓનો આતંક યથાવત: રામનગર સોસાયટીમાં વૃદ્ધ મહિલાને બચકું ભરતા ફેલાઈ ચિંતા

Vadodara5 days ago

વડોદરાના વાડી વિસ્તારમાં તસ્કરોનો આતંક: બંધ મકાનને નિશાન બનાવી રૂ. 1.05 લાખની મતાની ચોરી

Vadodara6 days ago

વડોદરાના વડલા ગામ નજીક કન્સ્ટ્રક્શન સાઇટ પર અરેરાટી: યુવકનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃ*તદેહ મળી આવ્યો

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech12 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech11 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara2 weeks ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur1 month ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara1 month ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara2 months ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara2 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur2 months ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara2 months ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara2 months ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Trending