Connect with us

Vadodara

વડોદરા : આર્મીમાં ફરજ બજાવ્યા વિના જ બન્યા ‘Ex-Army’: નકલી સેવા નિવૃત્તિ પુસ્તિકા અને પેન્શન કાર્ડ સાથે 2 આરોપીની ઝડપાયા

Published

on

  • નકલી એક્સ-આર્મીમેન ઝડપાયા: વડોદરા SOG એ આર્મીના બોગસ દસ્તાવેજો બનાવી સિક્યુરિટીમાં નોકરી મેળવનાર 2 યુપીના શખ્સોને દબોચ્યા.
  • ગંભીર કૌભાંડ છતું થયું: આરોપીઓ પાસે નકલી સેવા મુક્તિ પુસ્તિકા, પેન્શન કાર્ડ અને એક્સ-સર્વિસમેન આઈડી કાર્ડ કબ્જે કરાયા.
  • ગોરવા પોસ્ટેમાં ગુનો દાખલ: બોગસ દસ્તાવેજ અને છેતરપિંડી આચરવા બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ.
  • અલ્કાપુરીની એજન્સી સામે તપાસ: સાગર ઇન્ટેલિજન્સ સિક્યુરિટીના કેપ્ટન સોનવણે અને યુપીના અજયસિંગ ચૌહાણને વોન્ટેડ જાહેર કરાયા.

વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુદ્રઢ રાખવા તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની સૂચનાથી ચલાવવામાં આવી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત વડોદરા શહેર એસ.ઓ.જી. (Special Operations Group) ની ટીમને મોટી સફળતા સાંપડી છે. ભારતીય સેના (Indian Army) માં ફરજ બજાવી ન હોવા છતાં એક્સ-આર્મીમેન (Ex-Serviceman) ના બોગસ અને બનાવટી દસ્તાવેજો બનાવી વિવિધ સિક્યુરિટી એજન્સીઓમાં નોકરી મેળવી વિશ્વાસઘાત આચરતી ટોળકીના બે ઇસમોને પોલીસે દબોચી લીધા છે.

એસ.ઓ.જી. ના પી.આઈ. ડી.જે. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ ટીમો તપાસમાં હતી તે દરમિયાન અર્નામ હેડ કોન્સ્ટેબલ આશિષપુરી મનસુખપુરીને ચોક્કસ બાતમી મળી હતી કે, ગોરવા વિસ્તારમાં પરિશ્રમ પાર્કમાં રહેતો ધીરેન્દ્રસિંગ હરીસિંગ અને બાજવા રોડ પર સિકોતરધામ સોસાયટીમાં રહેતો ભૂપેન્દ્રસિંહ શિવકુમારસિંગ બોગસ આર્મી સર્ટિફિકેટના આધારે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી બંનેની કડક પૂછપરછ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, બંને મૂળ ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લાના વતની છે અને તેમણે ભારતીય આર્મીમાં ક્યારેય ફરજ બજાવી નથી. આમ છતાં, તેમણે આર્મીની નકલી સેવા નિવૃત્તિ પુસ્તિકા (Discharge Book), સર્ટિફિકેટ ઓફ સર્વિસ, ડિપેન્ડન્ટ સર્ટિફિકેટ, પેન્શન કાર્ડ અને એક્સ-સર્વિસમેન આઇડેન્ટિટી કાર્ડ જેવા બનાવટી દસ્તાવેજો તૈયાર કરાવ્યા હતા. આ નકલી દસ્તાવેજો સાચા તરીકે રજૂ કરી સિક્યુરિટી એજન્સીના સંચાલકો સાથે ગુનાહિત વિશ્વાસઘાત અને ઠગાઈ કરી હતી. આ અંગે ગોરવા પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો છે.

આ કૌભાંડમાં અલ્કાપુરીમાં આવેલી ‘સાગર ઇન્ટેલિજન્સ સિક્યુરિટી સર્વિસીસ’ ના કેપ્ટન સોનવણે અને ઉત્તર પ્રદેશના અજયસિંગ ચૌહાણની સંડોવણી સામે આવતા પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા છે.

👮પકડાયેલા આરોપીઓ:

૧. ધીરેન્દ્રસિંગ હરીસિંગ (હાલ રહે. પરિશ્રમ પાર્ક સોસાયટી, ગોરવા, વડોદરા / મૂળ રહે. નગુવાપુર, તા. બિંદકી, જી. ફતેહપુર, ઉત્તર પ્રદેશ)

૨. ભૂપેન્દ્રસિંહ શિવકુમારસિંગ ગૌતમ (રાજપૂત) (હાલ રહે. સિકોતરધામ સોસાયટી, બાજવા રોડ, કરોડિયા, વડોદરા / મૂળ રહે. ચકમાધોપુર, તા. બિંદકી, જી. ફતેહપુર, ઉત્તર પ્રદેશ)

🚨વોન્ટેડ આરોપીઓ:

​૧. કેપ્ટન સોનવણે (સાગર ઇન્ટેલિજન્સ સિક્યુરિટી સર્વિસીસ, ઇમ્પાલા હાઉસ, અલ્કાપુરી, વડોદરા)

૨. અજયસિંગ ચૌહાણ (રહે. ઉત્તર પ્રદેશ)

Continue Reading
Vadodara3 hours ago

વડોદરામાં નવરાત્રીના માહોલ વચ્ચે તસ્કરો બેફામ: કપુરાઈ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મકાનને બનાવ્યું નિશાન

Vadodara3 hours ago

વડોદરા : આર્મીમાં ફરજ બજાવ્યા વિના જ બન્યા ‘Ex-Army’: નકલી સેવા નિવૃત્તિ પુસ્તિકા અને પેન્શન કાર્ડ સાથે 2 આરોપીની ઝડપાયા

Vadodara18 hours ago

જીલ્લા ભાજપના નેતાના પુત્ર આણી મંડળીએ આવાસ અપાવવાના નામે ગરીબો પાસેથી 63.55 લાખ પડાવ્યા

Vadodara1 day ago

આજવા સરોવરની સપાટી ઘટીને 208.64 ફૂટે પહોંચી: દિવાળી બાદ વડોદરાના પૂર્વ વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા સર્જાવાની ભીતિ

Savli2 days ago

મંજુસર પોલીસે બિશ્નોઈ ગેંગનો 79 લાખનો શરાબનો જથ્થો ઝડપી પાડ્યો, નેટવર્ક ચલાવવા અંતરરાષ્ટ્રીય નંબરના ઉપયોગનું રહસ્ય ખુલ્યું

Vadodara3 days ago

આવાસ યોજનામાં મકાન લેતા પહેલાં સાવધાન! બનાવટી પહોંચો આપી રૂ. 17.75 લાખ પચાવી પાડનાર સામે પોલીસ ફરિયાદ

Vadodara3 days ago

વડોદરામાં સળિયા ચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ: પોલીસે દરોડો પાડી રંગેહાથ 50.74 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

Vadodara5 days ago

વ્હોટ્સએપ પર ડાયરેક્ટરનો ફોટો મૂકી ‘હું મિટિંગમાં છું’ કહીને ઠગોએ 4 ટ્રાન્ઝેક્શનમાં 1.03 કરોડ પડાવ્યા

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech1 year ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech12 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Gujarat3 weeks ago

અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

Gujarat3 weeks ago

આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

Vadodara1 month ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur2 months ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara2 months ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara2 months ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara2 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur3 months ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Trending