Vadodara
વડોદરા: વારસીયા વિસ્તારમાં થયેલી ₹7.33 લાખની ચોરીનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
Published
8 months agoon
વડોદરા: શહેરના વારસીયા વિસ્તારમાં આવેલી મીરા સોસાયટીમાં થયેલી મોટી ચોરીનો ભેદ ઉકેલવામાં વડોદરા શહેર પોલીસને સફળતા મળી છે. પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર અને અધિક પોલીસ કમિશનર ડૉ. લીના પાટીલના માર્ગદર્શન હેઠળ વારસીયા પોલીસે ટેકનિકલ એનાલિસિસની મદદથી આરોપીને હાલોલ બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડ્યો છે.

📍ઘટનાની વિગત
ગત તારીખ 04/03/2026 ના રોજ રાત્રિના સમયે વારસીયા વિસ્તારમાં આવેલી મીરા સોસાયટીના એક મકાનમાં તિજોરીના લોકરમાંથી:
- સોના-ચાંદીના દાગીના: કિંમત ₹2,26,000/-
- રોકડ રકમ: ₹5,07,000/-
- કુલ ચોરી: ₹7,33,000/-
આ મામલે વારસીયા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ 331(3), 331(4), અને 305(એ) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.
❓કેવી રીતે પકડાયો આરોપી?
DCP ઝોન-04 એન્ડ્રુ મેકવાન અને ACP “જી” ડિવિઝન એસ.પી. ભોજાણીની સૂચનાથી પોલીસ ઇન્સ્પેક્ટર વાય.જી. મકવાણાની ટીમે તપાસ હાથ ધરી હતી. સર્વેલન્સ ટીમને ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સ દ્વારા બાતમી મળી હતી કે આરોપીઓ ચોરીના મુદ્દામાલ સાથે હાલોલ બસ સ્ટેન્ડ પાસે છે. પોલીસે તુરંત ટીમ મોકલી આરોપીને દબોચી લીધો હતો.
🧐મિત્રએ જ આપી હતી ‘ટીપ’
પોલીસ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મુખ્ય આરોપી ગુલામ ખ્વાઝાને તેની એક મહિલા મિત્રએ ટીપ આપી હતી. આ મહિલા આરોપીની બહેનપણીના ઘરે જ ચોરી થઈ હતી. મહિલા મિત્રને ઘરની ચાવી અને તિજોરીની ચાવી ક્યાં રહે છે તેની સંપૂર્ણ જાણકારી હતી, જેના આધારે આખું કાવતરું ઘડવામાં આવ્યું હતું.
🚨પકડાયેલ આરોપીની વિગત
- નામ: ગુલામ ખ્વાઝા મહંમદ સબીર શેખ (ઉંમર 22 વર્ષ)
- રહેવાસી: ફાર્વેલ નગર, મેઘદૂતનગર સોસાયટી પાછળ, કારેલીબાગ, વડોદરા. (મૂળ રહે. ઉત્તર પ્રદેશ)
👮પોલીસે ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ અને ગુનામાં વપરાયેલ વાહન કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
You may like
-
ઉનાળા પહેલાં જ વડોદરા તરસ્યું રહેશે?! આજવા સરોવરની સપાટી 207.60 ફૂટ પર પહોંચી, ફેબ્રુઆરી સુધીમાં વધુ 6 ફૂટ ઘટવાની ભીતિ
-
ખાણખનીજમાં ભાગબટાઈ અને ભાગીદારીના પત્તા ખુલશે?, બે કર્મચારીઓની ખનીજ ચોરો સાથેની ભાગીદારીના પુરાવા એકત્રિત થયા!
-
વડોદરાના મંજુસરમાં ખાખીના ખોફ વગર દારૂ-જુગારની મહેફિલ: આસોજ ગામની ભાગોળે ખુલ્લેઆમ ચાલતા અડ્ડાનો વીડિયો વાયરલ
-
જૂના એર વાલ્વ બદલવા અને ભાયલી બ્રિજ પાસે પાણીની લાઈન ખસેડવા ઉંચા ભાવ મંજૂર કરવા કવાયત; ઇજારદારોએ 13 થી 17 ટકા વધુ ભાવ ભર્યા
-
વડોદરા રેલવે સ્ટેશન પર કરુણ દ્રશ્યો: અમદાવાદ લઈ જવાના બહાને પતિ ૩ મહિનાની બાળકી અને પત્નીને છોડી ફરાર
-
શું સન્માન માત્ર સરકારી કાર્યક્રમો પૂરતું મર્યાદિત?‘હર ઘર તિરંગા’ અભિયાન માત્ર દેખાડા પૂરતું?રાષ્ટ્રધ્વજના વિતરણ બાદ જાળવણી મુદ્દે પાલિકાની ઘોર બેદરકારી ઉઘાડી પડી

“સામાન્ય નાગરિક માટે આટલી ઝડપી કાર્યવાહી ક્યારે?”: VVIP કાફલા માટે અધિકારી સસ્પેન્ડ થતાં ડભોઇમાં તીવ્ર ચર્ચા
જૂના એર વાલ્વ બદલવા અને ભાયલી બ્રિજ પાસે પાણીની લાઈન ખસેડવા ઉંચા ભાવ મંજૂર કરવા કવાયત; ઇજારદારોએ 13 થી 17 ટકા વધુ ભાવ ભર્યા
વડોદરા રેલવે સ્ટેશન પર કરુણ દ્રશ્યો: અમદાવાદ લઈ જવાના બહાને પતિ ૩ મહિનાની બાળકી અને પત્નીને છોડી ફરાર
શું સન્માન માત્ર સરકારી કાર્યક્રમો પૂરતું મર્યાદિત?‘હર ઘર તિરંગા’ અભિયાન માત્ર દેખાડા પૂરતું?રાષ્ટ્રધ્વજના વિતરણ બાદ જાળવણી મુદ્દે પાલિકાની ઘોર બેદરકારી ઉઘાડી પડી
વડોદરામાં પીએમ આવાસ યોજનામાં મોટું કૌભાંડ: ભાજપ નેતાના પુત્ર અને તેની ટોળકીએ દુકાન અપાવવાના નામે આચરી રૂ. 9.05 લાખની ઠગાઈ
સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ
મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા
California Legislature Celebrates BAPS’ Golden Year in America
ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.
માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો
ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી
AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ
હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા
એક મહિનાનો બાકી પગાર મેળવવા પહોચેલા કર્મચારીને કંપની માંથી ધક્કા મારીને કાઢી મુકતા માંજલપુર પોલીસ મથકમાં થઇ અરજી
અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ
આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ
રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત
TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ
હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?
વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત