Connect with us

Vadodara

વડોદરા: વારસીયા વિસ્તારમાં થયેલી ₹7.33 લાખની ચોરીનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો

Published

on

વડોદરા: શહેરના વારસીયા વિસ્તારમાં આવેલી મીરા સોસાયટીમાં થયેલી મોટી ચોરીનો ભેદ ઉકેલવામાં વડોદરા શહેર પોલીસને સફળતા મળી છે. પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર અને અધિક પોલીસ કમિશનર ડૉ. લીના પાટીલના માર્ગદર્શન હેઠળ વારસીયા પોલીસે ટેકનિકલ એનાલિસિસની મદદથી આરોપીને હાલોલ બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડ્યો છે.

📍ઘટનાની વિગત

ગત તારીખ 04/03/2026 ના રોજ રાત્રિના સમયે વારસીયા વિસ્તારમાં આવેલી મીરા સોસાયટીના એક મકાનમાં તિજોરીના લોકરમાંથી:

  • સોના-ચાંદીના દાગીના: કિંમત ₹2,26,000/-
  • રોકડ રકમ: ₹5,07,000/-
  • કુલ ચોરી: ₹7,33,000/-

આ મામલે વારસીયા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ 331(3), 331(4), અને 305(એ) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.

કેવી રીતે પકડાયો આરોપી?

DCP ઝોન-04  એન્ડ્રુ મેકવાન અને ACP “જી” ડિવિઝન  એસ.પી. ભોજાણીની સૂચનાથી પોલીસ ઇન્સ્પેક્ટર વાય.જી. મકવાણાની ટીમે તપાસ હાથ ધરી હતી. સર્વેલન્સ ટીમને ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સ દ્વારા બાતમી મળી હતી કે આરોપીઓ ચોરીના મુદ્દામાલ સાથે હાલોલ બસ સ્ટેન્ડ પાસે છે. પોલીસે તુરંત ટીમ મોકલી આરોપીને દબોચી લીધો હતો.

🧐મિત્રએ જ આપી હતી ‘ટીપ’

પોલીસ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મુખ્ય આરોપી ગુલામ ખ્વાઝાને તેની એક મહિલા મિત્રએ ટીપ આપી હતી. આ મહિલા આરોપીની બહેનપણીના ઘરે જ ચોરી થઈ હતી. મહિલા મિત્રને ઘરની ચાવી અને તિજોરીની ચાવી ક્યાં રહે છે તેની સંપૂર્ણ જાણકારી હતી, જેના આધારે આખું કાવતરું ઘડવામાં આવ્યું હતું.

🚨પકડાયેલ આરોપીની વિગત

  • નામ: ગુલામ ખ્વાઝા મહંમદ સબીર શેખ (ઉંમર 22 વર્ષ)
  • રહેવાસી: ફાર્વેલ નગર, મેઘદૂતનગર સોસાયટી પાછળ, કારેલીબાગ, વડોદરા. (મૂળ રહે. ઉત્તર પ્રદેશ)

👮પોલીસે ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ અને ગુનામાં વપરાયેલ વાહન કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Continue Reading
Vadodara5 minutes ago

વડોદરા: પશ્ચિમ વિસ્તારમાં પાલિકાનું બુલડોઝર ગુંજ્યું; જય જલારામ નગરમાં ગેરકાયદે ઓટલા અને કમ્પાઉન્ડ વોલ જમીનદોસ્ત

Vadodara31 minutes ago

વડોદરા: ગોત્રી-સેવાસી રોડ પર રફતારનો કહેર; નશામાં ધૂત કાર ચાલકે રિક્ષા અને પાણીપુરીની લારીને ફંગોળી

Vadodara1 hour ago

વડોદરા: વારસીયા વિસ્તારમાં થયેલી ₹7.33 લાખની ચોરીનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો

Vadodara2 hours ago

વાઘોડિયાની પારુલ યુનિવર્સિટીમાં બોમ્બનો ફફડાટ: હજારો વિદ્યાર્થીઓ સાથે આખું કેમ્પસ ખાલી કરાવાયું

Vadodara5 hours ago

અમિતનગર બ્રિજ પાસે ગંભીર અકસ્માત: 16 વર્ષના સગીરે હોન્ડા સિટી કારથી દંપતી અને 15 મહિનાના બાળક સહિત 5ને ફંગોળ્યા.

Vadodara17 hours ago

વડોદરા: ભારતની જીતની ઉજવણીમાં પોલીસની કામગીરીમાં અડચણ ઉભી કરનાર 3 શખ્સોની ધરપકડ

Gujarat21 hours ago

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ: રસ્તાઓ બન્યા ‘ગુંદર’, કાળઝાળ ગરમીમાં તંત્રના ભ્રષ્ટાચારની પોલ ખુલી

Chhotaudaipur22 hours ago

નસવાડીમાં ઉનાળાની શરૂઆતે જ પાણી માટે પોકાર, 100થી વધુ ચેકડેમો જર્જરિત હાલતમાં

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Tech5 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact6 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Savli2 years ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Karjan-Shinor1 week ago

યમરાજ બનીને રોંગ સાઈડમાં દોડી સરકારી બસ! કરજણ હાઈવે પર મુસાફરોનો જીવ અધ્ધર

Vadodara1 week ago

વડોદરા: બેફામ બાઇક ચાલકે બે યુવતીઓને લીધી અડફેટે; અકસ્માતના હૃદયદ્રાવક CCTV ફૂટેજ આવ્યા સામે

Savli2 weeks ago

તમારા ખિસ્સામાં રહેલી ₹500ની નોટ અસલી છે કે નકલી? આસોજમાં પકડાયુ નકલી નોટો નું ‘મિની છાપખાનું’!

Vadodara3 weeks ago

વડોદરામાં રફ્તારનો કહેર: થાર સવાર યુવતીઓએ ઝોમાટો બોયને કચડ્યો, ઘટનાસ્થળે જ મોત

Vadodara3 months ago

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ: નશામાં ધૂત કાર ચાલકે બુલેટ સવારને અડફેટમાં લીધો, મેનેજર ઘાયલ

Gujarat3 months ago

ગુજરાત દારૂબંધી વિવાદ વચ્ચે હર્ષ સંઘવી પર જૂની પોલીસ ફરિયાદ અને ધમકીની ફરિયાદો ચર્ચામાં આવી

Vadodara4 months ago

“મોસાળમાં જમણવાર અને માઁ પીરસનાર” : રસિકભાઈના પેવરબ્લોકની માંગ વધી,માણીતા ઇજારદારોને ઘીકેળાં?

Vadodara4 months ago

એક જીદના કારણે નંદેસરીના કેમિકલ ઉદ્યોગો મરણપથારીએ!, બ્રીજનું કામ કરતો ઈજારદાર પણ કામ છોડી જતો રહ્યો

Trending