Connect with us

Vadodara

વડોદરા: સુસેન રોડ પર કોર્પોરેશનનું ‘વન ડે વન રોડ’ અભિયાન, નોટિસ વિનાની કાર્યવાહીથી વેપારીઓ લાલઘૂમ.

Published

on

  • એક્શન મોડ: જ્યુપિટર ચાર રસ્તાથી સુસેન સર્કલ સુધી કોર્પોરેશનનું બુલડોઝર ફર્યું, ગેરકાયદે દબાણો દૂર કરાયા.
  • વેપારીઓનો રોષ: “મંદીના સમયમાં નોટિસ આપ્યા વગર જ સીધી કાર્યવાહી કરી”, દુકાનદારોમાં ભારે અસંતોષ.
  • સવાલોના ઘેરામાં: ઝાડ અને જીબી (GB) ડીપી જેવા મુખ્ય અવરોધો હટાવ્યા વિના અભિયાન કેવી રીતે પૂર્ણ? સામાજિક કાર્યકરોનો પ્રશ્ન.
  • તંત્રની સજ્જતા: મ્યુનિસિપલ કમિશનરના આદેશથી દબાણ શાખા અને ટીડીઓની ટીમે હાથ ધરી સંયુક્ત કામગીરી.
https://www.instagram.com/reel/DWGftiRjEmV/?igsh=MTJvMzM2cmY2ZWt4NA==

વડોદરા: વડોદરા શહેરને ટ્રાફિક મુક્ત અને સુવ્યવસ્થિત બનાવવા માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા શરૂ કરાયેલા “વન ડે વન રોડ” અભિયાન અંતર્ગત આજે વોર્ડ નંબર 17માં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યુપિટર ચાર રસ્તાથી સુસેન સર્કલ સુધીના મુખ્ય માર્ગ પરથી લારી-ગલ્લા અને દુકાનોના ગેરકાયદે દબાણો હટાવવામાં આવ્યા હતા. જોકે, આ કામગીરી વિવાદો અને આક્ષેપોથી ઘેરાયેલી રહી હતી.

🧐દબાણ હટાવો ઝુંબેશ:

કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ સાથે ટીડીઓની ટીમે આજે સવારથી જ સુસેન રોડ પર ધામા નાખ્યા હતા. માર્ગમાં નડતરરૂપ બનતા શેડ, ઓટલા અને લારીઓને દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. મ્યુનિસિપલ કમિશનરના સીધા સૂચન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

🗣️વેપારીઓની હૈયા વરાળ:

આ કાર્યવાહી દરમિયાન સ્થાનિક દુકાનદારો અને હોટલધારકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. વેપારીઓએ આક્ષેપ કર્યો હતો કે, “હાલ બજારમાં ભારે મંદીનો માહોલ છે અને વેપાર પર માઠી અસર પડી રહી છે, તેવા સમયે કોર્પોરેશને કોઈ પણ પૂર્વ નોટિસ આપ્યા વગર સીધી જ તોડફોડ શરૂ કરી દીધી છે.” વેપારીઓએ તંત્રની આ પદ્ધતિને અન્યાયી ગણાવી હતી.

🫵અપૂર્ણ કામગીરીના આક્ષેપ:

બીજી તરફ, કેટલાક સામાજિક કાર્યકર્તાઓએ આ અભિયાનની સફળતા સામે સવાલ ઉઠાવ્યા હતા. તેમનું કહેવું છે કે દુકાનોની આગળ નડતરરૂપ ઝાડ તેમજ જીબી (GB) ડીપી જેવા મુખ્ય અવરોધો હટાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. આવા અવરોધો દૂર કર્યા વગર માત્ર નાના વેપારીઓને હટાવીને “વન ડે વન રોડ” કામગીરીને પૂર્ણ ગણાવવી તે તંત્રની નિષ્ક્રિયતા દર્શાવે છે.

👉હવે જોવાનું એ રહેશે કે કોર્પોરેશન માત્ર દેખાડા ખાતર કામગીરી કરે છે કે પછી રોડ પરના કાયમી અવરોધો દૂર કરીને જનતાને સાચા અર્થમાં સુવિધા આપે છે.

Continue Reading
Vadodara1 hour ago

વડોદરા પાલિકાનો અણઘડ વહીવટ: દુધવાળા મોહલ્લામાં મેયરની હાજરીમાં ‘ભૂલ’ સુધારવા ગયા અને આખી લાઇન જ ખોટી કાપી નાખી

Vadodara6 hours ago

ચોમાસામાં સતર્કતા: 15 સેન્સર દ્વારા વરસાદનું લાઇવ મોનિટરિંગ, નાગરિકો માટે ઉપયોગી સાબિત થશે આ સુવિધા

Dabhoi7 hours ago

‘ઓપરેશન પરાક્રમ’: ડભોઇના ચાર કુખ્યાત ગુનેગારો પાસા હેઠળ જેલભેગા, ત્રણ અલગ-અલગ શહેરોમાંથી ધરપકડ

Vadodara10 hours ago

વડોદરા: ભાયલીના અર્બન-8માં મંદિર-મસ્જિદ મુદ્દે બેઠકમાં બબાલ, ટોળાએ સ્થાનિકો અને મહિલાઓ પર કર્યો હુમલો!

Savli23 hours ago

20 વર્ષનો વનવાસ: ડેસરના જુના કેસરાના મુવાડામાં રસ્તો અને પાણી જેવી પાયાની સુવિધાઓનો અભાવ

Dabhoi1 day ago

પરિવારના મોભીનું કરુણ મોત: મધ્યપ્રદેશના શ્રમિક પર મગરનો જીવલેણ હુમલો, પત્ની અને બે બાળકો નિરાધાર

Vadodara1 day ago

વડોદરામાં ગેંગવોરના પડઘા: રેસકોર્સ વિસ્તારમાં નાસ્તો કરવા ગયેલા બ્રેડના વેપારી પર હુમલો, લોહીલુહાણ

International2 days ago

PM મોદીના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર સંકટના વાદળ: મેલબર્ન કાર્યક્રમને લઈને મળી જાનથી મારી નાખવાની ધમકી

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech9 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact10 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech8 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara10 hours ago

વડોદરા: ભાયલીના અર્બન-8માં મંદિર-મસ્જિદ મુદ્દે બેઠકમાં બબાલ, ટોળાએ સ્થાનિકો અને મહિલાઓ પર કર્યો હુમલો!

Savli2 days ago

ડેસરમાં રસ્તાની દુર્દશા: પ્રથમ વરસાદમાં જ ઉદલપુર-જાનીપુરા માર્ગ પર ખાડાનું સામ્રાજ્ય, વાહનચાલકો પરેશાન

Vadodara4 days ago

કુખ્યાત બુટલેગર ‘ગબો’ ફરી જેલના સળિયા પાછળ: PCB એ બાતમીના આધારે ફિલ્મી ઢબે પીછો કરીને દબોચ્યો

Vadodara6 days ago

જાંબુવા બાયપાસ પર આતંક: નજીવી બાબતે હોટલ માલિકના પુત્રનો નશામાં હોબાળો, હથિયારો સાથે દુકાનોમાં તોડફોડ

Vadodara6 days ago

ગોત્રીમાં મારામારીનો ખેલ: જાહેરમાં ચપ્પુ કાઢીને બબાલ કરનાર 4 શખ્સોને લક્ષ્મીપુરા પોલીસે કર્યા જેલ ભેગા

Vadodara1 week ago

સુપ્રીમ કોર્ટના આદેશનો વડોદરામાં ક્યારે થશે અમલ? ફૂટપાથ બન્યું છે પાર્કિંગ અને લારીઓનો અડ્ડો

Vadodara1 week ago

મોડી રાત્રે વાઘોડિયા ચોકડી પર પીછો કરીને ગોળી મારી: ખભામાં ગોળી વાગતા યુવક ગંભીર, હુમલાખોરો ફરાર

Vadodara2 weeks ago

NH-48 હાઈવે પર લોહિયાળ વહેલી સવાર: દૂધ ભરેલો ટેમ્પો અજાણ્યા વાહન સાથે અથડાતા ડ્રાઈવરનું કરુણ મોત

Trending