Connect with us

Vadodara

વડોદરા રેલવે પોલીસ ઊંઘતી ઝડપાઈ: રેલવે સ્ટેશન પર SMC ની મોટી રેડ, દારૂની 58 પેટીઓ જપ્ત.

Published

on

સવાલ એ થાય કે રેલવે પોલીસ ઊંઘતી હતી ? ટ્રેનમાંથી દારૂ ઉતર્યો પણ રેલવે પોલીસને ખબર જ ન પડી!

  • ધરપકડ: દારૂ સગેવગે કરવાની ફિરાકમાં રહેલા 4 રીઢા આરોપીઓ SMC ની ગિરફ્તમાં.
  • સવાલ: પ્લેટફોર્મ નંબર 6 પર ખુલ્લેઆમ થતી હેરફેરીમાં પોલીસની ભૂમિકા શું?
  • મુદ્દામાલ: વિદેશી દારૂ અને ઇકો ગાડી સહિત લાખોનો મુદ્દામાલ કબજે.

વડોદરામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતા બુટલેગરો પર સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 પર ઊભેલી ટ્રેનમાંથી વિદેશી દારૂની 58 પેટીઓ ઝડપી પાડી છે. આ મામલે SMC4 શખ્સોની ધરપકડ કરી છે. જોકે, આ સમગ્ર ઘટનામાં સ્થાનિક રેલવે પોલીસની ભૂમિકા સામે અનેક સવાલો ઉભા થયા છે.

વડોદરા: સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને સચોટ બાતમી મળી હતી કે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ ટ્રેન મારફતે દારૂનો જથ્થો વડોદરામાં ઉતારવામાં આવનાર છે. બાતમીના આધારે પ્લેટફોર્મ નંબર 6 પર વોચ ગોઠવીને SMC એ ઓપરેશન પાર પાડ્યું હતું.

🍾58 પેટી દારૂ અને ઇકો ગાડી જપ્ત:

ટ્રેન જેવી પ્લેટફોર્મ પર આવી કે તરત જ SMC એ ત્રાટકીને તપાસ હાથ ધરતા ટ્રેનમાંથી વિદેશી દારૂની કુલ 58 પેટીઓ મળી આવી હતી. આ જથ્થો ઉતારીને તેને સગેવગે કરવા માટે પ્લેટફોર્મ પર જ ઉભેલી એક ઇકો ગાડીને પણ પોલીસે કોર્ડન કરી લીધી હતી. દારૂનો જથ્થો સગેવગે કરવાની ફિરાકમાં રહેલા 4 આરોપીઓને સ્થળ પરથી જ દબોચી લેવામાં આવ્યા છે.

🧐રેલવે પોલીસની નિષ્ફળતા અને સવાલો:

SMC ના આ દરોડાએ રેલવે પોલીસની ઊંઘ ઉડાડી દીધી છે. ટ્રેન મારફતે આટલી મોટી માત્રામાં દારૂની હેરફેરી થતી હોય અને સ્થાનિક રેલવે પોલીસને તેની જાણ સુધ્ધાં ન હોય, તે બાબત અનેક શંકાઓ જન્માવે છે:

  • પ્લેટફોર્મ પર આટલો મોટો દારૂનો જથ્થો ઉતરતો હતો ત્યારે રેલવે પોલીસ ક્યાં હતી?
  • શું રેલવે પોલીસની મિલીભગતથી આ નેટવર્ક ચાલી રહ્યું છે?
  • ટ્રેનમાં મુસાફરોની સુરક્ષા વચ્ચે દારૂની 58 પેટીઓ કેવી રીતે પહોંચી?

🚔SMC નો વડોદરામાં દબદબો:

ઉલ્લેખનીય છે કે, વડોદરામાં અગાઉ ડ્રગ્સ પેડલર સાથે SOG ના ASI ની ધરપકડ બાદ SMC એ ફરી એકવાર રેલવે પોલીસની નાકની નીચેથી દારૂ પકડીને પોતાની સક્રિયતા બતાવી છે. પકડાયેલ 4 આરોપીઓની હાલ પૂછપરછ ચાલી રહી છે કે આ જથ્થો કોણે મંગાવ્યો હતો અને તેના મૂળ ક્યાં સુધી ફેલાયેલા છે.

👉હાલમાં SMC એ તમામ મુદ્દામાલ અને આરોપીઓને આગળની કાર્યવાહી માટે રેલવે પોલીસને સોંપ્યા છે, પરંતુ જોવાનું એ રહેશે કે ઉચ્ચ અધિકારીઓ આ મામલે બેદરકાર પોલીસકર્મીઓ સામે શું પગલાં લે છે.

Continue Reading
Vadodara14 hours ago

ગેસ લીકેજથી ઓફિસમાં વિસ્ફોટ: એસી (AC) ગેસની જ્વલનશીલતા અને અગરબત્તીના સ્પાર્કથી કાચના ફુરચેફુરચા ઉડ્યા

Vadodara16 hours ago

વડોદરાના આંબેડકર નગર વિસ્તારમાં દારૂનું વેચાણ કરનાર આરોપીની અટકાયત, જયેશ શર્મા નામનો શખ્સ વોન્ટેડ જાહેર

Vadodara17 hours ago

ટ્રાફિક જામથી નાગરિકો ત્રાહિમામ: ખિસકોલી સર્કલના ટ્રાફિક મેનેજમેન્ટ સામે ઉઠતા સવાલો

Vadodara1 day ago

લક્ષ્મીપુરામાં પોલીસનો સપાટો: બંધ મકાનમાં ચાલતા જુગારધામ પર રેઇડ, 7 શખ્સો રંગેહાથ ઝડપાયા

Vadodara1 day ago

‘સ્માર્ટ’ પ્રી-મોન્સૂન કામગીરીનું સત્ય:  થોડાક જ વરસેલા વરસાદ માં ટ્રક અચાનક રસ્તામાં ગરકાવ

Vadodara1 day ago

વડોદરા પાલિકાનો અણઘડ વહીવટ: દુધવાળા મોહલ્લામાં મેયરની હાજરીમાં ‘ભૂલ’ સુધારવા ગયા અને આખી લાઇન જ ખોટી કાપી નાખી

Vadodara2 days ago

ચોમાસામાં સતર્કતા: 15 સેન્સર દ્વારા વરસાદનું લાઇવ મોનિટરિંગ, નાગરિકો માટે ઉપયોગી સાબિત થશે આ સુવિધા

Dabhoi2 days ago

‘ઓપરેશન પરાક્રમ’: ડભોઇના ચાર કુખ્યાત ગુનેગારો પાસા હેઠળ જેલભેગા, ત્રણ અલગ-અલગ શહેરોમાંથી ધરપકડ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech9 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact10 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech8 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara2 days ago

વડોદરા: ભાયલીના અર્બન-8માં મંદિર-મસ્જિદ મુદ્દે બેઠકમાં બબાલ, ટોળાએ સ્થાનિકો અને મહિલાઓ પર કર્યો હુમલો!

Savli4 days ago

ડેસરમાં રસ્તાની દુર્દશા: પ્રથમ વરસાદમાં જ ઉદલપુર-જાનીપુરા માર્ગ પર ખાડાનું સામ્રાજ્ય, વાહનચાલકો પરેશાન

Vadodara6 days ago

કુખ્યાત બુટલેગર ‘ગબો’ ફરી જેલના સળિયા પાછળ: PCB એ બાતમીના આધારે ફિલ્મી ઢબે પીછો કરીને દબોચ્યો

Vadodara1 week ago

જાંબુવા બાયપાસ પર આતંક: નજીવી બાબતે હોટલ માલિકના પુત્રનો નશામાં હોબાળો, હથિયારો સાથે દુકાનોમાં તોડફોડ

Vadodara1 week ago

ગોત્રીમાં મારામારીનો ખેલ: જાહેરમાં ચપ્પુ કાઢીને બબાલ કરનાર 4 શખ્સોને લક્ષ્મીપુરા પોલીસે કર્યા જેલ ભેગા

Vadodara2 weeks ago

સુપ્રીમ કોર્ટના આદેશનો વડોદરામાં ક્યારે થશે અમલ? ફૂટપાથ બન્યું છે પાર્કિંગ અને લારીઓનો અડ્ડો

Vadodara2 weeks ago

મોડી રાત્રે વાઘોડિયા ચોકડી પર પીછો કરીને ગોળી મારી: ખભામાં ગોળી વાગતા યુવક ગંભીર, હુમલાખોરો ફરાર

Vadodara2 weeks ago

NH-48 હાઈવે પર લોહિયાળ વહેલી સવાર: દૂધ ભરેલો ટેમ્પો અજાણ્યા વાહન સાથે અથડાતા ડ્રાઈવરનું કરુણ મોત

Trending