Connect with us

Vadodara

વડોદરા: માંજલપુર પોલીસે કાશીબાનગર કોલોનીના ખુલ્લા પ્લોટમાં રેડ પાડી; પત્તા રમતા 10 જુગારીઓ ₹69,300 ના મુદ્દામાલ સાથે પકડાયા

Published

on

  • માંજલપુર પોલીસનો સપાટો: વડસર બ્રિજ પાસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે કરાઈ સફળ રેડ.
  • ૧૦ જુગારીઓ જેલભેગા: રઝા મસ્જિદની પાછળ ખુલ્લા પ્લોટમાં ગોળકુંડાળું વળી પત્તા-પાનાનો જુગાર રમતા ઇસમો ઝડપાયા.
  • રૂ. ૬૯ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત: અંગઝડતી અને જમીનદાવની રોકડ તેમજ ૬ નંગ મોબાઈલ ફોન પોલીસે કર્યા કબજે.
  • અસામાજિક પ્રવૃત્તિઓ પર પ્રહાર: પોલીસ કમિશનર નરસિંહા કોમાર સાહેબની સૂચનાથી માંજલપુર પોલીસે શોધી કાઢ્યો ગણનાપાત્ર કેસ.

વડોદરા શહેરમાં પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા તેમજ સટ્ટો કે જુગાર રમતા તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવા માટે માંજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.જી. પટેલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફની ટીમ વિસ્તારમાં સતત પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન માંજલપુર પોલીસને બાતમીના આધારે જુગારનો એક ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં મોટી સફળતા મળી છે.

🧐બાતમી મળતા જ પોલીસે ખુલ્લા પ્લોટને ઘેરી લીધો:

માંજલપુર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગ કરતા-કરતા વડસર બ્રિજ પાસે આવ્યા ત્યારે એ.એસ.આઇ. રોહિતકુમાર રામાભાઈ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જીગર અમૃતભાઈને તેમના અંગત બાતમીદાર તરફથી એક પાકી બાતમી મળી હતી. બાતમીમાં જણાવવામાં આવ્યું હતું કે, માંજલપુર રઝા મસ્જિદની પાછળ આવેલી કાશીબાનગર કોલોનીના એક ખુલ્લા પ્લોટમાં કેટલાક ઇસમો ભેગા થઈને પત્તા-પાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક સ્ટાફના માણસો સાથે બાતમીવાળા સ્થળે દરોડો પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી ગોળકુંડાળું વળીને જુગાર રમતા કુલ ૧૦ ઇસમોને રંગેહાથ દબોચી લીધા હતા.

👉પકડાયેલા આરોપીઓના નામ અને સરનામા:

૧. મોહમદ જીશાન વલીઉદ્દીન સીદ્દીકી (ઉં.વ. ૨૬, રહે. કાશીબાનગર, રઝા મસ્જિદની પાછળ, જવીર પઠાણના મકાનમાં, બેંક ઓફ બરોડાની સામે, માંજલપુર, વડોદરા)

૨. શાહેદખાન મકસૂદખાન પઠાણ (ઉં.વ. ૪૨, રહે. અજમનગર, જી.આઇ.ડી.સી. કોલોની પાસે, મસ્તાન શેખના મકાનમાં, માંજલપુર, વડોદરા)

૩. મુત્તુસીંગખાન વસીમખાન પઠાણ (ઉં.વ. ૩૦, રહે. મ.નં. ૫૨, પવનનગર, જી.આઇ.ડી.સી. કોલોની પાછળ, માંજલપુર, વડોદરા)

૪. શાહમોહમદ સલીમમોહમદ શેખ (ઉં.વ. ૩૦, રહે. કાશીબાનગર, રઝા મસ્જિદની પાછળ, બાબુ શેખના મકાનમાં, માંજલપુર, વડોદરા)

૫. સમીર એહમદ ઝહીર એહમદ ખાન (ઉં.વ. ૨૬, રહે. મ.નં. ૪૦, પવનનગર, જી.આઇ.ડી.સી. કોલોની પાછળ, માંજલપુર, વડોદરા)

૬. ગુફરાન મિનહાજ ખાન પઠાણ (ઉં.વ. ૨૦, રહે. કાશીબાનગર, રઝા મસ્જિદની પાછળ, જવીર પઠાણના મકાનમાં, માંજલપુર, વડોદરા)

૭. મોહમદ અલીઅકબર હનીફ શેખ (ઉં.વ. ૨૨, રહે. કાશીબાનગર, રઝા મસ્જિદની પાછળ, ઇસ્તખાર પઠાણના મકાનમાં, માંજલપુર, વડોદરા)

૮. આબુબકર ખાન મીનાઝખાન પઠાણ (ઉં.વ. ૨૦, રહે. કાશીબાનગર, રઝા મસ્જિદની પાછળ, જવીર પઠાણના મકાનમાં, માંજલપુર, વડોદરા)

૯. મેહતાબ કેસરઅલી સૈયદ (ઉં.વ. ૨૫, રહે. મ.નં. ૧૩, કૃષ્ણધામ સોસાયટી, જી.આઇ.ડી.સી. કોલોની પાસે, માંજલપુર, વડોદરા)

૧૦. મોહમદ હનીફ હસરૂદ્દીન શેખ (ઉં.વ. ૫૮, રહે. કાશીબાનગર, રઝા મસ્જિદની પાછળ, ઇસ્તખાર પઠાણના મકાનમાં, બેંક ઓફ બરોડાની સામે, માંજલપુર, વડોદરા)

🚨કબજે કરાયેલો મુદ્દામાલ:

માંજલપુર પોલીસે જુગારના અડ્ડા પરથી દરોડા દરમિયાન નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે:

  • અંગઝડતીના રોકડા રૂપિયા: ₹૨૨,૦૦૦/-
  • જમીનદાવના રોકડા રૂપિયા: ₹૩,૩૦૦/-
  • મોબાઈલ ફોન નંગ-૦૬: (કુલ કિંમત ₹૪૪,૦૦૦/-)
  • પત્તા-પાના નંગ-૫૨
  • કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા: ૬૯,૩૦૦/-

👮માંજલપુર પોલીસે તમામ ૧૦ આરોપીઓ સામે જુગાર ધારા અન્વયે ગુનો રજીસ્ટર કરી, તમામની અટકાયત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Continue Reading
Savli1 day ago

વડોદરાના મંજુસરમાં ખાખીના ખોફ વગર દારૂ-જુગારની મહેફિલ: આસોજ ગામની ભાગોળે ખુલ્લેઆમ ચાલતા અડ્ડાનો વીડિયો વાયરલ

Dabhoi1 day ago

“સામાન્ય નાગરિક માટે આટલી ઝડપી કાર્યવાહી ક્યારે?”: VVIP કાફલા માટે અધિકારી સસ્પેન્ડ થતાં ડભોઇમાં તીવ્ર ચર્ચા

Vadodara2 days ago

જૂના એર વાલ્વ બદલવા અને ભાયલી બ્રિજ પાસે પાણીની લાઈન ખસેડવા ઉંચા ભાવ મંજૂર કરવા કવાયત; ઇજારદારોએ 13 થી 17 ટકા વધુ ભાવ ભર્યા

Vadodara2 days ago

વડોદરા રેલવે સ્ટેશન પર કરુણ દ્રશ્યો: અમદાવાદ લઈ જવાના બહાને પતિ ૩ મહિનાની બાળકી અને પત્નીને છોડી ફરાર

Vadodara2 days ago

શું સન્માન માત્ર સરકારી કાર્યક્રમો પૂરતું મર્યાદિત?‘હર ઘર તિરંગા’ અભિયાન માત્ર દેખાડા પૂરતું?રાષ્ટ્રધ્વજના વિતરણ બાદ જાળવણી મુદ્દે પાલિકાની ઘોર બેદરકારી ઉઘાડી પડી

Vadodara2 days ago

વડોદરામાં પીએમ આવાસ યોજનામાં મોટું કૌભાંડ: ભાજપ નેતાના પુત્ર અને તેની ટોળકીએ દુકાન અપાવવાના નામે આચરી રૂ. 9.05 લાખની ઠગાઈ

Vadodara3 days ago

વડોદરા પાલિકામાં 5 વર્ષ જૂના પ્રોજેક્ટ્સ પર ફેરવાશે કલમ! બજેટમાંથી બિનજરૂરી ખર્ચ ઘટાડવા તંત્ર સક્રિય

Vadodara3 days ago

એક મહિનાનો બાકી પગાર મેળવવા પહોચેલા કર્મચારીને કંપની માંથી ધક્કા મારીને કાઢી મુકતા માંજલપુર પોલીસ મથકમાં થઇ અરજી

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech1 year ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech1 year ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara3 days ago

એક મહિનાનો બાકી પગાર મેળવવા પહોચેલા કર્મચારીને કંપની માંથી ધક્કા મારીને કાઢી મુકતા માંજલપુર પોલીસ મથકમાં થઇ અરજી

Gujarat1 month ago

અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

Gujarat1 month ago

આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

Vadodara2 months ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur3 months ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara3 months ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara3 months ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara3 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Trending