Connect with us

Vadodara

વડોદરાના વકીલો મેદાનમાં: હાઈકોર્ટના ‘ફોન્ટ’ પરિપત્ર સામે બાયો ચઢાવી,આજથી બે દિવસ કામકાજ થી અલિપ્ત રહેવાનો નિર્ણય!

Published

on

વડોદરાના ન્યાય મંદિર કોર્ટ સંકુલમાં આજે વકીલોનો રોષ જોવા મળ્યો છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા એક પરિપત્રને કારણે વડોદરાના વકીલોએ આજથી બે દિવસ એટલે કે ૨ જાન્યુઆરી અને ૩ જાન્યુઆરી સુધી કોર્ટની કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો અને હડતાળ પર જવાનો મહત્વનો નિર્ણય લીધો છે.

વડોદરા વકીલ મંડળના પ્રમુખ હસમુખ કે. ભટ્ટના અધ્યક્ષ સ્થાને મળેલી કારોબારી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. વિવાદનું મુખ્ય કારણ ગુજરાત હાઈકોર્ટનો પરિપત્ર નંબર સી-2002/2025 છે. આ પરિપત્ર મુજબ, હવેથી કોર્ટમાં તમામ કેસો માટે ચોક્કસ ફોન્ટ્સ જેવા કે લોહીત ગુજરાતી, નોટો સેરીફ અને નોટો સન્સ ગુજરાતી (સાઈઝ-12) ફરજિયાત કરવામાં આવ્યા છે.

વકીલ મંડળનો આક્ષેપ છે કે, વર્ષોથી સ્થાનિક સ્તરે શ્રુતિ, સુલેખ અને ગુગલ ઈન્ડિક જેવા ફોન્ટ્સનો ઉપયોગ થઈ રહ્યો છે. હાઈકોર્ટે સૂચવેલા નવા ફોન્ટ્સ હાલમાં સ્થાનિક બારમાં કાર્યરત નથી. ૧ જાન્યુઆરી ૨૦૨૬થી આ નિયમ લાગુ થતાની સાથે જ ડિસ્ટ્રિક્ટ કોર્ટે ફાઈલિંગ સ્વીકારવાનું બંધ કરી દીધું છે, જેના કારણે અનેક વકીલો અને અસીલો મુશ્કેલીમાં મુકાયા છે.

🧐 વકીલ મંડળની માંગણીઓ

વકીલ મંડળે પોતાની માંગણીઓ સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે:

  • જૂના ફોન્ટ્સમાં કરવામાં આવેલું ફાઈલિંગ હાલ સ્વીકારવામાં આવે.
  • નવા ફોન્ટ્સ લાગુ કરતા પહેલા વકીલોને ટ્રેનિંગ આપવામાં આવે.
  • આ પ્રક્રિયાને સંપૂર્ણ રીતે લાગુ કરવા માટે ઓછામાં ઓછો ત્રણ મહિનાનો સમય આપવામાં આવે.

વડોદરા બાર એસોસિએશને ચીમકી ઉચ્ચારી છે કે જો આ માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં કામકાજથી અલિપ્ત રહેવાનો સમય વધારી શકાય છે. વકીલોની આ હડતાળને કારણે કોર્ટમાં હજારો કેસોની સુનાવણી ખોરંભે પડે તેવી શક્યતા છે.

Continue Reading
Vadodara12 minutes ago

વડોદરા: ક્રાઈમ બ્રાન્ચનો સપાટો; નડીયાદમાં ઘરફોડ ચોરી કરનાર તાંદલજાનો રીઢો તસ્કર નિહાલ બારોટ ઝડપાયો

Savli38 minutes ago

સાવલીના પરથમપુરા ગામમાં હાહાકાર: ગેસ વિસ્ફોટમાં 2 વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી; પોલીસ ઘટનાસ્થળે

Vadodara1 hour ago

વડોદરા: પાણીગેટમાં બંધ મકાનનું તાળું તોડનાર તસ્કર ઝડપાયો; પોલીસે ₹1.68 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો

Vadodara2 hours ago

જવાબદાર કોણ? ગોત્રી GMERS માં ચેકિંગ વગર બીજાનું લોહી ચઢાવી દેવાતા હંગામો; પરિણીતાની હાલત ગંભીર

Savli18 hours ago

ગરીબોના અનાજ પર કોની તરાપ? સાવલીના રાણીયા ગામમાં 8 મહિનાથી રાશન ગાયબ; દુકાનદારની દાદાગીરીથી ગ્રામજનોમાં રોષ

Chhotaudaipur18 hours ago

છોટાઉદેપુરમાં ચૂંટણી પછીનું ‘યુદ્ધ’: ધમોડી ગામમાં રોડ તોડફોડ અને સભ્યોના ખરીદ-વેચાણની આશંકાએ રાજકારણ ગરમાયું

National20 hours ago

બંગાળમાં ચૂંટણી બાદ ‘મહાભારત’: 15 બૂથ પર આવતીકાલે ફેર મતદાન; મધરાતે મમતા બેનર્જીએ જાતે કરી EVMની રખવાળી!

International23 hours ago

કેનેડા : નોવા સ્કોટિયામાં PR મેળવવું બનશે પડકારજનક; EOI પ્રોફાઇલ માટે 1 વર્ષની લિમિટ નક્કી

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech7 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact7 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech6 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara2 hours ago

જવાબદાર કોણ? ગોત્રી GMERS માં ચેકિંગ વગર બીજાનું લોહી ચઢાવી દેવાતા હંગામો; પરિણીતાની હાલત ગંભીર

Vadodara3 days ago

SSG ની શરમજનક બેદરકારી: કોલ્ડ રૂમમાં કોહવાયેલી હાલતમાં મળ્યો મૃતદેહ; મૃતદેહની અદલાબદલી થતાં પરિવારનો આક્રોશ

Vadodara5 days ago

વડોદરામાં લોકશાહીની કસોટી: ઉમેદવારનો જ વોટ ‘ગાયબ’! વોર્ડ-11માં બોગસ વોટિંગના આક્ષેપ સાથે રી-ઈલેક્શનની માંગ

Vadodara7 days ago

વડોદરા: પી.સી.બી.નો સપાટો; લાંબા સમયથી ફરાર પ્રોહિબિશનના બે કુખ્યાત બુટલેગરો ઝડપાયા

Gujarat2 weeks ago

સુરતના ઉધના સ્ટેશન પર મોતની દોટ: 3 કિમી લાંબી લાઈન, પાણી માટે લૂંટાલૂંટ અને પોલીસનો લાઠીચાર્જ

Vadodara3 weeks ago

રાજકારણમાં પરિપક્વતા શું?, ભૂતકાળમાં થયેલી ભૂલો સ્વીકારીને સુધારવાના પ્રયત્ન કરવા,કે સ્વીકારવું જ નહીં?

Savli3 weeks ago

રહસ્યમય કંકાલ: સાવલી પોલીસ મુવાલ સીમમાં દોડી, FSL ની મદદથી ઓળખવિધિની તજવીજ

Vadodara3 weeks ago

અભદ્ર કોમેન્ટ અને પોલીસ કેસ: વડોદરાની પાંચ મહિલાઓએ વિકૃત યુવકને ભણાવ્યો કાયદાનો પાઠ

Trending