Connect with us

Vadodara

વડોદરા: ડિજિટલ એરેસ્ટના નામે ખૌફનાક છેતરપિંડી, સિનિયર સિટીઝન મહિલાએ ₹1.82 કરોડ ગુમાવ્યા

Published

on

વડોદરા:સરકાર અને પોલીસ દ્વારા વારંવાર ચેતવણી આપવા છતાં ‘ડિજિટલ એરેસ્ટ’ની જાળમાં વધુ એક ભોગ બનનારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના ભૂતડી ઝાપા વિસ્તારમાં રહેતા એક વૃદ્ધાને સાયબર ઠગોએ આતંકવાદી કનેક્શનનો ડર બતાવી તેમની આખી જિંદગીની મૂડી પડાવી લીધી છે.

કેવી રીતે શરૂ થઈ ઠગાઈ?

ગત 4 ડિસેમ્બરે મહિલા પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ઠગે જણાવ્યું કે, “તમારા આધાર કાર્ડ પર બીજું સિમ કાર્ડ લેવાયું છે અને તેનાથી 39 ગંભીર કેસ થયા છે.” ડરેલી મહિલાને આ વાત સાચી લાગે તે માટે ઠગે કોલ કોલાબા પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કર્યો હતો.

👮નકલી પોલીસ સ્ટેશન અને નકલી પીઆઈ

મહિલાને વીડિયો કોલ કરવામાં આવ્યો હતો, જેમાં સામે છેડે સંદીપ રાવ નામનો શખ્સ પોલીસ યુનિફોર્મમાં હતો. તેની પાછળ પોલીસનો લોગો અને ઓફિસ જેવો જ માહોલ હતો.

📌 તેણે જણાવ્યું કે:

  • કેનેરા બેંકમાં મહિલાના નામે ખોટું એકાઉન્ટ ખુલ્યું છે.
  • પુરાવા તરીકે વોટ્સએપ પર નકલી સ્ટેટમેન્ટ અને એટીએમ કાર્ડ પણ મોકલ્યા.
  • સુપ્રીમ કોર્ટની નકલી નોટિસ મોકલી ડરનો માહોલ ઉભો કર્યો.

“આતંકવાદી સાલેમ સાથે કનેક્શન છે” કહી ‘હોમ એરેસ્ટ’ કર્યા

ઠગોએ હદ વટાવી દેતા મહિલાને જણાવ્યું કે, “મુંબઈના આતંકવાદીએ તમારા ખાતામાં 243 કરોડના ટ્રાન્ઝેક્શન કર્યા છે. આ રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો છે એટલે તમને ડિજિટલ હોમ એરેસ્ટ કરવામાં આવે છે.” મહિલા ક્યાં જાય છે, કોને મળે છે તેની પળેપળની વિગત ઠગો મેળવતા હતા અને વિદેશમાં રહેતી તેમની બહેન પણ હેરાન થશે તેવી ધમકીઓ આપતા હતા.

₹1.82 કરોડ ટ્રાન્સફર કર્યા, છેલ્લી FD પર ભાંડો ફૂટ્યો

તપાસના નામે ઠગોએ મહિલાની તમામ બચત અને એફડી (FD) ના નાણાં આરબીઆઈના સુરક્ષિત ખાતામાં ટ્રાન્સફર કરવાનું કહ્યું. મહિલાએ વિશ્વાસમાં આવીને કટકે કટકે રૂ. 1.82 કરોડ ટ્રાન્સફર કરી દીધા. જોકે, જ્યારે ઠગોએ વધુ એક એફડી તોડવા જીદ કરી ત્યારે મહિલાએ ‘લોકિંગ પીરિયડ’ હોવાનું કહી ઇનકાર કર્યો. ઠગોના સતત દબાણને લીધે મહિલાએ તેના ભાઈને વાત કરી અને અંતે સમગ્ર છેતરપિંડીનો પર્દાફાશ થયો.

વડોદરા સાયબર સેલે આ મામલે ગુનો નોંધી, નાણાં જે બેંક ખાતાઓમાં ટ્રાન્સફર થયા છે તેના આધારે તપાસ તેજ કરી છે.

🫵યાદ રાખો:

  • પોલીસ કે કોઈ પણ સરકારી એજન્સી વીડિયો કોલ પર કોઈની ધરપકડ કરતી નથી.
  • ક્યારેય પણ ફોન પર નાણાં ટ્રાન્સફર કરવાની માગણી કરવામાં આવતી નથી.
  • જો તમારી સાથે આવું થાય, તો તુરંત 1930 પર કોલ કરો અથવા સાયબર પોલીસનો સંપર્ક કરો.

Continue Reading
Vadodara21 hours ago

તંત્ર સફાળું જાગ્યું: DEO કચેરી દ્વારા તમામ શાળાઓને ફરજિયાત ઈલેક્ટ્રિકલ સેફટી ઓડિટ કરાવી સર્ટિફિકેટ રજૂ કરવા કડક આદેશ

Vadodara3 days ago

વડોદરાના ગોરવા વિસ્તારમાં ચકચાર: મધુનગર બ્રિજ નીચે રેલવે ફાટક પાસેથી યુવકનો બે ટુકડા થયેલો શંકાસ્પદ શવ મળ્યો

Chhotaudaipur4 days ago

છોટા ઉદેપુર જિલ્લા કક્ષાની 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી: સંખેડા ખાતે મંત્રી મનીષાબેન વકીલના હસ્તે શાનદાર ધ્વજવંદન

Vadodara5 days ago

વડોદરામાં ડૉ. બાબાસાહેબ આંબેડકર સંકલ્પભૂમિ સ્મારકનું કામ આખરી તબક્કામાં: નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કરી સ્થળ સમીક્ષા

Vadodara5 days ago

વડોદરામાં વિઝા કૌભાંડનો પર્દાફાશ: કેનેડામાં રેસ્ટોરન્ટમાં નોકરી અપાવવાની લાલચ આપી યુવક સાથે રૂ. 1.10 લાખની ઠગાઈ

Vadodara5 days ago

“પચાસ લાખ આપશો તો પણ જીવતા … છોડીએ…”: માંજલપુરમાં પરિવારને ઘરમાં ઘુસીને મારી નાખવાની ધમકી આપતા ચકચાર

Madhya Gujarat5 days ago

એક જ પરિવારના ચાર સભ્યો ફૂડ પોઈઝનિંગનો શિકાર: ઝાડા-ઉલટી થતા હોસ્પિટલ ખસેડાયા, વડોદરા SSG માં સારવાર દરમિયાન દમ તોડ્યો

Vadodara5 days ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech11 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact11 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech10 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara5 days ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara2 weeks ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur3 weeks ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara3 weeks ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara4 weeks ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi4 weeks ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Vadodara1 month ago

વડોદરાને આધુનિક ભેટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રતાપનગર રેલવે સ્ટેશનનું લોકાર્પણ, અમૃત ભારત યોજનાને મળી ગતિ!

Vadodara1 month ago

વડોદરામાં નબીરાઓની દાદાગીરી : બ્લેક ફિલ્મવાળી કારે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, રિતુ રાજ સિંહનું મોત

Trending