Connect with us

Vadodara

વડોદરા: જાણીતા ગેસ્ટ્રો સર્જન સાથે દુબઈ ટૂરના નામે લાખોની છેતરપિંડી; હોટલ બુકિંગના નામે પિતા-પુત્રએ ખંખેર્યા લાખો રૂપિયા

Published

on

  • ડોક્ટર બન્યા શિકાર: કલાલીના ડો. મેહુલ અગ્રાવત સાથે દુબઈ પ્રવાસમાં છેતરપિંડી; અટલાદરા પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ.
  • ઠગાઈની મોડસ ઓપરેન્ડી: હોટલ બુકિંગ અને સાઈટ સીન ધરાવતી ‘ફ્લાય 24 ટૂરિઝમ’ના નામે 2.78 લાખનું આપ્યું હતું કોટેશન.
  • વિદેશમાં ફસાયા: દુબઈ પહોંચતા જ હોટલ બુકિંગ ન હોવાનું આવ્યું સામે; આરોપીએ કંપનીની ભૂલ બતાવી ફરીથી પડાવ્યા નાણાં.
  • ઓફિસના નામે પણ ઠગાઈ: સેફ્રોન ટાવરમાં ટૂરિઝમની ઓફિસ હોવાનું કહીને પિતા-પુત્રએ આપી હતી ખોટી ઓળખ; તપાસ કરતા નીકળી ઝેરોક્ષની દુકાન.

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં વિદેશ પ્રવાસના નામે છેતરપિંડી કરતી ટોળકીઓ વધુ સક્રિય થઈ હોય તેમ જણાય છે. કલાલી વિસ્તારના જાણીતા ગેસ્ટ્રો સર્જન ડો. મેહુલ અગ્રાવતને દુબઈના પ્રવાસ દરમિયાન પિતા-પુત્રની જોડીએ લાખોનો ચૂનો લગાવ્યો હોવાની ફરિયાદ અટલાદરા પોલીસ મથકે નોંધાઈ છે.

🧐દુબઈ મેચ દરમિયાન થઈ હતી મુલાકાત:

ફરિયાદ મુજબ, વર્ષ 2021માં ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ મેચ જોવા ગયેલા ડોક્ટરની મુલાકાત દુબઈની હયાત હોટલમાં રાજીવભાઈ હસમુખભાઈ પારેખ સાથે થઈ હતી. રાજીવ પારેખે પોતે ટૂરિઝમ વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું જણાવી મિત્રતા કેળવી હતી અને વડોદરાના ફતેગંજ ખાતે ‘ફ્લાય 24 ટૂરિઝમ’ નામની ઓફિસ હોવાનું જણાવ્યું હતું.

👉પુત્રને મળવા જવાનું પડ્યું ભારે:

ડોક્ટરનો પુત્ર દુબઈમાં ઇન્ટર્નશીપ કરતો હોવાથી, તેને મળવા અને ફરવા જવા માટે ડોક્ટરે રાજીવ પારેખનો સંપર્ક કર્યો હતો. હોટલ અને સાઈટ સીનના પેકેજ પેટે 2.76 લાખ રૂપિયા ચૂકવ્યા બાદ ડોક્ટર 19 ડિસેમ્બર 2025ના રોજ દુબઈ પહોંચ્યા હતા. જોકે, ત્યાં પહોંચતા જ તેમને ખબર પડી કે જે હોટલ બતાવવામાં આવી હતી ત્યાં કોઈ બુકિંગ જ નહોતું.

🗣️વિદેશમાં પણ ખંખેર્યા નાણાં:

ડોક્ટરે ફરિયાદ કરતા રાજીવ પારેખ ત્યાં દોડી આવ્યા હતા અને “કંપનીએ છેતરપિંડી કરી છે” તેમ કહીને ફરીથી ડોક્ટર પાસેથી પૈસા લઈ હોટલ બુકિંગ કરાવ્યું હતું. ત્યારબાદ પિતા-પુત્રએ પોતાના ફોન સ્વીચ ઓફ કરી દીધા હતા. ડોક્ટરે પોતાની રીતે વ્યવસ્થા કરી વડોદરા પરત આવી જ્યારે ફતેગંજ સ્થિત ઓફિસે તપાસ કરી ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો હતો. જે ઓફિસનું સરનામું આપવામાં આવ્યું હતું ત્યાં ટૂરિઝમની કોઈ ઓફિસ નહોતી પરંતુ ઝેરોક્ષની દુકાન ચાલતી હતી.

🚨પોલીસ કાર્યવાહી:

અટલાદરા પોલીસે ડો. મેહુલ અગ્રાવતની ફરિયાદના આધારે પિતા-પુત્ર વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી આરોપી રાજીવ પારેખ અને આર્યન પારેખની શોધખોળ હાથ ધરી છે.

🫵વિદેશ પ્રવાસના બુકિંગ સમયે એજન્ટની વિશ્વસનીયતા તપાસવી કેટલી જરૂરી છે તે આ કિસ્સો લાલબત્તી સમાન છે.

Continue Reading
Vadodara5 hours ago

વડોદરા શહેરના સમા વિસ્તારમાં ગાંજાના 1.715 કિલોગ્રામ જથ્થા સાથે એક કુખ્યાત શખ્સની ધરપકડ

Vadodara7 hours ago

વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: શિક્ષિકા બહાર જતાં જ 17 વર્ષના સગીર ભાઈએ રૂમ બંધ કરી 10 વર્ષની બાળકીની કરી છેડતી

Vadodara9 hours ago

વડોદરામાં જનતાનો રોષ સાતમા આસમાને પ્રિ-મોન્સુન કામગીરીની પોલ: પાલિકાએ “સાવધાન વડોદરા”ના બોર્ડ લગાવી સંતોષ માન્યો

Vadodara10 hours ago

તરસાલીમાં ઉગ્ર વિરોધ: મૂળભૂત સુવિધાઓના અભાવે 200 થી 300 રહેવાસીઓએ બિલ્ડરની ઓફિસનો કર્યો ઘેરાવ

Vadodara10 hours ago

વડોદરામાં અચાનક મોત: ગોરવા-સમતાની સોસાયટીમાં એકલા રહેતા વડીલનું જમ્યા બાદ શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ

Waghodia12 hours ago

વિકસિત ગુજરાતની વાસ્તવિકતા: વાઘોડિયાના ખોયા ગામમાં કાદવ-કીચડ અને ભરાયેલા પાણીમાંથી કાઢવી પડી અંતિમયાત્રા

Vadodara17 hours ago

શહેરના શરાબના નશામાં અકસ્માત કરતા નબીરાઓ પર ક્યારે લગામ લાગશે?,આજવા રોડ પર સર્જાયેલા અકસ્માતે વધુ સવાલો ઉભા કર્યા

International1 day ago

સતત બીજી ઘટના : યુક્રેનમાં ભારતીય જહાજ પર હુમલો: 2 નાવિકો સુરક્ષિત, 2 ગુમ નાગરિકોની શોધખોળ ચાલુ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech10 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact10 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech9 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara5 days ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi5 days ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Vadodara1 week ago

વડોદરાને આધુનિક ભેટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રતાપનગર રેલવે સ્ટેશનનું લોકાર્પણ, અમૃત ભારત યોજનાને મળી ગતિ!

Vadodara2 weeks ago

વડોદરામાં નબીરાઓની દાદાગીરી : બ્લેક ફિલ્મવાળી કારે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, રિતુ રાજ સિંહનું મોત

Karjan-Shinor2 weeks ago

જમીન ગીરવે મૂકી ખેડૂતે ઉછીના પૈસા ભેગા કર્યા, પણ હાથમાં આવ્યા નકલી દાગીના: ઠગ ટોળકી સામે ફરિયાદ

Vadodara2 weeks ago

કિશનવાડીમાં હત્યાકાંડ ‘આરોપી નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં લઈએ’, પરિવારની ઉગ્ર માંગ સાથે સયાજી હોસ્પિટલમાં ભારે તણાવ

Vadodara2 weeks ago

ગંભીર અકસ્માત: ઓવરસ્પીડ i20 કારની ટક્કરથી બે લોકો ગંભીર ઈજાગ્રસ્ત, કારચાલક ફરાર

Padra2 weeks ago

પાદરા કેનાલ હત્યા કેસ: SSG હોસ્પિટલના કર્મચારીની કરપીણ હત્યાનો ભેદ ઉકેલાયો, સિક્યુરિટી ગાર્ડ સહિત બેની અટકાયત

Trending