Connect with us

Vadodara

વડોદરા ક્રાઇમ: 15 દિવસ પહેલા ઉતારેલો 40 લાખનો વીમો બન્યો હત્યાનું કારણ, પોલીસે બંને હત્યારાઓને ઝડપી પાડ્યા

Published

on

🔪 વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતી એક યુવતીની ગળે ટૂંપો દઈને કરાયેલી હત્યાનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં જ ઉકેલી નાખ્યો છે. આ હત્યામાં મૃતક યુવતીની સગી મોટી બહેન અને તેના પુરુષ મિત્રની સંડોવણી ખુલી છે. હત્યાનું મુખ્ય કારણ મૃતક યુવતીનો રૂપિયા 40 લાખનો વીમો હતો, જેમાં મોટી બહેનનું નામ વારસદાર તરીકે લખાવવામાં આવ્યું હતું.

💰 હત્યાનું કાવતરું: માત્ર 15 દિવસ પહેલા ઉતાર્યો હતો વીમો

થોડા દિવસો પહેલા અંકોડિયા ગામની સીમમાંથી અજીઝાબાનુ મુસ્તુફાભાઇ દિવાન (રહે. આમ્રપાલી સોસાયટી, ગોરવા)ની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.

  • સીસીટીવી આધારે પકડાયા: પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ કરતાં અજીઝાબાનુ બનાવના દિવસે એક ટુ-વ્હીલર પર જતી જોવા મળી હતી. મોપેડના નંબરના આધારે પોલીસે ટુ-વ્હીલરના ચાલક રમીઝ રાજા હનિફભાઇ શેખ (રહે. ગોરવા)ને ઝડપી પાડ્યો હતો.
  • સંડોવણીનો ખુલાસો: પૂછપરછમાં રમીઝે ચોંકાવનારો ખુલાસો કર્યો કે તેણે મરનાર અજીઝાબાનુની મોટી બહેન ફીરોજાબાનુ ઉર્ફે અનીષા અખ્તરશા દિવાન (રહે. ગોરવા) સાથે મળીને હત્યાનું કાવતરું ઘડ્યું હતું.
  • લાલચ: પોલીસના જણાવ્યા અનુસાર, રમીઝ શેખ અને ફીરોજાબાનુ વચ્ચે છેલ્લા પાંચ વર્ષથી મિત્રતા હતી. આ બંનેએ માત્ર 15 દિવસ અગાઉ જ અજીઝાબાનુનો 40 લાખ રૂપિયાનો વીમો ઉતાર્યો હતો અને તેમાં વારસદાર તરીકે ફીરોજાબાનુનું નામ લખાવ્યું હતું. આ વીમાની રકમ મેળવવાની લાલચે જ બંનેએ મળીને આ ઘૃણાસ્પદ હત્યા કરી હતી.

📍 પોલીસ દ્વારા ઘટનાનું રીકન્સ્ટ્રક્શન
✓હત્યાનો ભેદ ઉકેલાઈ ગયા બાદ પોલીસ આજે (શુક્રવારે) મુખ્ય આરોપી રમીઝ શેખને લઈને ઘટનાના સ્થળોએ પહોંચી હતી.
✓ ગોરવા ખાતે જ્યાંથી ઘટના શરૂ થઈ હતી, ત્યાંથી લઈને અંકોડીયા ગામની સીમમાં જ્યાં લાશ ફેંકવામાં આવી હતી, ત્યાં સુધી પોલીસ દ્વારા હત્યાનું રીકન્સ્ટ્રક્શન (ઘટનાનું પુનરાવર્તન) કરવામાં આવ્યું હતું. પોલીસની આ કાર્યવાહી જોવા માટે ઘટનાસ્થળો પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Continue Reading
Vadodara4 hours ago

વડોદરા: જરોદના ભાણિયાર ગામે જૈન દેરાસરને નિશાન બનાવતા બુકાનીધારી તસ્કરો, 1.30 લાખની મત્તા સાફ

Vadodara4 hours ago

તરસાલીમાં સાઇકલ ફેરવવા જેવી નજીવી બાબતે પાડોશીઓ વચ્ચે લોહીયાળ જંગ: મકરપુરા પોલીસે 6 આરોપીઓને દબોચ્યા

Vadodara4 hours ago

વડોદરા: મહાશિવરાત્રીના પર્વે ‘શિવજી કી સવારી’ની તડામાર તૈયારીઓ, વહીવટી તંત્ર દ્વારા સુરસાગરની મુલાકાત

Vadodara6 hours ago

ચેતજો! ટ્રેડિંગમાં 29 લાખનો નફો જોઈ વડોદરાના યુવાને 20 લાખ ગુમાવ્યા, ‘Hi’ મેસેજથી થઈ હતી ઠગાઈની શરૂઆત.

Vadodara8 hours ago

ઓપરેશન પરાક્રમ: વડોદરા LCBએ T-20 વર્લ્ડ કપ પર સટ્ટો રમાડતા મહેસાણા-ગોધરાના શખ્સોને દબોચ્યા.

Gujarat8 hours ago

ગુજરાત AAPમાં મોટું ભંગાણ: દિગ્ગજ ખેડૂત નેતા રાજુ કરપડાનો પક્ષને ‘રામ-રામ’

Madhya Gujarat9 hours ago

અમદાવાદના સુખરામનગરમાં ક્વાર્ટર્સની ગેલેરી તૂટી, 15થી 20 લોકો ફસાયા, બચાવ કામગીરી ચાલુ.

Vadodara11 hours ago

સનફાર્મા રોડ પર ગુંડાગીરી:રૂપિયાની લેતી-દેતીમાં ફર્નિચરના વેપારી પર ચાર શખ્સોનો જીવલેણ હુમલો

Vadodara1 year ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara1 year ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact5 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech4 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

International1 year ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Savli2 years ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Vadodara2 months ago

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ: નશામાં ધૂત કાર ચાલકે બુલેટ સવારને અડફેટમાં લીધો, મેનેજર ઘાયલ

Gujarat3 months ago

ગુજરાત દારૂબંધી વિવાદ વચ્ચે હર્ષ સંઘવી પર જૂની પોલીસ ફરિયાદ અને ધમકીની ફરિયાદો ચર્ચામાં આવી

Vadodara3 months ago

“મોસાળમાં જમણવાર અને માઁ પીરસનાર” : રસિકભાઈના પેવરબ્લોકની માંગ વધી,માણીતા ઇજારદારોને ઘીકેળાં?

Vadodara3 months ago

એક જીદના કારણે નંદેસરીના કેમિકલ ઉદ્યોગો મરણપથારીએ!, બ્રીજનું કામ કરતો ઈજારદાર પણ કામ છોડી જતો રહ્યો

Vadodara3 months ago

વડોદરા નજીક બુલેટ ટ્રેન સાઇટે 9.5 ફૂટનો મગર ફસાયો, ક્રેઈનથી થયું રેસ્ક્યુ ઓપરેશન

National3 months ago

Live : વોટ ચોરી પર રાહુલ ગાંધીની વધુ એક પ્રેસ કોન્ફરન્સ — શું આજે ‘Hydrogen Bomb’ ફોડાશે?

Savli3 months ago

દારૂ બંધ કરાવવા ગયા અને દૂધ બંધ થઇ ગયું !, ગામની ભલાઈ કરવા જતા સરપંચ જૂથનો થયો સામાજીક બહિષ્કાર !

Gujarat4 months ago

કાગળ પરની દારૂબંધી! અમદાવાદના પોશ વિસ્તારમાં રેવ પાર્ટી પર પોલીસનો દરોડો

Trending