🔪 વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતી એક યુવતીની ગળે ટૂંપો દઈને કરાયેલી હત્યાનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં જ ઉકેલી નાખ્યો છે. આ હત્યામાં મૃતક યુવતીની સગી મોટી બહેન અને તેના પુરુષ મિત્રની સંડોવણી ખુલી છે. હત્યાનું મુખ્ય કારણ મૃતક યુવતીનો રૂપિયા 40 લાખનો વીમો હતો, જેમાં મોટી બહેનનું નામ વારસદાર તરીકે લખાવવામાં આવ્યું હતું.
💰 હત્યાનું કાવતરું: માત્ર 15 દિવસ પહેલા ઉતાર્યો હતો વીમો
થોડા દિવસો પહેલા અંકોડિયા ગામની સીમમાંથી અજીઝાબાનુ મુસ્તુફાભાઇ દિવાન (રહે. આમ્રપાલી સોસાયટી, ગોરવા)ની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.
સીસીટીવી આધારે પકડાયા: પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ કરતાં અજીઝાબાનુ બનાવના દિવસે એક ટુ-વ્હીલર પર જતી જોવા મળી હતી. મોપેડના નંબરના આધારે પોલીસે ટુ-વ્હીલરના ચાલક રમીઝ રાજા હનિફભાઇ શેખ (રહે. ગોરવા)ને ઝડપી પાડ્યો હતો.
સંડોવણીનો ખુલાસો: પૂછપરછમાં રમીઝે ચોંકાવનારો ખુલાસો કર્યો કે તેણે મરનાર અજીઝાબાનુની મોટી બહેન ફીરોજાબાનુ ઉર્ફે અનીષા અખ્તરશા દિવાન (રહે. ગોરવા) સાથે મળીને હત્યાનું કાવતરું ઘડ્યું હતું.
લાલચ: પોલીસના જણાવ્યા અનુસાર, રમીઝ શેખ અને ફીરોજાબાનુ વચ્ચે છેલ્લા પાંચ વર્ષથી મિત્રતા હતી. આ બંનેએ માત્ર 15 દિવસ અગાઉ જ અજીઝાબાનુનો 40 લાખ રૂપિયાનો વીમો ઉતાર્યો હતો અને તેમાં વારસદાર તરીકે ફીરોજાબાનુનું નામ લખાવ્યું હતું. આ વીમાની રકમ મેળવવાની લાલચે જ બંનેએ મળીને આ ઘૃણાસ્પદ હત્યા કરી હતી.
📍 પોલીસ દ્વારા ઘટનાનું રીકન્સ્ટ્રક્શન ✓હત્યાનો ભેદ ઉકેલાઈ ગયા બાદ પોલીસ આજે (શુક્રવારે) મુખ્ય આરોપી રમીઝ શેખને લઈને ઘટનાના સ્થળોએ પહોંચી હતી. ✓ ગોરવા ખાતે જ્યાંથી ઘટના શરૂ થઈ હતી, ત્યાંથી લઈને અંકોડીયા ગામની સીમમાં જ્યાં લાશ ફેંકવામાં આવી હતી, ત્યાં સુધી પોલીસ દ્વારા હત્યાનું રીકન્સ્ટ્રક્શન (ઘટનાનું પુનરાવર્તન) કરવામાં આવ્યું હતું. પોલીસની આ કાર્યવાહી જોવા માટે ઘટનાસ્થળો પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.