Connect with us

Vadodara

વડોદરા: ક્રાઈમ બ્રાન્ચનો સપાટો; 10 વાહન ચોરીમાં પકડાયેલો અને ‘પાસા’ હેઠળ જેલ ભોગવી ચૂકેલો રીઢો તસ્કર અનિલ મહીડા ફરી ઝડપાયો

Published

on

  • 7 ગુનાઓ ડીટેક્ટ: ગોરવા, બાપોદ, ફતેહગંજ, માંજલપુર અને સમા પોલીસ સ્ટેશનના વાહન તેમજ ગેસ સિલિન્ડર ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો.
  • પોલો ગ્રાઉન્ડ પાસેથી ધરપકડ: એક્ટિવા પર ચોરીનો ગેસ સિલિન્ડર લઈને પસાર થતા અનિલ મહીડાને પોલીસે રંગેહાથ દબોચ્યો.
  • મુદ્દામાલ જપ્ત: 2 કાળા કલરની હોન્ડા એક્ટિવા, ઈન્ડેન કંપનીના ૫ ગેસ સિલિન્ડર અને મોબાઈલ સહિત કુલ ₹66,000નો માલ કબજે.
  • ચોરીની મોડસ ઓપરેન્ડી: સોસાયટીઓ અને મકાનોના કમ્પાઉન્ડમાં રાખેલા રાંધણ ગેસના બોટલોને નિશાન બનાવતો હતો શાતિર ચોર.

વડોદરા શહેરમાં દિન-પ્રતિદિન બનતા વાહન ચોરીના ગુનાઓ અટકાવવાની અને વાહન ચોરી કરનાર રીઢા ગુનેગારોને ઝડપી પાડવાની પોલીસ કમિશનરની સૂચના હેઠળ ક્રાઈમ બ્રાન્ચની ટીમો સતત પ્રયત્નશીલ હતી. આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને પેટ્રોલીંગ દરમિયાન વડોદરાના એક રીઢા વાહન ચોરને ચોરીની એક્ટિવા અને મકાનોમાંથી ચોરેલા ગેસના સિલિન્ડરો સાથે ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે.

🚨પોલો ગ્રાઉન્ડ પાસે ગોઠવી વોચ:

ક્રાઈમ બ્રાન્ચની ટીમ જ્યારે શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, ત્યારે મળેલી ચોક્કસ માહીતીના આધારે પોલીસે પોલો ગ્રાઉન્ડના ગેટ પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન એક ઇસમ એક્ટિવા પર ગેસનો બોટલ લઈને પસાર થઈ રહ્યો હતો, જેને પોલીસે રોકીને પૂછપરછ કરી હતી. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ ઇસમ અગાઉ વાહન ચોરીના અનેક ગુનામાં પકડાઈ ચૂક્યો છે. પોલીસે તેની પાસે એક્ટિવા અને ગેસના સિલિન્ડરના બિલ કે આધાર-પુરાવા માંગતા તે રજૂ કરી શક્યો નહોતો.

🧐ઝડપાયેલ આરોપીનું નામ:

  • અનિલ દેવજીભાઈ મહીડા (રહે. જાનકીધામ સોસાયટી, સમા કેનાલ રોડ, છાણી, વડોદરા).

🗣️એક માસમાં આચરેલા 7 ગુનાઓની કબૂલાત:

પોલીસે આરોપી અનિલ મહીડાની કડક અને સઘન પૂછપરછ કરતા તેણે આર્થિક ફાયદા માટે છેલ્લા એક માસ દરમિયાન વડોદરા શહેરના જુદા-જુદા વિસ્તારોમાંથી 3 ટુ-વ્હીલર (એક્ટિવા-2 અને જ્યુપીટર-1) ની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આ ઉપરાંત, તેણે સમા, માંજલપુર અને ફતેહગંજ વિસ્તારમાં મકાનોના કમ્પાઉન્ડમાં રાખેલા ઈન્ડેન કંપનીના કુલ 5 ગેસના બોટલ (સિલિન્ડર) ચોરી કર્યા હોવાનું પણ સ્વીકાર્યું હતું.

💰કબજે કરેલ મુદ્દામાલ (કુલ કિંમત ₹66,000):

1. કાળા કલરની હોન્ડા એક્ટિવા મોપેડ કિંમત ₹25,000

2. કાળા કલરની હોન્ડા એક્ટિવા મોપેડ કિંમત ₹20,000

3. ઈન્ડેન ગેસ બોટલ (સિલિન્ડર) કુલ નંગ-5કિંમત ₹20,000

4. ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન કિંમત ₹1,000

👮કયા-કયા પોલીસ સ્ટેશનના ગુના ઉકેલાયા?

આરોપીની ધરપકડથી વડોદરા શહેરના કુલ 7 અનડીટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે:

  • ગોરવા પોલીસ સ્ટેશન: 1 ગુનો (એક્ટિવા ચોરી).
  • બાપોદ પોલીસ સ્ટેશન: 1 ગુનો (એક્ટિવા ચોરી).
  • ફતેહગંજ પોલીસ સ્ટેશન: કુલ 2 ગુના (1 જ્યુપીટર ચોરી અને 1 ગેસ સિલિન્ડર ચોરી).
  • માંજલપુર પોલીસ સ્ટેશન: 1 ગુનો (ગેસ સિલિન્ડર ચોરી).
  • સમા પોલીસ સ્ટેશન: 2 નોન-કોગ્નિઝેબલ (NC) ગુના (ગેસ સિલિન્ડર ચોરી).

👉અગાઉ 10 ગુનાનો ઈતિહાસ અને રાજકોટ જેલમાં પાસા:

પકડાયેલો આરોપી અનિલ મહીડા રીઢો અને રીપીટર ગુનેગાર છે. તે અગાઉ વડોદરા શહેરના સયાજીગંજ, હરણી, માંજલપુર, ફતેહગંજ અને વારસીયા પોલીસ સ્ટેશનમાં કુલ 10 જેટલા વાહન ચોરીના ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે. આ અગાઉ તેની સતત ગુનાહિત પ્રવૃત્તિઓને કારણે તેને ‘પાસા’ (PASA) હેઠળ રાજકોટ જેલમાં પણ મોકલવામાં આવ્યો હતો.

​ક્રાઈમ બ્રાન્ચે તમામ મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી માટે આરોપી તેમજ મુદ્દામાલને સંબંધિત પોલીસ સ્ટેશનોને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

Continue Reading
Vadodara4 hours ago

પાણીગેટમાં વગર પરવાનગીના ચકડોળ માટે પંડાલ બાંધનાર 4 શખસો પોલીસ પકડમાં: સામગ્રી જપ્ત

Vadodara2 days ago

વડોદરામાં ગમખ્વાર અકસ્માત: માણેજા ક્રોસિંગ પાસે એસ.ટી. બસે એક્ટિવા સવાર યુવકને અડફેટે લેતા કરુણ મો*ત

Vadodara2 days ago

વડોદરામાં હની ટ્રેપ અને ડ્રગ્સ કેસની ધમકીનો પર્દાફાશ: લિફ્ટ આપનાર વૃદ્ધ પાસેથી 3.35 લાખ પડાવી લીધા

Vadodara2 days ago

વડોદરામાં કરોડોની જમીનનું મસમોટું કૌભાંડ: મૃતક ખેડૂતની જગ્યાએ ડમી શખ્સને ઊભો કરી બોગસ દસ્તાવેજો બનાવ્યા

Vadodara3 days ago

જન્માષ્ટમીની ઉજવણીની પોલીસ પરવાનગી હોવા છતાંય વિફરેલા PSIએ આયોજકોને અપશબ્દો ભાંડી DJ સળગાવી દેવાની ધમકી આપી!

International3 days ago

દુનિયાને જોવાની રીતમાં મોટો બદલાવ: સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ નવા વર્લ્ડ મેપના પ્રસ્તાવને બહુમતીથી અપનાવ્યો

Vadodara3 days ago

વડોદરામાં હ*ત્યા કેસની સાક્ષી મહિલા પર અત્યાચાર; કેસ પાછો નહીં ખેંચે તો પતિ જેવી જ હાલત કરવાની ધમકી મળતા પોલીસ રક્ષણની માંગ

Vadodara3 days ago

વડોદરામાં સાયબર ઠગાઈનો નવો કિમીયો: નકલી ઈ-ચલણ APK ફાઈલ મોકલી પાલિકાના ઇજનેર સાથે છેતરપિંડી

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech11 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact12 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech11 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Chhotaudaipur2 weeks ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara3 weeks ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara4 weeks ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara1 month ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur1 month ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara1 month ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara2 months ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi2 months ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Trending