Connect with us

Vadodara

વડોદરા ક્રાઇમ બ્રાન્ચનો સપાટો: વિદેશી સ્ટેરોઇડ્સ અને હોર્મોન ઇન્જેક્શનનો જથ્થો ઝડપાયો.

Published

on

માંજલપુરમાં ‘મસલ ગેઈન’ના નામે સ્વાસ્થ્ય સાથે ખતરનાક ચેડાં, લાખોના પ્રતિબંધિત ઇન્જેક્શન ઝડપાયા

  • માંજલપુરના ‘સિદ્ધિ ન્યુટ્રીશિયન’ સ્ટોર પર દરોડો, અમીષ કોરીની ધરપકડ.
  • રશિયા અને ઓસ્ટ્રેલિયાથી મગાવાતી હતી પ્રતિબંધિત દવાઓ, કોઈ પણ બિલ વગર થતું હતું વેચાણ.
  • મસલ ગેઇન કરવાની લાલચ આપી યુવાનોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતું નેટવર્ક ઝડપાયું.

વડોદરામાં બોડી બિલ્ડિંગના શોખીન યુવાનો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ટૂંકા સમયમાં કસરત વગર મસલ બનાવવાની ઘેલછા રાખતા યુવાનોને શારીરિક રીતે નુકસાન પહોંચાડતા કાળા કારોબારનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. માંજલપુર વિસ્તારમાં ચાલતી એક ન્યુટ્રીશિયન શોપમાંથી લાખો રૂપિયાની પ્રતિબંધિત દવાઓ જપ્ત કરવામાં આવી છે.

👉કબજે કરવામાં આવેલ મુદ્દામાલ 👇

વડોદરા ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે માંજલપુર તુલસીધામ ચાર રસ્તા પાસે આવેલા ‘દેવ પુષ્પ કોમ્પ્લેક્સ’ માં ‘સિદ્ધિ ન્યુટ્રીશિયન’ નામની દુકાનમાં ગેરકાયદે શક્તિવર્ધક દવાઓ વેચાઈ રહી છે. આ બાતમીના આધારે ટીમે દરોડો પાડતા દુકાન માલિક અમીષ અશોકકુમાર કોરી ની ધરપકડ કરવામાં આવી છે.

તપાસ દરમિયાન દુકાનમાંથી રશિયા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાંથી આયાત કરેલી સ્ટેરોઇડ ટેબ્લેટ્સ અને ટેસ્ટોસ્ટેરોન હાર્મોન ઇન્જેક્શનનો મોટો જથ્થો મળી આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે જ્યારે આ દવાઓના બિલ કે તબીબી પ્રિસ્ક્રિપ્શન માંગ્યા, ત્યારે આરોપી પાસે કોઈ પણ આધારભૂત દસ્તાવેજ મળ્યા નહોતા. કુલ 2.83 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી માટે આરોપીને માંજલપુર પોલીસ મથકે સોંપવામાં આવ્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી યુવાનોને ઓછા સમયમાં બોડી બનાવી આપવાની લાલચ આપી આ ખતરનાક દવાઓ પધરાવતો હતો, જે માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે. ક્રાઇમ બ્રાન્ચે યુવાનોને અપીલ કરી છે કે ડૉક્ટરની સલાહ વગર આવી કોઈ પણ દવાઓનું સેવન ન કરવું.

Vadodara3 hours ago

કારેલીબાગમાં મહિલા પેસેન્જર બની લૂંટારી: ‘છુટા પૈસા નથી’ કહી રિક્ષાચાલકનો અછોડો તોડી બાઇક પર થઈ ગાયબ

International14 hours ago

મિડલ ઈસ્ટમાં યુદ્ધનું વાતાવરણ: ઈરાન પર અમેરિકાના મોટા હુમલાની તૈયારી, ટ્રમ્પની આકરા તેવર

Vadodara17 hours ago

વડોદરામાં સાધન-સરંજામ સાથે ઘરફોડ ચોરી કરવા નીકળ્યો હતો આરોપી, બાપોદ પોલીસે ઝડપયો

Karjan-Shinor19 hours ago

રેતી માફિયાઓની દાદાગીરીનો અંત ક્યારે?નશામાં ધૂત ડમ્પર ચાલકે પવિત્ર નર્મદા ઘાટના પગથિયાં તોડી નાખ્યાં

Vadodara20 hours ago

વડોદરામાં ‘જાદુઈ પથ્થર’નો ખેલ: 20 કરોડમાં વેચવા નીકળેલી ઠગ ટોળકી પોલીસના સકંજામાં

International20 hours ago

ગલ્ફમાં ‘વોર ઝોન’: MT Jalveer પર હુમલો, અમેરિકાની કાર્યવાહીમાં ભારતીયોના મોત બાદ તણાવ ચરમસીમા પર

Vadodara2 days ago

પદમલા ગોડાઉન ચોરી કેસ: વિજય સેલ્સ ઇન્ડિયાના 17 લાખના સાધનોની ચોરી મામલે ડ્રાઈવર સામે ગુનો દાખલ

Vadodara2 days ago

પૂરક પરીક્ષા: વડોદરામાં 46 કેન્દ્રો પર પરીક્ષાનો માહોલ, જિલ્લા શિક્ષણ વિભાગની તૈયારીઓ પૂર્ણ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech8 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech Fact9 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech8 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara20 hours ago

વડોદરામાં ‘જાદુઈ પથ્થર’નો ખેલ: 20 કરોડમાં વેચવા નીકળેલી ઠગ ટોળકી પોલીસના સકંજામાં

Vadodara5 days ago

વડોદરામાં આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ: ફાઈનાન્સ કંપનીના નામે છેતરપિંડી આચરનાર 4 શખ્સોની ધરપકડ

Vadodara2 weeks ago

“પૈસા લઈને પ્રવેશ અપાયો?”: વાલીઓના ગંભીર આક્ષેપથી ખળભળાટ; RTE પ્રવેશમાં ગેરરીતિની શંકા

Vadodara2 weeks ago

વડોદરા: અટલાદરા પોલીસ સ્ટેશનમાં ‘ખૂની ખેલ’! અપહરણ કેસના આરોપીઓએ પોલીસ પર કર્યો હુમલો; ક્રાઈમ ઓફિસમાં તોડફોડ

Waghodia3 weeks ago

વાઘોડિયાના સરકારી CHC સેન્ટરમાં IV જેવા સામાન્ય મેડિકલ સાધનની અછતના કારણે એક આધેડનું મોત થયાના આક્ષેપ

Savli4 weeks ago

સાવલીના ખોખર ગામે ગૌશાળા પર હુમલો: અસામાજિક તત્વોની તોડફોડથી મહંત દયાનંદજી સરસ્વતી ભયના ઓથાર હેઠળ

Vadodara1 month ago

વિશ્વામિત્રીના શુદ્ધિકરણના નામે ‘તૂત’: ₹1200 કરોડના ખર્ચના દાવા વચ્ચે નદીમાં 20 ફૂટ ઊંચા કચરાના પહાડો!

Vadodara1 month ago

યાકુતપુરા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: વિદેશી પાઉન્ડ અને સોનાના દાગીના સાથે ‘અનસ દૂધવાલા’ પોલીસના સકંજામાં

Trending