Connect with us

Vadodara

વડોદરા ક્રાઈમ બ્રાન્ચ બ્રેકિંગ: ‘બાવા’ ગેંગનો પર્દાફાશ; અટલાદરામાં વૃદ્ધના ઘરેણાં લૂંટનાર કાર સાથે ઝડપાયો

Published

on

  • નજરચૂકવી દાગીના ચોરી: અટલાદરામાં મંદિરનું સરનામું પૂછવાના બહાને વૃદ્ધની ચેઈન અને વીંટી સેરવી જનાર ટોળકીનો પર્દાફાશ.
  • હાઈવે પર ફિલ્મી ઢબે ધરપકડ: કપુરાઈથી વાઘોડિયા ચોકડી વચ્ચે શંકાસ્પદ કાર સાથે અમદાવાદનો શખ્સ દબોચાયો.
  • મુદ્દામાલ રિકવર: ₹8.21 લાખની કિંમતની સેવરોલેટ બીટ કાર અને અંદાજે 48 ગ્રામ સોનાની ચેઈન જપ્ત.
  • રીઢા ગુનેગારની શોધ: ટોળકીનો મુખ્ય સૂત્રધાર વનરાજ મદારી 22 ગંભીર ગુનાઓમાં વોન્ટેડ; પોલીસે ચક્ર ગતિમાન કર્યા.

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં છેલ્લા કેટલાક સમયથી નજરચૂકવીને ઘરેણાં ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે. અટલાદરા વિસ્તારમાં ‘બાવા’ જેવો પહેરવેશ ધારણ કરીને એક વૃદ્ધને છેતરીને સોનાની ચેઈન અને વીંટી ચોરી જનાર ગેંગના એક સાગરીતને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે.

ઘટનાની પૃષ્ઠભૂમિ:

ગત તા. 27/02/2026 ના રોજ અટલાદરા-પાદરા રોડ પર સમન્વય સ્ટેટસ પાસે એક વૃદ્ધ ચાલતા જતા હતા. ત્યારે નંબર પ્લેટ વગરની સફેદ કારમાં આવેલા બે શખ્સોએ તેમને રોકીને ‘મંદિર ક્યાં આવ્યું છે?’ તેમ પૂછી વાતોમાં વળગાડ્યા હતા. કારમાં બાજુની સીટ પર બેઠેલા ‘બાવા’ જેવા દેખાતા શખ્સે વૃદ્ધની નજર ચૂકવી તેમના ગળામાંથી 48 ગ્રામની સોનાની ચેઈન અને આંગળીમાંથી વીંટી કાઢી લીધી હતી અને પલભરમાં કાર લઈને નાસી છૂટ્યા હતા.

🧐ક્રાઈમ બ્રાન્ચનું ઓપરેશન:

આ અનડિટેક્ટ ગુનાને ઉકેલવા માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદ લીધી હતી. તપાસ દરમિયાન એક શંકાસ્પદ સેવરોલેટ બીટ કાર (GJ-01-RW-3876) નજરે પડી હતી. પેટ્રોલિંગ દરમિયાન કપુરાઈ ચોકડી પાસે ગિરીરાજ હોટલ નજીક આ કાર ઉભેલી જોવા મળી હતી. પોલીસે તુરંત જ કોર્ડન કરીને કારમાં સવાર શીવાનાથ ઠાકોરનાથ મદારી (રહે. નારોલ, અમદાવાદ) ને ઝડપી પાડ્યો હતો. તેની જડતી લેતા ખિસ્સામાંથી ચોરીની સોનાની ચેઈન મળી આવી હતી.

🚨મુખ્ય સૂત્રધારનો ખતરનાક ઇતિહાસ:

પકડાયેલા શીવાનાથની પૂછપરછમાં બહાર આવ્યું હતું કે, આ ચોરીનો મુખ્ય સૂત્રધાર તેનો સાગરીત વનરાજ મદારી (રહે. દહેગામ) છે. આ વનરાજ મદારી ગુજરાતના અલગ-અલગ શહેરોમાં ખૂન, લૂંટ, ઠગાઈ અને ચોરી જેવા 22 જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે. ચોરી કરેલા દાગીના વડોદરામાં વેચવા માટે શીવાનાથ આવ્યો હતો, પરંતુ વેચે તે પહેલા જ પોલીસના સકંજામાં આવી ગયો.

👮પોલીસે કુલ ₹8,21,720/- નો મુદ્દામાલ કબજે કરી આરોપીને વધુ તપાસ માટે અટલાદરા પોલીસને સોંપ્યો છે, જ્યારે 22 ગુનામાં વોન્ટેડ વનરાજ મદારીને પકડવા માટે શોધખોળ તેજ કરી છે.

🫵રસ્તામાં કોઈ અજાણ્યા વ્યક્તિ સરનામું પૂછે કે વાતોમાં વળગાડે તો ચેતતા રહેજો, નહીંતર તમે પણ આવી ગેંગનો શિકાર બની શકો છો.

Continue Reading
Vadodara18 hours ago

વડોદરામાં મગરનો વધુ એક શિકાર: કલાલી પાસે તલસટ ગામે નદી કિનારે ગયેલા યુવાનને મગર પાણીમાં ખેંચી ગયો

Chhotaudaipur2 days ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara2 days ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

National3 days ago

દિલ્હી પેલેટ ગન કેસમાં FIRની માંગ સાથે રાહુલ ગાંધીનું પોલીસ સ્ટેશન બહાર ધરણાં-ભાજપ નો પલટવાર ‘રાજકીય સ્ટંટ’

Gujarat3 days ago

ગુજરાત પોલીસ વિભાગનો મોટો નિર્ણય: રાજ્યભરના 414 પોલીસ કર્મચારીઓની આંતરજિલ્લા બદલીના આદેશ જારી

Vadodara4 days ago

વડોદરા PCB ની રેડ: હરણી રોડ પર મોટનાથ રેસિડેન્સીમાં ચાલતા કુખ્યાત જુગારધામનો પર્દાફાશ

Vadodara5 days ago

વડોદરામાં ડર અને અંધશ્રદ્ધાનો ખૌફનાક અંત: તાંત્રિક વિધિની ધમકીઓ અને ત્રાસથી કંટાળી યુવતીએ ઝેર પી જીવનલીલા સંકેલી લીધી

Vadodara6 days ago

તંત્ર સફાળું જાગ્યું: DEO કચેરી દ્વારા તમામ શાળાઓને ફરજિયાત ઈલેક્ટ્રિકલ સેફટી ઓડિટ કરાવી સર્ટિફિકેટ રજૂ કરવા કડક આદેશ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech11 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact11 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech10 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Chhotaudaipur2 days ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara2 days ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara1 week ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara3 weeks ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur3 weeks ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara4 weeks ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara1 month ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi1 month ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Trending