Connect with us

Vadodara

વડોદરા: કરચિયા રેલવે યાર્ડમાં ફરજ દરમિયાન કર્મચારીને જોરદાર કરંટ લાગ્યો, ગૌતમ સોલંકીની હાલત અતિ નાજુક

Published

on

  • મોટી દુર્ઘટના: કરચિયા યાર્ડમાં ખલાસી તરીકે ફરજ બજાવતા કર્મી વીજ કરંટની ઝપેટમાં આવતા જીવન-મરણ વચ્ચે જોલા.
  • પરિવારનો આક્રોશ: સેફ્ટી સાધનોના અભાવે અકસ્માત થયો હોવાના આક્ષેપ સાથે હોસ્પિટલમાં મચાવ્યો હોબાળો.
  • રેલવે તંત્રનો બચાવ: “કરંટ લાગ્યો કે નીચે પટકાયા તે હજુ સ્પષ્ટ નથી” – તપાસ બાદ સત્ય બહાર આવશે: PRO.
  • સુરક્ષા સામે સવાલ: રેલવે યાર્ડમાં કામ કરતા હજારો કર્મચારીઓની સુરક્ષા રામ ભરોસે?

વડોદરા: વડોદરાના કરચિયા રેલવે યાર્ડમાં ફરજ દરમિયાન એક રેલવે કર્મચારી ગંભીર રીતે દાઝી જવાની ઘટના સામે આવી છે. ટેન્ક વેગન મેન્ટેનન્સની કામગીરી દરમિયાન ખલાસી ગૌતમ સોલંકીને વીજળીનો જોરદાર કરંટ લાગતા તેમની હાલત અત્યંત નાજુક બની છે. હાલ તેઓ ખાનગી હોસ્પિટલમાં વેન્ટિલેટર પર જીવન અને મરણ વચ્ચે સંઘર્ષ કરી રહ્યા છે.

👇ઘટનાની વિગત:

પ્રાપ્ત માહિતી અનુસાર, ગૌતમ સોલંકી કરચિયા યાર્ડમાં પોતાની નિયમિત ડ્યુટી બજાવી રહ્યા હતા. આ દરમિયાન અચાનક તેઓ હાઈવોલ્ટેજ વીજ કરંટની ઝપેટમાં આવી ગયા હતા. ઘટના બનતા જ યાર્ડમાં દોડધામ મચી ગઈ હતી અને લોહીલુહાણ હાલતમાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, આ ઘટના સમયે કર્મચારીએ સેફ્ટી ગિયર પહેર્યા હતા કે કેમ તે બાબતે અનેક રહસ્યો સર્જાયા છે.

🧐પરિવારનો રોષ અને તંત્રની તપાસ:

આ અકસ્માતની જાણ થતા જ ગૌતમ સોલંકીના પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા. વહીવટીતંત્રની બેદરકારીને કારણે આ ઘટના બની હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ હોસ્પિટલ પરિસરમાં ભારે હોબાળો મચાવ્યો હતો. બીજી તરફ, રેલવે PRO અનુભવ સક્સેનાએ જણાવ્યું હતું કે, “હાલમાં કર્મચારીને બચાવવો અમારી પ્રાથમિકતા છે. ટેન્ક વેગન મેન્ટેનન્સ દરમિયાન તેમને કરંટ લાગ્યો છે કે તેઓ નીચે પટકાયા છે, તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે.”

🫵સુરક્ષા અંગે ઉઠતા સવાલો:

આ ઘટનાએ રેલવે યાર્ડમાં કામ કરતા કર્મચારીઓની સુરક્ષા અંગે ફરી એકવાર મોટા સવાલો ઊભા કર્યા છે. શું કર્મચારીઓને પૂરતા સુરક્ષા સાધનો આપવામાં આવે છે? શું મેન્ટેનન્સ દરમિયાન જરૂરી પ્રોટોકોલનું પાલન કરવામાં આવે છે? રેલવે પોલીસ અને વરિષ્ઠ અધિકારીઓએ આ મામલે ટેકનિકલ તપાસ શરૂ કરી છે.

👉હવે જોવાનું એ રહેશે કે રેલવે તંત્ર આ મામલે જવાબદાર અધિકારીઓ સામે કોઈ પગલાં ભરે છે કે પછી તપાસના નામે ભીનું સંકેલી લેવાય છે.

Continue Reading
Vadodara6 hours ago

નવાપુરા ખારવાવાડમાં છૂટા હાથની મારામારી: છરીના ઘા ઝીંકી ત્રણને પોલીસની કસ્ટડીમાં લેવાયા

Savli6 hours ago

સાવલી: લાછનપુર નદીમાં નાહવું જીવલેણ સાબિત થયું, યુવક શોધવા ફાયર બ્રિગેડનું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

National18 hours ago

ઇથેનોલના ઉદ્યોગ માટે તક તો ઓટોમોબાઇલ ઉદ્યોગ માટે સંકટ? 100% ઇથેનોલના નિર્ણયથી અર્થતંત્રમાં હલચલ

Vadodara1 day ago

વડોદરામાં દારૂના કાળા કારોબારનો પર્દાફાશ: PCBની ટીમે 15 લાખથી વધુના મુદ્દામાલ સાથે કુખ્યાત બુટલેગરને ઝડપી પાડ્યો!

Dabhoi2 days ago

ડભોઇમાં બેદરકારીનો ભોગ બન્યા ૩ શ્રમિકો: પાવરગ્રીડના કામ દરમિયાન પોલ હલી જતાં સર્જાયો કાળમુખો અકસ્માત

Vadodara2 days ago

દુકાનદારોને વાતોમાં ભોળવી ચોરી કરનાર ત્રિપુટીને પાણીગેટ પોલીસે પકડી,4.70 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

Vadodara2 days ago

વડોદરામાં સત્તાનો નશો? ‘જન કલ્યાણ શિબિર’માં વૃદ્ધની રજૂઆત પર ધારાસભ્યનો ઉદ્ધત જવાબ: “તમારો લુકઆઉટ નથી!”

Vadodara2 days ago

ડેસર: સાંસદના PA કે સરપંચ? કોના ઈશારે તોડાયા 19 સરદાર આવાસ? વૃક્ષારોપણ માટે સરદાર આવાસ જમીનદોસ્ત

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech9 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech Fact9 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech8 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara2 days ago

દુકાનદારોને વાતોમાં ભોળવી ચોરી કરનાર ત્રિપુટીને પાણીગેટ પોલીસે પકડી,4.70 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

Vadodara2 days ago

ડેસર: સાંસદના PA કે સરપંચ? કોના ઈશારે તોડાયા 19 સરદાર આવાસ? વૃક્ષારોપણ માટે સરદાર આવાસ જમીનદોસ્ત

Vadodara4 days ago

વડોદરામાં ‘જાદુઈ પથ્થર’નો ખેલ: 20 કરોડમાં વેચવા નીકળેલી ઠગ ટોળકી પોલીસના સકંજામાં

Vadodara1 week ago

વડોદરામાં આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ: ફાઈનાન્સ કંપનીના નામે છેતરપિંડી આચરનાર 4 શખ્સોની ધરપકડ

Vadodara2 weeks ago

“પૈસા લઈને પ્રવેશ અપાયો?”: વાલીઓના ગંભીર આક્ષેપથી ખળભળાટ; RTE પ્રવેશમાં ગેરરીતિની શંકા

Vadodara2 weeks ago

વડોદરા: અટલાદરા પોલીસ સ્ટેશનમાં ‘ખૂની ખેલ’! અપહરણ કેસના આરોપીઓએ પોલીસ પર કર્યો હુમલો; ક્રાઈમ ઓફિસમાં તોડફોડ

Waghodia3 weeks ago

વાઘોડિયાના સરકારી CHC સેન્ટરમાં IV જેવા સામાન્ય મેડિકલ સાધનની અછતના કારણે એક આધેડનું મોત થયાના આક્ષેપ

Savli4 weeks ago

સાવલીના ખોખર ગામે ગૌશાળા પર હુમલો: અસામાજિક તત્વોની તોડફોડથી મહંત દયાનંદજી સરસ્વતી ભયના ઓથાર હેઠળ

Trending