Connect with us

Vadodara

વડોદરા: કરોડોની છેતરપિંડીના ગુનામાં છેલ્લા ઘણા સમયથી નાસતો ફરતો મુખ્ય આરોપી આકાશ મહીડા ઝડપાયો

Published

on

વડોદરા: શહેરના જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ રૂ. 4.92 કરોડની છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપી આકાશ મનહર સિંહ મહીડાને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આરોપી છેલ્લા ઘણા સમયથી ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હતો.

શું હતો સમગ્ર મામલો?

​માર્ચ-2025 દરમિયાન આરોપીઓએ ‘રાધે એન્ટરપ્રાઇઝ ઇમ્પોર્ટ એક્સપોર્ટ એન્ડ ફાઇનાન્સ’ નામની ઓફિસ ખોલી ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા. આરોપીઓએ ફરિયાદીને:

  • બજાર ભાવ કરતા સસ્તું સોનું આપવાની લાલચ આપી હતી.
  • રૂ. 10 કરોડની લોન અપાવવાનું કહી કમિશન પેટે એડવાન્સ રકમ માંગી હતી.

આમ, સસ્તા સોનાના બહાને રૂ. 4,61,50,000 અને લોન પ્રોસેસિંગના નામે રૂ. 31,00,000 મળી કુલ રૂ. 4,92,50,000 મેળવી લઈ છેતરપિંડી આચરી હતી. આટલું જ નહીં, ફરિયાદીને ડરાવવા માટે આરોપીઓએ બનાવટી પોલીસ પણ ઉભી કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

🚨ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી

આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ટેકનિકલ અને હ્યુમન સોર્સ દ્વારા તપાસ ચલાવી રહી હતી. બાતમીના આધારે આકાશ મનહરસિંહ મહીડા (ઉ.વ. 42, રહે. અટલાદરા, વડોદરા) ને ઝડપી લેવામાં આવ્યો છે.

🧐રિમાન્ડની મંજૂરી

પોલીસે આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી તપાસના વિવિધ મુદ્દાઓ પર પૂછપરછ કરવા માટે રિમાન્ડની માંગણી કરતા, કોર્ટે આરોપીના 05 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા છે.

📍આરોપીનો ગુનાહિત ઈતિહાસ

​આકાશ મહીડા સામે અગાઉ પણ છેતરપિંડીના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, જેમાં તે નાસતો ફરતો હતો:

  1. જે.પી. રોડ પો.સ્ટે.BNS કલમ 316(2), 318(4) વગેરે.
  2. ડી.સી.બી. પો.સ્ટે.ઠગાઈનો ગુનો.
  3. જે.પી. રોડ પો.સ્ટે.અન્ય એક છેતરપિંડીનો ગુનો.
  4. ગોરવા પો.સ્ટે.IPC કલમ 406, 420 (વિશ્વાસઘાત અને ઠગાઈ).

👉હાલ ક્રાઈમ બ્રાન્ચ આ ટોળકીમાં સામેલ અન્ય આરોપીઓ અને નાણાંની રિકવરી બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

Continue Reading
Vadodara19 hours ago

વડોદરાના ગોરવા વિસ્તારમાં ચકચાર: મધુનગર બ્રિજ નીચે રેલવે ફાટક પાસેથી યુવકનો બે ટુકડા થયેલો શંકાસ્પદ શવ મળ્યો

Chhotaudaipur2 days ago

છોટા ઉદેપુર જિલ્લા કક્ષાની 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી: સંખેડા ખાતે મંત્રી મનીષાબેન વકીલના હસ્તે શાનદાર ધ્વજવંદન

Vadodara3 days ago

વડોદરામાં ડૉ. બાબાસાહેબ આંબેડકર સંકલ્પભૂમિ સ્મારકનું કામ આખરી તબક્કામાં: નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કરી સ્થળ સમીક્ષા

Vadodara3 days ago

વડોદરામાં વિઝા કૌભાંડનો પર્દાફાશ: કેનેડામાં રેસ્ટોરન્ટમાં નોકરી અપાવવાની લાલચ આપી યુવક સાથે રૂ. 1.10 લાખની ઠગાઈ

Vadodara3 days ago

“પચાસ લાખ આપશો તો પણ જીવતા … છોડીએ…”: માંજલપુરમાં પરિવારને ઘરમાં ઘુસીને મારી નાખવાની ધમકી આપતા ચકચાર

Madhya Gujarat3 days ago

એક જ પરિવારના ચાર સભ્યો ફૂડ પોઈઝનિંગનો શિકાર: ઝાડા-ઉલટી થતા હોસ્પિટલ ખસેડાયા, વડોદરા SSG માં સારવાર દરમિયાન દમ તોડ્યો

Vadodara3 days ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara3 days ago

સત્તાના કેન્દ્રની નજીક રહેતા હારેલા ઉમેદવારને શિક્ષણ સમિતિમાં સ્થાન આપવાની ગોઠવણે જોર પકડ્યું, વોર્ડના કાર્યકરોમાં છૂપી નારાજગી!

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech11 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact11 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech10 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara3 days ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara2 weeks ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur2 weeks ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara3 weeks ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara4 weeks ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi4 weeks ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Vadodara1 month ago

વડોદરાને આધુનિક ભેટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રતાપનગર રેલવે સ્ટેશનનું લોકાર્પણ, અમૃત ભારત યોજનાને મળી ગતિ!

Vadodara1 month ago

વડોદરામાં નબીરાઓની દાદાગીરી : બ્લેક ફિલ્મવાળી કારે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, રિતુ રાજ સિંહનું મોત

Trending