Connect with us

Vadodara

વડોદરા: BCA ચૂંટણીમાં લોકશાહીનો પર્વ, શાસ્ત્રી બ્રિજ પાસેના રામબાગ મેદાનમાં શાંતિપૂર્ણ મતદાન.

Published

on

વડોદરાના શાસ્ત્રી બ્રિજ પાસે આવેલા રામબાગ મેદાનમાં આજે સવારથી જ ઉત્સાહનો માહોલ છે. બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) ના વર્ષ 2026-29 ના શાસન માટે આજે ‘રિવાઇવલ’ અને ‘રોયલ સત્યમેવ જયતે’ જૂથ વચ્ચે સીધી ટક્કર જામી છે.

કુલ 2063 સભ્યો ધરાવતી આ સંસ્થામાં આજે સવારથી જ સભ્યોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. બપોરે અઢી વાગ્યા સુધીમાં 1257થી વધુ મતો એટલે કે આશરે 60% થી વધુ મતદાન નોંધાયું છે, જે સંસ્થાના સભ્યોની જાગૃતિ અને સક્રિયતા દર્શાવે છે.

​આ ચૂંટણીમાં પૂર્વ દિગ્ગજ ક્રિકેટરો કિરણ મોરે, નયન મોંગીયા, અતુલ બેદાડે અને કોનર વિલિયમ્સ સહિતના ખેલાડીઓએ લાઈનમાં ઊભા રહીને મતદાન કર્યું હતું. આ સાથે જ વડોદરાના રાજવી પરિવારના સભ્યો મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ, મહારાણી શુભાંગીની દેવી ગાયકવાડ અને ચિરાયુ અમીને પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

🧐શું કહ્યું દિગ્ગજોએ?

☑️મહારાણી શુભાંગીની દેવી ગાયકવાડ: “વડોદરાના લોકોએ એ યાદ રાખવું જોઈએ કે છેલ્લા 50 વર્ષમાં કોણે ખરેખર ક્રિકેટના હિતમાં કામ કર્યું છે અને સ્તરને ઊંચાઈએ પહોંચાડ્યું છે.”

☑️કિરણ મોરે (પ્રમુખ પદના ઉમેદવાર, રિવાઇવલ જૂથ): “અમે કરેલા વિકાસલક્ષી કામો સભ્યો જાણે છે. અમારો ઉદ્દેશ્ય સભ્યોનો વિશ્વાસ જીતવાનો છે.”

ચૂંટણી અધિકારી આઈ.આઈ. પંડ્યાના જણાવ્યા મુજબ, મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સાંજે છ વાગ્યે મતપેટીઓને સીલ કરી દેવામાં આવશે. આ મતપેટીઓને ફતેગંજ સ્થિત હિલ મેમોરિયલ શાળાના સ્ટ્રોંગ રૂમમાં કડક સુરક્ષા વચ્ચે રાખવામાં આવશે, જ્યાં સામાન્ય રીતે ઈવીએમ મશીનો રાખવામાં આવે છે.

નોંધનીય છે કે, મતદાન પૂર્ણ થવા છતાં આજે પરિણામ જાહેર કરવામાં આવશે નહીં. સભ્ય રમેશચંદ્ર દ્વારા કેટલાક ઉમેદવારોની લાયકાત અંગે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે. હવે હાઇકોર્ટના આગામી આદેશ બાદ જ મતગણતરી હાથ ધરવામાં આવશે.

​વડોદરા ક્રિકેટના આ ભવિષ્યનો ફેંસલો હવે સીલ થયેલી મતપેટીઓમાં કેદ છે.

Continue Reading
Vadodara4 hours ago

સ્પીડમાં આવતી કાર કાળ બની ત્રાટકી: ડેરીડેન સર્કલ પાસે ગમખ્વાર અકસ્માત, પોલીસે કાર ચાલકની કરી અટકાયત

Gujarat19 hours ago

સાવધાન! વાવ-થરાદ પંથકમાં સાયબર માફિયા સક્રિય; SBI ખાતામાંથી 100થી વધુ ખેડૂતોના પૈસા ગાયબ

Karjan-Shinor19 hours ago

ટીંગલોદમાં કરુણતા: 55 વર્ષીય પ્રૌઢ તળાવમાં ડૂબ્યા; કરજણ ફાયર વિભાગે દોઢ કલાકની જહેમત બાદ મૃતદેહ કાઢ્યો બહાર

National20 hours ago

સાવધાન! ઇન્ટરનેટ સાથે જોડાયેલા તમારા CCTV કેમેરા હેક થઈ શકે છે; જાણો સરકારના નવા ‘સર્ટિફિકેશન’ નિયમો.

Vadodara21 hours ago

સ્માર્ટ સિટીનું શરમજનક ચિત્ર: વડોદરાની સૌથી મોટી હોસ્પિટલમાં પીવાના પાણીના ફાંફા, સેવકો (ડોક્ટરો) એ પણ બહારથી જગ મંગાવવા પડ્યા!

Vadodara22 hours ago

સ્માર્ટ સિટી વડોદરા: ગેસ બોટલની અછત વચ્ચે પાઈપલાઈન ગેસ લેવા પડાપડી; ફોર્મ ના પૈસા માં વધારો

Vadodara22 hours ago

નશામાં ધૂત શખ્સનો આતંક: દંતેશ્વર રામજી મંદિરે તલવાર સાથે પહોંચ્યો, સુંદરકાંડમાં મચાવ્યો હંગામો

Vadodara1 day ago

ડુપ્લીકેટ ચાવીથી વાહન સાફ કરતો શખ્સ પકડાયો! કપુરાઈ પોલીસે 3 પો.સ્ટે. ના વણઉકેલાયા ગુના ડીટેક્ટ કર્યા

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Tech6 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact6 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech5 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara22 hours ago

સ્માર્ટ સિટી વડોદરા: ગેસ બોટલની અછત વચ્ચે પાઈપલાઈન ગેસ લેવા પડાપડી; ફોર્મ ના પૈસા માં વધારો

Vadodara3 days ago

વડોદરા: વડસરની માતૃકા રેસીડન્સીમાં હાઈવોલ્ટેજ ડ્રામા; બિલ્ડિંગ પર ચઢેલા યુવાનનું ફાયર અને પોલીસે દિલધડક રેસ્ક્યુ કર્યું

Vadodara4 days ago

બ્યુટિફિકેશન કે ભ્રષ્ટાચાર? દંતેશ્વર તળાવની દુર્ગંધે રહીશોનું જીવવું હરામ કર્યું;ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસ મેદાનમાં

Dabhoi4 days ago

ડભોઇ રેલવે સ્ટેશન: ‘સ્વચ્છ ભારત’ ના દાવા પોકળ? 3 દિવસથી શૌચાલયોને તાળા, દિવ્યાંગો અને મહિલાઓ ભારે પરેશાન

Vadodara4 days ago

વડોદરા: રાણોલી GIDC માં ભીષણ આગનું તાંડવ; પ્લોટ નંબર 219 માં અફરાતફરી, પોલીસ અને ફાયર ફાઇટરોએ મેળવ્યો કાબૂ

Dabhoi5 days ago

વડોદરા: બરોડા ડેરીના ટેન્કરમાંથી રસ્તા પર વહી દૂધની નદીઓ; ડ્રાઈવરની ઘોર બેદરકારી,100 લિટર દૂધનો બગાડ

Vadodara6 days ago

વડોદરા: ઝોન-2 ના 6 પોલીસ સ્ટેશનોના લાખોની કિંમતના દારૂ પર બુલડોઝર ફરી વળ્યું; કોયલી ચેકપોસ્ટ પાસે કરાયો નાશ

Vadodara2 weeks ago

વડોદરા: સુસેન રોડ પર કોર્પોરેશનનું ‘વન ડે વન રોડ’ અભિયાન, નોટિસ વિનાની કાર્યવાહીથી વેપારીઓ લાલઘૂમ.

Trending