Connect with us

Vadodara

વડોદરા: સેવાસી રોડ પર કાળમુખા આઈશરે બાઈક સવારને કચડ્યો; પત્નીની નજર સામે જ પતિનું કમકમાટીભર્યું મોત

Published

on

  • સેવાસી રોડ પર રકતપાત: વળાંક લઈ રહેલા બાઈક સવારને આઈશર ચાલકે અડફેટે લઈ ટાયર નીચે કચડી નાખ્યો.
  • કરુણ ઘટના: પત્નીની નજર સામે જ પતિ સુરેશભાઈનું પ્રાણપંખેરું ઉડી ગયું; પત્નીને પણ પહોંચી સામાન્ય ઈજા.
  • રોજીરોટીની શોધમાં મોત: નોકરી માટે મળવા જઈ રહેલા સુરેશભાઈને કાળ આંબી ગયો; ભાયલી સગાને ત્યાં રોકાયા હતા.
  • તંત્ર સામે સવાલ: વડોદરામાં ભારેખમ વાહનો હજુ કેટલા નિર્દોષોનો ભોગ લેશે? સત્તાધીશો ક્યારે જાગશે?

વડોદરા: સંસ્કારી નગરી વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સેવાસી રોડ પર આજે એક કમકમાટીભર્યો અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવતા એક આઈશર ટેમ્પોએ બાઈક સવાર દંપતીને અડફેટે લેતા પતિનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે આઈશરના ટાયર નીચે કચડાઈ જવાથી બાઈક સવારનું શરીર ક્ષત-વિક્ષત થઈ ગયું હતું.

📌ઘટનાની વિગત:

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેશભાઈ નામનો યુવક પોતાની પત્ની સાથે બાઈક પર સવાર થઈને સેવાસી રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. જ્યારે તેઓ ત્રણ રસ્તા પાસેથી વળાંક લઈ રહ્યા હતા, ત્યારે પાછળથી ધસી આવેલા આઈશરના ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર વાગતા જ દંપતી નીચે પટકાયું હતું અને આઈશરનું ટાયર સુરેશભાઈ પર ફરી વળતા તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

⚠️પત્નીનું હૈયાફાટ રુદન:

આ અકસ્માતમાં સુરેશભાઈના પત્નીને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી છે, પરંતુ પોતાની નજર સામે જ પતિને લોહીલુહાણ હાલતમાં દમ તોડતા જોઈ પત્નીની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ હતી. ઘટનાસ્થળે પત્નીના હૈયાફાટ રુદનથી આસપાસના લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

🧐નોકરીની શોધમાં નીકળ્યા હતા:

મૃતક સુરેશભાઈ હાલમાં ભાયલી ખાતે પોતાના સગાના ઘરે રોકાયા હતા અને આજે સવારે નોકરીના સંદર્ભમાં કોઈને મળવા માટે જઈ રહ્યા હતા, ત્યારે જ આ કાળમુખા અકસ્માતે તેમનો જીવ લીધો હતો. વડોદરા શહેરમાં ભારે વાહનોના પ્રવેશ અને તેમની બેફામ ગતિને કારણે અવારનવાર સર્જાતા અકસ્માતો હવે જનતા માટે જીવનું જોખમ બની ગયા છે.

🫵ભારે વાહનોની આ બેફામ ગતિ પર અંકુશ ક્યારે આવશે અને તંત્ર ક્યારે જાગશે? શું હજુ પણ વધુ કોઈ માસૂમનો જીવ જવાની રાહ જોવામાં આવી રહી છે?

Continue Reading
Vadodara49 minutes ago

વડોદરાના તરસાલી શાક માર્કેટમાં વિવાદ: ભાવતાલ બાબતે ઉશ્કેરાયેલા લારીવાળાએ મહિલાને તમાચો મારી અભદ્ર વ્યવહાર કર્યો

Gujarat2 hours ago

શૌચક્રિયા માટે ગયેલી ત્રણેય દીકરીઓ તળાવમાં ડૂબી, કિનારે પડેલી કાગળની હોડીઓથી માતા-પિતાની નજર સમક્ષ ખુલી દુર્ઘટના

Vadodara6 hours ago

EDની મુંબઈ ઝોનલ ઓફિસની ટીમ દ્વારા 7 સ્થળો અને 3 બેંક લોકર પર સર્ચ ઓપરેશન, મચી ચકચાર

Vadodara23 hours ago

બોગસ ઇન્વૉઇસ, ખોટા હિસાબો અને ડિજિટલ સહીનો દુરુપયોગ: તરસાલી બાયપાસના બાલાજી પેટ્રોલિયમમાં કૌભાંડ પકડાયું

Vadodara24 hours ago

વડોદરા: MS યુનિવર્સિટીની પૂર્વ વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ અને બ્લેકમેઈલિંગ, ખંડણીખોર વાસુદેવ સુથાર ઝડપાયો

Vadodara2 days ago

વડોદરામાં પાર્કિંગના નિયમોમાં બેવડી નીતિનો આક્ષેપ: સામાન્ય નાગરિકો માટે કડકાઈ, જ્યારે સરકારી વાહનો માટે છૂટછાટ?

Vadodara2 days ago

લાલ રંગની સ્વિફ્ટ કાર અકસ્માત સર્જીને પળભરમાં થઈ ફરાર: સ્થાનિક લોકોના ટોળેટોળાં એકત્ર થતાં ભારે ચકચાર

Savli3 days ago

સાવલી: મંજુસરના નિરમા કેનાલ પાસે રિવોલ્વરથી આત્મહ*ત્યાનો પ્રયાસ કરનાર યુવક સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech11 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact11 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech10 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Chhotaudaipur1 week ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara1 week ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara2 weeks ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara4 weeks ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur1 month ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara1 month ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara1 month ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi1 month ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Trending