Connect with us

Vadodara

ધમકી સાચી પડી, અબ્દુલ સાજીદ ઉર્ફે ચંદુએ બીજા લગ્ન કરતા યુવતીના ભાઈઓએ જાહેરમાં રહેંસી નાખ્યો

Published

on

વડોદરામાં યુવકને આપેલી ધમકી સાચી પડી હોવાની ઘટના સામે આવી છે. શહેરના તુલસીવાડી વિસ્તારમાંથી કામ અર્થે બહાર નિકળેલા યુવકને જાહેરમાં જ રહેંસી નાંખવામાં આવ્યો છે. યુવકે લગ્ન કર્યા બાદ તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનો તેના ભાઇએ પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. આ મામલે કુંભારવાડા પોલીસ મથકમાં ચાર શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે આરોપીઓને દબોચી લેવાની દિશામાં ચક્રોગતિમાન કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

વડોદરાના કુંભારવાડા પોલીસ મથકમાં અબ્દુલસિરાજ મોહમ્મદસુલેમાન શેખ (રહે. સયાજીનગર ઝુપડપટ્ટી, તુલસીવાડી) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, 20 જુનના રોજ તેમનો ભાઇ અબ્દુલસાજીદ ઉર્ફે ચંદુ ઘરેથી રાત્રીના 9 વાગ્યે તેના ટુ વ્હીલર પર કામ અર્થે બહાર ગયો હતો. દરમિયાન તેઓ ઘરે હતા. તેવામાં પોણા અગિયાર વાગ્યે મિત્ર આરીફનો ફોન આવ્યો અને જણાવ્યું કે, ભાઇ ચંદુને શેલ પેટ્રોલ પંપ આગળ રોડ પર કોઇએ ચપ્પુ માર્યું છે. જેથી તેઓ તાત્કાલીક સ્થળે પહોંચ્યા હતા. સ્થળ પર લોકટોળા ભેગા થયેલા હતા. તેઓના ભાઇને મારનારાઓ સ્થળ પરથી ફરાર હતા. અને ભાઇને ગળા, હાથ અને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી. તેનું ઘણુબધુ લોહી વહી ગયું હતું.

જેથી તેને રીક્ષામાં લઇને એસએસજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તબિબે તેને મૃત જાહેર કર્યો હતો. તેવામાં પોલીસે સીસીટીવી ફૂટેજ બતાવતા ભાઇ અબ્દુલ સાજીદ પેટ્રોલ પંપ આગળ 10 વાગ્યાના આરસામાં યુસુફભાઇ ઉર્ફે ચીડી સાથે ઉભો હતો. તે વખતે અવેશ ઉર્ફે ઉવેશ કાસમભાઇ શેખ, જીલાની કાસમભાઇ શેખ, ઉમર કાસમભાઇ શેખ (ત્રણેય રહે. ગેંડા ફળિયા, હાથીખાના) અને રીયાજ (રહે. નાબલબંદવાળા, વાડી) એ ટુ વ્હીલર પર આવીને અબ્દુલ સાજીદને પાડી દઇ તેના પર ધારદાર હથિયાર વડે હુમલો કર્યો હતો. અને તેને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.

અબ્દુલસાજીદ ઉર્ફે ચંદુએ કાસમભાઇની દીકરી શબનમ સાથે લગ્ન કર્યા હતા. જે બાબતે બકરી ઇદના ચાર દિવસ પહેલા શબનમના ભાઇઓએ અમારા ઘરની સામે મારા ભાઇને ધમકી આપી હતી કે, મારી બહેનને પાછી આપી દે, નહી તો બકરી ઇદ પછી બકરાની જેમ તને પણ હલાલ કરી નાંખીશું. અને જતા રહ્યા હતા. આખરે ઉપરોક્ત મામલે કુંભારવાડા પોલીસ મથકમાં વેશ ઉર્ફે ઉવેશ કાસમભાઇ શેખ, જીલાની કાસમભાઇ શેખ, ઉમર કાસમભાઇ શેખ (ત્રણેય રહે. ગેંડા ફળિયા, હાથીખાના) અને રીયાજ (રહે. નાબલબંદવાળા, વાડી) સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જે બાદ પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

Continue Reading
Madhya Gujarat11 minutes ago

પાવાગઢમાં કુદરતી આફતનો કાળો કેર: ડુંગર પરથી પથ્થરો ગબડતા 2 યાત્રિકોના મોત, તંત્ર દોડતું થયું

Vadodara2 hours ago

વડોદરામાં પાણીનો પ્રોજેક્ટ વિવાદમાં: રૂટ બદલવા પાછળનું ગણિત શું? આશિષ જોષીએ દરખાસ્ત નામંજૂર કરવા કરી માંગ

Vadodara16 hours ago

ગાંધીનગર ગૃહ વિસ્તારમાં ડ્રેનેજ કામગીરીનો કકળાટ: 6 મહિનાથી વેઠતા રહીશોને હવે ગંદકી અને પાણીની સમસ્યા

Vadodara17 hours ago

શિક્ષકોનો અવાજ: TET મુક્તિની માંગ સાથે વડોદરા જિલ્લા પંચાયત ખાતે આજે શિક્ષકોનું ધરણા પ્રદર્શન

Vadodara18 hours ago

વારસિયામાં લોહિયાળ ખેલ: જૂની અદાવતમાં રોહિત શર્મા નામના યુવકને ત્રણ શખ્સોએ ઘેરીને લોહીલુહાણ કરી આરોપીઓ ફરાર

Vadodara19 hours ago

માતાની નજર સામે જ માસૂમ દીકરાનો અંત: સુરત પરત ફરતી વેળાએ કાળનો કોળિયો બન્યું 9 વર્ષનું બાળક

Vadodara19 hours ago

નેશનલ હાઈવે-48 પર અકસ્માતનો સિલસિલો: ટ્રકની ટક્કરથી બાઈક સવાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત

Vadodara20 hours ago

ભરચક રાવપુરામાં ફિલ્મી દ્રશ્યો: નજીવી બાબતે યુવક અને મહિલાઓ વચ્ચે જાહેરમાં મારામારીનો વીડિયો વાયરલ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech9 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech Fact9 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech8 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara19 hours ago

માતાની નજર સામે જ માસૂમ દીકરાનો અંત: સુરત પરત ફરતી વેળાએ કાળનો કોળિયો બન્યું 9 વર્ષનું બાળક

Vadodara20 hours ago

ભરચક રાવપુરામાં ફિલ્મી દ્રશ્યો: નજીવી બાબતે યુવક અને મહિલાઓ વચ્ચે જાહેરમાં મારામારીનો વીડિયો વાયરલ

Vadodara6 days ago

દુકાનદારોને વાતોમાં ભોળવી ચોરી કરનાર ત્રિપુટીને પાણીગેટ પોલીસે પકડી,4.70 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

Vadodara7 days ago

ડેસર: સાંસદના PA કે સરપંચ? કોના ઈશારે તોડાયા 19 સરદાર આવાસ? વૃક્ષારોપણ માટે સરદાર આવાસ જમીનદોસ્ત

Vadodara1 week ago

વડોદરામાં ‘જાદુઈ પથ્થર’નો ખેલ: 20 કરોડમાં વેચવા નીકળેલી ઠગ ટોળકી પોલીસના સકંજામાં

Vadodara2 weeks ago

વડોદરામાં આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ: ફાઈનાન્સ કંપનીના નામે છેતરપિંડી આચરનાર 4 શખ્સોની ધરપકડ

Vadodara3 weeks ago

“પૈસા લઈને પ્રવેશ અપાયો?”: વાલીઓના ગંભીર આક્ષેપથી ખળભળાટ; RTE પ્રવેશમાં ગેરરીતિની શંકા

Vadodara3 weeks ago

વડોદરા: અટલાદરા પોલીસ સ્ટેશનમાં ‘ખૂની ખેલ’! અપહરણ કેસના આરોપીઓએ પોલીસ પર કર્યો હુમલો; ક્રાઈમ ઓફિસમાં તોડફોડ

Trending