Connect with us

Vadodara

પાડોશી જ નીકળ્યો વાહનચોર! અકોટામાં પોતાના જ એપાર્ટમેન્ટમાંથી મોપેડ ચોરનાર શખ્સને ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો

Published

on

શહેરમાં વધતી જતી વાહન ચોરીની ઘટનાઓને ડામવા માટે પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર અને અધિક પોલીસ કમિશનર ડૉ. લીના પાટીલની સૂચનાથી ક્રાઈમ બ્રાન્ચ સક્રિય બની છે. આ ઝુંબેશ અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચની ટીમે અકોટા વિસ્તારમાં થયેલી મોપેડ ચોરીના ગુનાનો પર્દાફાશ કરી એક આરોપીની ધરપકડ કરી છે.

કઈ રીતે પકડાયો આરોપી?

ક્રાઈમ બ્રાન્ચના DCP હિમાંશુ કુમાર વર્મા અને ઇન્ચાર્જ ACP  ડી.જે. ચાવડાના માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ. આર.જી. જાડેજા અને એચ.ડી. તુવરની ટીમ કાર્યરત હતી. આ દરમિયાન PSI બી.વી. ગોહિલની ટીમને બાતમી મળી હતી કે વાડી મહાદેવ તળાવ ચાર રસ્તા પાસે એક શંકાસ્પદ શખ્સ હોન્ડા ડેસ્ટીની મોપેડ સાથે ઉભો છે. પોલીસે તપાસ કરતા આરોપી તરુણ ઉપેન્દ્રભાઈ શુક્લા (ઉ.વ. 32) પાસે વાહનના કોઈ કાગળો મળી આવ્યા નહોતા અને સંતોષકારક જવાબ ન મળતા તેની કડક પૂછપરછ હાથ ધરાઈ હતી.

🧐ચોરીનું અજીબ કારણ

​પૂછપરછમાં ચોંકાવનારી વિગત સામે આવી કે:

  • ​આરોપી તરુણને ગત તા. ૨૨ ફેબ્રુઆરીના રોજ આણંદ જવાનું હતું.
  • તેની પાસે પોતાનું વાહન ન હોવાથી તેણે પોતાના જ રહેણાંક એપાર્ટમેન્ટ ‘મહાત્મા ગાંધી હાઈટ્સ’ માં રહેતા અન્ય રહીશની મોપેડ ચાવી સાથે જોઈ હતી.
  • ​તકનો લાભ ઉઠાવી તેણે આ મોપેડની ચોરી કરી હતી અને ત્યારબાદ તે છૂપી રીતે આ વાહન ફેરવતો હતો.

🚨કુલ 88,000નો મુદ્દામાલ કબજે

પોલીસે અંદાજે રૂ. 88,000ની કિંમતનું હોન્ડા ડેસ્ટીની મોપેડ કબજે કર્યું છે. આ ચોરી અંગે અકોટા પોલીસ સ્ટેશનમાં અગાઉ ગુનો નોંધાયેલ હતો, જેથી વધુ તપાસ માટે આરોપીને અકોટા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

👮આરોપીનો ગુનાહિત ઇતિહાસ

ઝડપાયેલો આરોપી તરુણ શુક્લા અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલો છે. વર્ષ 2015માં ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કારમાંથી લેપટોપની બેગ ચોરી કરવાના ગુનામાં પણ તેની ધરપકડ થઈ ચૂકી છે.

​વડોદરા ક્રાઈમ બ્રાન્ચની આ સતર્ક કામગીરીથી વાહન ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Continue Reading
Vadodara8 hours ago

વડોદરા સમામાં રીધમ હોસ્પિટલ પાછળની સોસાયટીઓ બની નરક સમાન; મત આપ્યા પણ સુવિધાના નામે મીંડું!

Gujarat9 hours ago

સુરત બેંક લૂંટ અપડેટ: વરાછા SBI માંથી ૫૨ લાખ લૂંટનાર બે શખ્સો યુપીથી ઝડપાયા; ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા

Vadodara9 hours ago

વડોદરા: ધોરણ 12નું પરિણામ જાહેર; વિજ્ઞાન પ્રવાહમાં પાદરા અને સામાન્ય પ્રવાહમાં છાણી કેન્દ્ર જિલ્લામાં પ્રથમ

Vadodara10 hours ago

વડોદરા: માંડવી ચાર દરવાજા પાસે હિટ એન્ડ રન; અજાણ્યા કાર ચાલકે વૃદ્ધાને અડફેટે લેતા કરૂણ મોત, ચાલક ફરાર

Vadodara15 hours ago

વડોદરા: લાલુ સિન્ધી ગેંગ સામે પોલીસનું ‘બ્રહ્માસ્ત્ર’; 106 ગુના આચરનાર ટોળકી સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ

Vadodara1 day ago

‘અમારી લાશો લઈ જજો’ કહી પતિએ પત્નીનું ગળું દબાવ્યું; લગ્નના દોઢ જ મહિનામાં ખેલાયો ખૂની ખેલ

Vadodara1 day ago

વડોદરા : ગૌરવ પુરસ્કૃત લેખક વિહંગ મહેતાની સ્ક્રિપ્ટ ચોરી! સુરેશ રાજડા સામે કોર્ટમાં ફરિયાદ

Sports1 day ago

વડોદરાની દીકરીઓનો વર્લ્ડ કપમાં ડંકો: મહિલા T20 વિશ્વકપ માટે રાધા યાદવ અને યાસ્તિકા ભાટિયાની પસંદગી

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech7 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact7 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech6 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara1 day ago

‘અમારી લાશો લઈ જજો’ કહી પતિએ પત્નીનું ગળું દબાવ્યું; લગ્નના દોઢ જ મહિનામાં ખેલાયો ખૂની ખેલ

Vadodara2 days ago

વડોદરા: ગોરવા અને ફતેહગંજ ડ્રગ્સ કેસનો મુખ્ય સપ્લાયર ઝડપાયો; MP થી વડોદરા ગાાંજો સપ્લાય કરવાનું ખુલ્યું નેટવર્ક

Vadodara2 days ago

વડોદરા: ક્રાઈમ બ્રાન્ચનો સપાટો; નડીયાદમાં ઘરફોડ ચોરી કરનાર તાંદલજાનો રીઢો તસ્કર નિહાલ બારોટ ઝડપાયો

Vadodara2 days ago

જવાબદાર કોણ? ગોત્રી GMERS માં ચેકિંગ વગર બીજાનું લોહી ચઢાવી દેવાતા હંગામો; પરિણીતાની હાલત ગંભીર

Vadodara5 days ago

SSG ની શરમજનક બેદરકારી: કોલ્ડ રૂમમાં કોહવાયેલી હાલતમાં મળ્યો મૃતદેહ; મૃતદેહની અદલાબદલી થતાં પરિવારનો આક્રોશ

Vadodara1 week ago

વડોદરામાં લોકશાહીની કસોટી: ઉમેદવારનો જ વોટ ‘ગાયબ’! વોર્ડ-11માં બોગસ વોટિંગના આક્ષેપ સાથે રી-ઈલેક્શનની માંગ

Vadodara1 week ago

વડોદરા: પી.સી.બી.નો સપાટો; લાંબા સમયથી ફરાર પ્રોહિબિશનના બે કુખ્યાત બુટલેગરો ઝડપાયા

Gujarat2 weeks ago

સુરતના ઉધના સ્ટેશન પર મોતની દોટ: 3 કિમી લાંબી લાઈન, પાણી માટે લૂંટાલૂંટ અને પોલીસનો લાઠીચાર્જ

Trending