Connect with us

Vadodara

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Published

on

  • ડીઝલ ચોરી પકડાઈ: VMC ઝોન-4 ની કચેરીના પ્રાંગણમાં રોલર મશીનમાંથી ડીઝલ ચોરતા 3 શખ્સો એલસીબીના હાથે રંગે હાથ ઝડપાયા.
  • ડ્રાઇવર જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ: પાલિકાના જ રોલર ડ્રાઇવર સંજય કહારે સરકારી ઇંધણ સસ્તા ભાવે વેચી મારવાનું કૌભાંડ આચર્યું હતું.
  • અધિકારીઓની જવાબદારીમાંથી પીછેહઠ: ઘટના અંગે પૂછપરછ કરતા રેવન્યુ ઓફિસર અને ડેપ્યુટી એન્જિનિયર એકબીજા પર દોષનો ટોપલો ઢોળીને જવાબદારીમાંથી છટકતા નજરે પડ્યા.
  • સુરક્ષા સામે પ્રશ્નાર્થ: કચેરીમાં સીસીટીવી અને સિક્યુરિટી ગાર્ડ હોવા છતાં આ પ્રકારે ચોરી થવી તંત્રની નબળી દેખરેખની પોલ ખોલે છે.
https://www.instagram.com/reel/DbafeQLtGM2/?igsh=MXdtbTB4MjN3cmtpdw==

વડોદરા: વડોદરા મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર અને વહીવટી લાપરવાહીના કિસ્સાઓ અવારનવાર સામે આવતા રહે છે, ત્યારે હવે VMCની પોતાની જ કચેરીમાંથી સરકારી વાહનોનું ઇંધણ ચોરાતું હોવાની એક અત્યંત ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. વડોદરા પોલીસ ઝોન-૪ એલસીબી (LCB) ની ટીમે બાતમીના આધારે દરોડા પાડીને પાલિકાના જ રોલર મશીનમાંથી ડીઝલ ચોરી કરતા ત્રણ શખ્સોને રંગે હાથ ઝડપી લીધા છે.

શું છે સમગ્ર પ્રકરણ?

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, વડોદરા શહેરના હરણી રોડ પર આવેલી વડોદરા મહાનગરપાલિકાની વોર્ડ નંબર ૪ ની વહીવટી કચેરીના પ્રાંગણમાં એક જેસીબી અને રોલર મશીનમાંથી ડીઝલ ચોરી થતી હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે એલસીબીની ટીમે કચેરી ખાતે વોચ ગોઠવીને રોલરમાં પાઇપ લગાવીને ડીઝલ કાઢી રહેલા ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા હતા.

​પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગત બહાર આવી હતી કે પકડાયેલ આરોપી સંજય હીરાભાઈ કહાર VMCના વોર્ડ નં. ૪ ની કચેરીમાં જ રોલરના ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. આ ડ્રાઇવર પોતાના જ વિભાગના વાહનમાંથી ડીઝલ ચોરી કરીને પોતાની સાથે હાજર અન્ય ઈસમો દિનેશ કહાર અને ધર્મેશ ચુનારાને રૂપિયા ૭૦ ના ભાવે વેચી દેતો હતો. પૂછપરછ દરમિયાન સંજય કહારે અગાઉ પણ બે વખત પાંચ-પાંચ લીટર ડીઝલ ચોરી કર્યું હોવાની કબૂલાત કરી છે. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ અર્થે વારસિયા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

અધિકારીઓની બેદરકારી અને આડાંઅવળા જવાબ:

આ સમગ્ર કૌભાંડ સામે આવ્યા બાદ જ્યારે મીડિયા દ્વારા વોર્ડ નંબર ૪ ની કચેરીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે વોર્ડ ઓફિસર ગીતાબેન સોલંકી રજા પર હોવાનું અને હાલ ચાર્જ રેવન્યુ ઓફિસર ભાવેશ પરમાર પાસે હોવાનું જાણવા મળ્યું હતું. જવાબદાર તરીકે જ્યારે ભાવેશ પરમારને પૂછવામાં આવ્યું ત્યારે તેઓ સમગ્ર માને લઈને દોષનો ટોપલો ડેપ્યુટી એન્જિનિયર રાકેશ સોલંકી પર ઢોળીને રવાના થઈ ગયા હતા. બીજી તરફ, ડેપ્યુટી એન્જિનિયર રાકેશ સોલંકીએ આ બાબતે અજાણ હોવાનું રટણ કર્યું હતું અને વોર્ડ ઓફિસરના ચાર્જમાં રહેલા અધિકારી પર જવાબદારી હોવાનું જણાવ્યું હતું.

​કચેરીના પરિસરમાં સીસીટીવી કેમેરા અને સિક્યુરિટી ગાર્ડ તૈનાત હોવા છતાં જો કોઈ કોન્ટ્રાક્ટ કે સરકારી ડ્રાઇવર બેરોકટોક ડીઝલ ચોરી કરી જતો હોય, તો તે સ્પષ્ટ દર્શાવે છે કે કચેરીના જવાબદાર અધિકારીઓનું પોતાની જ વહીવટી વ્યવસ્થા પર કોઈ નિયંત્રણ નથી.

Continue Reading
Vadodara3 hours ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara4 hours ago

વડોદરામાં સરકારી કચેરીઓ પણ સુરક્ષિત નથી: દિવાળીપુરા ખસેડાયેલી કચેરીના તાળા તોડી તસ્કરોએ હાથ સાફ કર્યો

International5 hours ago

કાંગોમાં ઇબોલાનો હાહાકાર: બચાવ કામગીરી કરતાં પણ અનેકગણી ઝડપે ફેલાઈ રહ્યો છે રોગચાળો, 24 કલાકમાં 50 લોકોના મોત

Vadodara1 day ago

વડોદરામાં કરોડો રૂપિયાના પાણી: ડભોઈ રોડના મહાનગર નાળા પાછળ રૂ. 5 કરોડ ખર્ચ્યા બાદ અધિકારીઓએ જ ફેરવ્યું પાણી!

Vadodara2 days ago

વેરાના વળતરમાં VMCએ એવી વ્યવસ્થા કરી છે કે વોકિંગ કરતા પણ ગમે ત્યારે પાતાળમાં પહોંચી જવાય!

Savli2 days ago

સાવલીમાં હિટ એન્ડ રનનો ગંભીર બનાવ: હાલોલથી પરત ફરતા મુવાલ ગામના યુવકને અજાણ્યા વાહને ટક્કર મારી દીધી

Vadodara2 days ago

નિવૃત્ત અધિકારી પાસેથી રૂ. 1.47 કરોડ પડાવનાર દીપેશ ઉર્ફે મોન્ટુ રાજપુરોહિતના જામીન કોર્ટે ફગાવ્યા

Savli2 days ago

બદનામ કરવાની ધમકી આપીને નરાધમે આચર્યું કૃત્ય: ભોગ બનનાર સગીરા ગર્ભવતી બનતા મંજુસર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech10 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact10 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech9 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara3 hours ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara1 week ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi1 week ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Vadodara2 weeks ago

વડોદરાને આધુનિક ભેટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રતાપનગર રેલવે સ્ટેશનનું લોકાર્પણ, અમૃત ભારત યોજનાને મળી ગતિ!

Vadodara2 weeks ago

વડોદરામાં નબીરાઓની દાદાગીરી : બ્લેક ફિલ્મવાળી કારે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, રિતુ રાજ સિંહનું મોત

Karjan-Shinor2 weeks ago

જમીન ગીરવે મૂકી ખેડૂતે ઉછીના પૈસા ભેગા કર્યા, પણ હાથમાં આવ્યા નકલી દાગીના: ઠગ ટોળકી સામે ફરિયાદ

Vadodara2 weeks ago

કિશનવાડીમાં હત્યાકાંડ ‘આરોપી નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં લઈએ’, પરિવારની ઉગ્ર માંગ સાથે સયાજી હોસ્પિટલમાં ભારે તણાવ

Vadodara2 weeks ago

ગંભીર અકસ્માત: ઓવરસ્પીડ i20 કારની ટક્કરથી બે લોકો ગંભીર ઈજાગ્રસ્ત, કારચાલક ફરાર

Trending