Connect with us

Vadodara

વિકાસના નામે વડોદરાવાસીઓની કસોટી: લક્ષ્મીપુરાથી ઉંડેરા અને છાણી વિસ્તારના રસ્તાઓ આજથી બંધ

Published

on

સ્માર્ટ સિટી વડોદરામાં વિકાસના કામોનો ધમધમાટ ચાલી રહ્યો છે, પરંતુ આ વિકાસ હવે નાગરિકો માટે ટ્રાફિકની મુસીબત બનીને આવ્યો છે. શહેરમાં અગાઉથી જ ૨૦ થી વધુ રસ્તાઓ બંધ છે, ત્યારે હવે પાલિકા દ્વારા વધુ બે મહત્વના રસ્તાઓ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

🚧કયા રસ્તાઓ રહેશે બંધ?

૧. લક્ષ્મીપુરા તળાવથી ઉંડેરા ગામ માર્ગ:

  • શા માટે: સહજ એવન્યુથી લક્ષ્મીપુરા તળાવ સુધી RCC સ્ટોર્મ વોટર ડ્રેઇન (વરસાદી ગટર) બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
  • સમયગાળો: આજથી એટલે કે ૧૦ ફેબ્રુઆરીથી કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી આ રસ્તો બંધ રહેશે.
  • અસર: ભારે મશીનરી અને મટીરીયલ્સના કારણે વાહનવ્યવહાર પર રોક લગાવવામાં આવી છે.

૨. છાણી તળાવથી ન્યાસા કેનાલ માર્ગ:

  • શા માટે: ૨૪ મીટરના આ રસ્તા પર કાચા કાંસને પાકો કરવાની કામગીરી કરવાની હોવાથી STP થી દુમાડ તરફ જતો સંપૂર્ણ રસ્તો બંધ કરવામાં આવ્યો છે.
  • એડવાઈઝરી: આ વિસ્તારના વાહનચાલકોએ પાલિકા દ્વારા સૂચવેલા વૈકલ્પિક ડાયવર્ઝનનો ઉપયોગ કરવાનો રહેશે.

⚠️ નાગરિકોમાં રોષ: “વિકાસ કે મુસીબત?”

શહેરના છેવાડાના અને આઉટગ્રોથ વિસ્તારોમાં એકસાથે અનેક રસ્તાઓ ખોદી નાખવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ૨૦ થી વધુ રસ્તાઓ ઓલરેડી બંધ હોવાથી ટ્રાફિકની સમસ્યા વકરી છે, અને હવે આ નવા ડાયવર્ઝનથી પીક અવર્સમાં વાહનચાલકોની હાલત કફોડી બનશે.

👉પાલિકાના વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા દ્વારા જણાવાયું છે કે કામગીરી વહેલી તકે પૂર્ણ કરવાના પ્રયાસો કરાશે. પરંતુ ત્યાં સુધી વડોદરાવાસીઓએ ટ્રાફિક જામ અને ધૂળની ડમરીઓ વચ્ચેથી પસાર થવા તૈયાર રહેવું પડશે.

Continue Reading
Vadodara3 hours ago

કપુરાઈ પોલીસનો સપાટો: ગોરવામાંથી મોપેડ ચોરીને વેચવા નીકળેલા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો

Vadodara10 hours ago

વડોદરામાં નિવૃત્ત ચીફ એન્જિનિયર સાથે લાખોની છેતરપિંડી: રોકાણના નામે રૂ. 22.81 લાખ પડાવી લેનાર ઠગ સામે ગુનો દાખલ

Vadodara11 hours ago

ગુજરાતમાં દારૂની રેલમછેલ: દમણથી વડોદરા સુધી ‘પાયલોટિંગ’ સાથે પહોંચેલ દારૂનો જથ્થો SMC ના હાથે ઝડપાયો

Vadodara12 hours ago

વડોદરા પાલિકામાં સંગઠનનું વર્ચસ્વ ખતમ: ભાજપ કાર્યાલયે યોજાતી ‘સંકલન બેઠક’ની વર્ષો જૂની પરંપરા બંધ

Vadodara1 day ago

વડોદરા: સીસીટીવી ફૂટેજથી ખૂલી પોલ, તેલ ચોરીનો ભેદ ઉકેલાયો, બે રીઢા ગુનેગાર ઝડપાયા

Vadodara1 day ago

આજવા સરોવરના તળિયા દેખાયા: સપાટી 206 ફૂટથી નીચે જતાં પાલિકાએ રાજ્ય સરકાર પાસે માંગી સહાય

Vadodara1 day ago

આજવા સરોવર ખાતે પાલિકાની પ્રાર્થના: મેઘરાજા મહેર કરે અને વડોદરાને પાણીની તંગી ન નડે તે માટે સત્યનારાયણ કથાનું આયોજન

Vadodara2 days ago

બેન્કિંગ ફ્રોડમાં વડોદરા પોલીસની સફળતા: મહારાષ્ટ્રના ખાપોલીથી ડીસીબીના વોન્ટેડ આરોપીની ધરપકડ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech9 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech Fact9 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech8 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara4 days ago

દુકાનદારોને વાતોમાં ભોળવી ચોરી કરનાર ત્રિપુટીને પાણીગેટ પોલીસે પકડી,4.70 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

Vadodara5 days ago

ડેસર: સાંસદના PA કે સરપંચ? કોના ઈશારે તોડાયા 19 સરદાર આવાસ? વૃક્ષારોપણ માટે સરદાર આવાસ જમીનદોસ્ત

Vadodara6 days ago

વડોદરામાં ‘જાદુઈ પથ્થર’નો ખેલ: 20 કરોડમાં વેચવા નીકળેલી ઠગ ટોળકી પોલીસના સકંજામાં

Vadodara1 week ago

વડોદરામાં આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ: ફાઈનાન્સ કંપનીના નામે છેતરપિંડી આચરનાર 4 શખ્સોની ધરપકડ

Vadodara3 weeks ago

“પૈસા લઈને પ્રવેશ અપાયો?”: વાલીઓના ગંભીર આક્ષેપથી ખળભળાટ; RTE પ્રવેશમાં ગેરરીતિની શંકા

Vadodara3 weeks ago

વડોદરા: અટલાદરા પોલીસ સ્ટેશનમાં ‘ખૂની ખેલ’! અપહરણ કેસના આરોપીઓએ પોલીસ પર કર્યો હુમલો; ક્રાઈમ ઓફિસમાં તોડફોડ

Waghodia4 weeks ago

વાઘોડિયાના સરકારી CHC સેન્ટરમાં IV જેવા સામાન્ય મેડિકલ સાધનની અછતના કારણે એક આધેડનું મોત થયાના આક્ષેપ

Savli1 month ago

સાવલીના ખોખર ગામે ગૌશાળા પર હુમલો: અસામાજિક તત્વોની તોડફોડથી મહંત દયાનંદજી સરસ્વતી ભયના ઓથાર હેઠળ

Trending