Connect with us

Vadodara

વડોદરામાં હપ્તાખોરોનો આતંક; ટ્રાન્સપોર્ટરની ઓફિસમાં તોડફોડ કરી દર મહિને 50 હજારની ખંડણી માંગી

Published

on

વડોદરા શહેરમાં માથાભારે તત્વોનો ત્રાસ વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. શહેરના અમિત નગર વિસ્તારમાં એક ટ્રાન્સપોર્ટરની ઓફિસમાં ઘૂસી બે શખ્સોએ તોડફોડ મચાવી હતી અને ‘અહીં ધંધો કરવો હોય તો દર મહિને 50 હજાર આપવા પડશે’ તેવી ધમકી આપી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો છે. આ મામલે હરણી પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરાના ખોડિયાર નગર વિસ્તારમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા ચેતનભાઈ પ્રજાપતિની ઓફિસમાં ગુંડાગીરીનો કિસ્સો સામે આવ્યો છે. અમિત નગર પાસે આવેલા ક્રિષ્ણાવેલી કોમ્પલેક્સમાં ટ્રાન્સપોર્ટરની ઓફિસ આવેલી છે, જ્યાં મોડી રાત્રે બે શખ્સોએ આતંક મચાવ્યો હતો.

  • આરોપી ૧: અશ્વિન નટવરલાલ ઠક્કર
  • આરોપી ૨: મહેન્દ્રસિંગ પ્રહલ્લાદસિંગ રાઠોડ
  • માંગણી: રૂા. 50,000 પ્રતિ માસ (હપ્તો)

ઘટનાની વિગત મુજબ, ગત 15મી ડિસેમ્બરની રાત્રે જ્યારે ચેતનભાઈ ઘરે હતા, ત્યારે તેમની ઓફિસ પર કામ કરતા કર્મચારીનો ફોન આવ્યો હતો કે અશ્વિન ઠક્કર અને મહેન્દ્રસિંગ રાઠોડે ઓફિસમાં આવી તોડફોડ કરી છે. ટ્રાન્સપોર્ટર ઓફિસે પહોંચ્યા ત્યારે રાત્રે એક વાગ્યે આ બંને શખ્સો ફરી ત્રાટક્યા હતા.

આરોપીઓએ ચેતનભાઈ સાથે ઝપાઝપી કરી માર માર્યો હતો અને ખુલ્લી ધમકી આપતા કહ્યું હતું કે, “જો અહીં ધંધો કરવો હોય તો દર મહિને 50 હજારનો હપ્તો આપવો પડશે, નહીંતર કાલે દુકાન ખોલવા દઈશું નહીં અને જાનથી મારી નાખીશું.”

ભયના ઓથાર હેઠળ જીવતા ટ્રાન્સપોર્ટરે અંતે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે બંને આરોપીઓ સામે ગુનો દાખલ કરી તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. જાહેરમાં હપ્તાની માંગણી કરતી આ ટોળકી સામે પોલીસ કેવા કડક પગલાં ભરે છે તે જોવું રહ્યું.

Continue Reading
Gujarat2 hours ago

વડોદરાની યુવતીને મુંબઈની હોટલમાં બોલાવી ડ્રગ્સ અને દારૂ પીવડાવી દુષ્કર્મનો પ્રયાસ, 5 સામે ગુનો દાખલ

Vadodara2 hours ago

વડોદરામાં APK ફાઈલ દ્વારા સાયબર ઠગાઈનો નવો પેંતરો: PM આવાસ યોજનાના નામે ફોન હેક કરવાની કોશિશ નિષ્ફળ

Vadodara17 hours ago

જીલ્લા ભાજપ સંગઠનની ભેદી ચૂપકીદી વચ્ચે બરોડા ડેરીમાં ભાજપના જ ડિરેક્ટર વિપક્ષની ભૂમિકામાં આવ્યા!

Savli1 day ago

સાવલીના પોઇચા (રા) ખાતે આવેલી એવિડ કંપનીમાં ગંભીર અકસ્માત: ક્રેનમાંથી પ્લાયવુડની પ્લેટ પડતા શ્રમિકનું કરુણ મોત

Vadodara3 days ago

વડોદરામાં રખડતા શ્વાનના ત્રાસ સામે તંત્રની સક્રિયતા: વર્લ્ડ રેબિસ ડે અગાઉ શ્વાનોના રસીકરણની વિશેષ ઝુંબેશ

Vadodara4 days ago

નાગરિકોનો આક્રોશ – “દુનિયાને શિખવાડતા પહેલા પોતે અનુસરો”: વેરો વસૂલતું તંત્ર પોતાની આસપાસ સફાઈ રાખવામાં કેમ નિષ્ફળ?

Vadodara5 days ago

વડોદરામાં કન્સ્ટ્રક્શન સાઇટ પર રહસ્યમય મો*ત: સોમાતળાવ વિસ્તારમાંથી ઉત્તરપ્રદેશના યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃ*તદેહ મળ્યો

Vadodara5 days ago

વડોદરાના નિઝામપુરામાં વાંદરાઓનો આતંક યથાવત: રામનગર સોસાયટીમાં વૃદ્ધ મહિલાને બચકું ભરતા ફેલાઈ ચિંતા

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech12 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech11 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Vadodara2 weeks ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur1 month ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara1 month ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara2 months ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara2 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur2 months ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara2 months ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara2 months ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Trending