Connect with us

Vadodara

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા મંજુરીની અપેક્ષાએ વગર મંજૂરીએ નવા વર્ગો શરૂ કરી દીધા

Published

on

વડોદરાના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા મંજુરી વગર ધો. 9 ના વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા હોવાનો આરોપ અગ્રણી દ્વારા લગાડવામાં આવ્યો છે. આ મામલે શાસનાધિકારીઓ કહ્યું કે, સરકારમાં મંજુરીની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. હાલ શાળાઓમાં 300 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેને લઇને હવે વિવાદનો મધપુડો છંછેડાયો છે. હવે આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું.

સમગ્ર મામલે સામાજીક કાર્યકર નરેન્દ્ર જયસવાલ જણાવે છે કે, ગુજરાતમાં માધ્યમિક વર્ગો ધો . 9 ની મંજુરી મેળવવા માટે અરજી કરવામાં આવી છે. દર વર્ષે 1500 – 2000 અરજીઓ આવતી હોય છે. તેવી જ રીતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 9 વર્ગ માટે અરજી કરી હતી. તેની કોઇ હીયરીંગ થયું નથી. સરકાર દ્વારા કોઇ પ્રવૃત્તિ થઇ નથી.

તેમ છતાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી અને ચેરમેને ધો. 9 ના 6 વર્ગો શરૂ કરી દીધા છે. જે અમાન્ય ગણાય. ખાનગી શાળા દ્વારા આ રીતે કરવામાં આવે તો ડીઇઓ દ્વારા તુરંત વર્ગો બંધ કરવા માટે ઓર્ડર કરવામાં આવે છે. કારણકે સરકારની માન્યતા ન આવી હોય ત્યાં સુધી તમે શાળા શરૂ ન કરી શકો.

વધુમાં તેમણે જણાવ્યું કે, મેં ચેરમેન અને શાસનાધિકારીને સવાર પુછ્યો કે, આ વર્ગો તમે કેવી રીતે શરૂ કર્યા ? તેમણે કહ્યું કે, મંજુરીની અપેક્ષાએ. વર્ગો શરૂ કરો અને કોઇ કારણોસર સરકાર મંજુરી ના આપે તો બાળકોનું શું ! આજે 300 જેટલા વિદ્યાર્થીઓ ધો. 9 માં એડમિશન લઇને બેઠા છે. મંજુરી માટેની અરજી બાદ શાળાના વર્ગો શરૂ કરી દેવામાં આવે તો રાજ્યભરના 1500 – 2000 શાળાઓના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થાય. મારી રજુઆત છે કે, આ રીતે ચાલતા અમાન્ય વર્ગો બંધ કરી દેવામાં આવે.

વડોદરા શિક્ષણ સમિતિના સાશનાધિકારી શ્વેતાબેન પારઘી જણાવે છે કે, ગયા વર્ષે ચાર માધ્યમિક શાળાઓને મંજૂરી મળી અને ધો. 9 ના વર્ગો શરૂ થઇ ગયા હતા. આ વર્ષે તે જ શાળાઓમાં ધો. 10 ના વર્ગ ચાલુ થયા છે. અને બીજી 6 માધ્યમિક શાળાઓની મંજુરી માંગવામાં આવી છે. આપણી 6 શાળાઓની મંજુરીની પ્રક્રિયા ચાલી રહી છે.

શાળાઓ ચાલુ થઇ ગઇ છે, તેમાં અંદાજીત 300 જેટલા વિદ્યાર્થીઓ થાય છે. ધો. 10 ના વર્ગોની મંજુરી પ્રક્રિયામાં છે. આપવી કે ન આપવી તે સરકાર નક્કી કરશે. એ બાબતે અત્યારે નથી મળી તેવું કઇ ન કહી શકીએ. મંજુરી ન મળી તો તે અંગેનો નિર્ણય સકરાર લેશે.

Continue Reading
Vadodara24 minutes ago

વડોદરા: અટલાદરા પોલીસનો સપાટો; રિક્ષામાં ચોરી કરનાર રીઢા ગુનેગાર ‘કાળી બુટી’ સહિત બે શખ્સો ઝડપાયા

Vadodara46 minutes ago

વડોદરા: માંજલપુર પોલીસની મોટી સફળતા; અપહરણના ગુનામાં ફરાર આરોપીને હરિયાણાના ગુરુગ્રામથી દબોચી લીધો

Karjan-Shinor7 hours ago

શિનોર: ₹75 લાખના બ્લેકમેલિંગ કાંડમાં પોલીસનો સપાટો; અત્યાર સુધીમાં 9 આરોપીઓ જેલના સળિયા પાછળ

Vadodara7 hours ago

વડોદરા : નશામાં ધૂત યુવકે પથ્થરમારો કરી મચાવ્યો હાહાકાર; વાહનો સામે સૂઈ જઈને કર્યા તાઈફા

Dabhoi8 hours ago

વડોદરા: ફૂડ પોઈઝનિંગનો ભોગ બનેલી વિદ્યાર્થીનીને એક્સપાયર્ડ બોટલ ચઢાવી; તબીબી ક્ષેત્રે ગંભીર બેદરકારી સામે આવતા રોષ

Vadodara9 hours ago

વડોદરા: PCB ની આક્રમક કાર્યવાહી; જાહેરમાં જુગાર રમતા 8 શખ્સો અને દારૂના અડ્ડાઓ પર ત્રાટકી પોલીસ

Vadodara9 hours ago

સ્માર્ટ સિટી, સ્માર્ટ મુસાફરી: વડોદરાની નવી ઇ-બસો, સયાજીગંજનું બસ સ્ટેન્ડ હવે બનશે ‘ચાર્જિંગ હબ’

Vadodara10 hours ago

માંજલપુરમાં ‘રફ્તાર’ નો કહેર: ડીપીએસ સ્કૂલ બસે મોપેડ સવાર આધેડને મારી જોરદાર ટક્કર; ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech7 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact7 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech6 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Gujarat4 days ago

સુરતના ઉધના સ્ટેશન પર મોતની દોટ: 3 કિમી લાંબી લાઈન, પાણી માટે લૂંટાલૂંટ અને પોલીસનો લાઠીચાર્જ

Vadodara2 weeks ago

રાજકારણમાં પરિપક્વતા શું?, ભૂતકાળમાં થયેલી ભૂલો સ્વીકારીને સુધારવાના પ્રયત્ન કરવા,કે સ્વીકારવું જ નહીં?

Savli2 weeks ago

રહસ્યમય કંકાલ: સાવલી પોલીસ મુવાલ સીમમાં દોડી, FSL ની મદદથી ઓળખવિધિની તજવીજ

Vadodara2 weeks ago

અભદ્ર કોમેન્ટ અને પોલીસ કેસ: વડોદરાની પાંચ મહિલાઓએ વિકૃત યુવકને ભણાવ્યો કાયદાનો પાઠ

Vadodara2 weeks ago

સાઈ કૃપા હોટલમાં ગળેફાંસો: પંચમહાલના જયેન્દ્રકુમારે વડોદરાની હોટલમાં કેમ ટૂંકાવ્યું જીવન?

Vadodara2 weeks ago

વડોદરા: કુખ્યાત ‘બિચ્છુ ગેંગ’ ફરી સક્રિય; જેલમાંથી છૂટેલા અશફાક શેખે બે ભાઈઓ પર કર્યો જીવલેણ હુમલો

Vadodara2 weeks ago

વડોદરા: GSFC બ્રિજ પર કાળમુખો અકસ્માત; બે ભારે વાહનો વચ્ચે રિક્ષા કચડાઈ, ૨ ના કમકમાટીભર્યા મોત – ૩ ની હાલત ગંભીર

Gujarat2 weeks ago

હાલોલ-પાવાગઢ રોડ પર ભીષણ અગ્નિકાંડ: સ્ક્રેપના ગોડાઉનની આગે કાચા મકાનોને લીધા ચપેટમાં; ઘરવખરી બળીને ખાખ

Trending