Connect with us

Vadodara

શિનોરના સાધલી ગામ પાસે ST બસ ઝાડમાં ઘૂસી ગઇ, 6 ઇજાગ્રસ્ત

Published

on

  • વડોદરા ગ્રામ્યમાં એસટી બસ અકસ્માતની ઘટના સામે આવી
  • ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા બસ ઝાડ જોડે ભટકાઇ ગઇ
  • દુર્ઘટના સમયે બસમાં 50 જેટલા મુસાફરો હાજર હોવાનું જાણવા મળ્યું

વડોદરા ગ્રામ્ય માં આવતા શિનોરના સાધલી ગામે જતી એસટી બસ અક્સમાતે ઝાડમાં ઘૂસી ગઇ છે. ઘટનામાં બસને આગળના ભાગે મોટું નુકશાન પહોંચ્યું છે. આ ઘટના સમયે બસમાં આશરે 50 જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. તે પૈકી 6 મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોંચી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ દોડી આવી છે. અને સૌ પ્રથમ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા છે, અને ત્યાર બાદ ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં મુસાફરી કરવા માટે આજે પણ સરકારી એસટી બસને પ્રાથમિકતા અપાય છે. આજે સવારે શિનોર પાસે એસટી બસ મુસાફરોને લઇને જઇ રહી હતી. આ મુસાફરી દરમિયાન આશરે 50 જેટલા મુસાફરો બસમાં હાજર હતા. દરમિયાન બસ સાધલી ગામ પાસે આવતા જ ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેથી બસ રોડ પર થોડીક આમતેમ ચાલીને સીધી જ ઝાડમાં ઘૂસી ગઇ હતી. આ ઘટનામાં બસના આગળના ભાગને મોટું નુકશાન પહોંચ્યું છે.

બસ ઝાડમાં ઘૂસી જવાના કારણે મુસાફરોમાં ફફડાટ પેંસી જવા પામ્યો હતો. મોટા ઘડાકા સાથે બસ ઘૂસી જતા સ્થાનિકો દોડી આવ્યા હતા. અને સ્થાનિકો પૈકી કોઇએ પોલીસ અને 108 ઇમરજન્સી સેવાઓને જાણ કરતા તેઓ પણ દોડી આવ્યા હતા. આ બસ દુર્ઘટનામાં આશરે 6 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. નાની-મોટી ઇજાઓ બદલ ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તમામની તબિયત હાલની સ્થિતીએ સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટના બાદ સ્થળ પર પહોંચેલી પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

Continue Reading
Vadodara10 hours ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara11 hours ago

વડોદરામાં સરકારી કચેરીઓ પણ સુરક્ષિત નથી: દિવાળીપુરા ખસેડાયેલી કચેરીના તાળા તોડી તસ્કરોએ હાથ સાફ કર્યો

International12 hours ago

કાંગોમાં ઇબોલાનો હાહાકાર: બચાવ કામગીરી કરતાં પણ અનેકગણી ઝડપે ફેલાઈ રહ્યો છે રોગચાળો, 24 કલાકમાં 50 લોકોના મોત

Vadodara1 day ago

વડોદરામાં કરોડો રૂપિયાના પાણી: ડભોઈ રોડના મહાનગર નાળા પાછળ રૂ. 5 કરોડ ખર્ચ્યા બાદ અધિકારીઓએ જ ફેરવ્યું પાણી!

Vadodara2 days ago

વેરાના વળતરમાં VMCએ એવી વ્યવસ્થા કરી છે કે વોકિંગ કરતા પણ ગમે ત્યારે પાતાળમાં પહોંચી જવાય!

Savli2 days ago

સાવલીમાં હિટ એન્ડ રનનો ગંભીર બનાવ: હાલોલથી પરત ફરતા મુવાલ ગામના યુવકને અજાણ્યા વાહને ટક્કર મારી દીધી

Vadodara2 days ago

નિવૃત્ત અધિકારી પાસેથી રૂ. 1.47 કરોડ પડાવનાર દીપેશ ઉર્ફે મોન્ટુ રાજપુરોહિતના જામીન કોર્ટે ફગાવ્યા

Savli2 days ago

બદનામ કરવાની ધમકી આપીને નરાધમે આચર્યું કૃત્ય: ભોગ બનનાર સગીરા ગર્ભવતી બનતા મંજુસર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech10 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact10 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech9 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara10 hours ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara1 week ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi1 week ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Vadodara2 weeks ago

વડોદરાને આધુનિક ભેટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રતાપનગર રેલવે સ્ટેશનનું લોકાર્પણ, અમૃત ભારત યોજનાને મળી ગતિ!

Vadodara2 weeks ago

વડોદરામાં નબીરાઓની દાદાગીરી : બ્લેક ફિલ્મવાળી કારે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, રિતુ રાજ સિંહનું મોત

Karjan-Shinor2 weeks ago

જમીન ગીરવે મૂકી ખેડૂતે ઉછીના પૈસા ભેગા કર્યા, પણ હાથમાં આવ્યા નકલી દાગીના: ઠગ ટોળકી સામે ફરિયાદ

Vadodara2 weeks ago

કિશનવાડીમાં હત્યાકાંડ ‘આરોપી નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં લઈએ’, પરિવારની ઉગ્ર માંગ સાથે સયાજી હોસ્પિટલમાં ભારે તણાવ

Vadodara2 weeks ago

ગંભીર અકસ્માત: ઓવરસ્પીડ i20 કારની ટક્કરથી બે લોકો ગંભીર ઈજાગ્રસ્ત, કારચાલક ફરાર

Trending