Vadodara

શિનોરના સાધલી ગામ પાસે ST બસ ઝાડમાં ઘૂસી ગઇ, 6 ઇજાગ્રસ્ત

Published

on

  • વડોદરા ગ્રામ્યમાં એસટી બસ અકસ્માતની ઘટના સામે આવી
  • ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા બસ ઝાડ જોડે ભટકાઇ ગઇ
  • દુર્ઘટના સમયે બસમાં 50 જેટલા મુસાફરો હાજર હોવાનું જાણવા મળ્યું

વડોદરા ગ્રામ્ય માં આવતા શિનોરના સાધલી ગામે જતી એસટી બસ અક્સમાતે ઝાડમાં ઘૂસી ગઇ છે. ઘટનામાં બસને આગળના ભાગે મોટું નુકશાન પહોંચ્યું છે. આ ઘટના સમયે બસમાં આશરે 50 જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. તે પૈકી 6 મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોંચી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ દોડી આવી છે. અને સૌ પ્રથમ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા છે, અને ત્યાર બાદ ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Advertisement

વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં મુસાફરી કરવા માટે આજે પણ સરકારી એસટી બસને પ્રાથમિકતા અપાય છે. આજે સવારે શિનોર પાસે એસટી બસ મુસાફરોને લઇને જઇ રહી હતી. આ મુસાફરી દરમિયાન આશરે 50 જેટલા મુસાફરો બસમાં હાજર હતા. દરમિયાન બસ સાધલી ગામ પાસે આવતા જ ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેથી બસ રોડ પર થોડીક આમતેમ ચાલીને સીધી જ ઝાડમાં ઘૂસી ગઇ હતી. આ ઘટનામાં બસના આગળના ભાગને મોટું નુકશાન પહોંચ્યું છે.

Advertisement

બસ ઝાડમાં ઘૂસી જવાના કારણે મુસાફરોમાં ફફડાટ પેંસી જવા પામ્યો હતો. મોટા ઘડાકા સાથે બસ ઘૂસી જતા સ્થાનિકો દોડી આવ્યા હતા. અને સ્થાનિકો પૈકી કોઇએ પોલીસ અને 108 ઇમરજન્સી સેવાઓને જાણ કરતા તેઓ પણ દોડી આવ્યા હતા. આ બસ દુર્ઘટનામાં આશરે 6 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. નાની-મોટી ઇજાઓ બદલ ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તમામની તબિયત હાલની સ્થિતીએ સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટના બાદ સ્થળ પર પહોંચેલી પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

Advertisement

Trending

Exit mobile version