Connect with us

Vadodara

મુની સેવાશ્રમમાં બે હજાર લોકોની રસોઇ બનાવવા હવે સૌર ઊર્જાનો ઉપયોગ કરાશે

Published

on

ગોરજમાં દુનિયાની સૌથી ઊંચી, સાત માળ જેટલી લંબાઇની ફૂલ ઓટોમેટિક સોલાર ડિશ ઇન્સ્ટોલ કરાઇ

  • આત્મનિર્ભર ભારત અને પર્યાવરણ સંરક્ષણની દિશામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે મુની સેવા આશ્રમ
  • ગોરજમાં દુનિયાની સૌથી મોટી સૌર ડીશ સફળતાપૂર્વક કાર્યરત કરવામાં આવી છે.
  • આ આધુનિક સૌર ટેકનોલોજીથી આશ્રમને મોટા આર્થિક લાભ સાથે પર્યાવરણને પણ નોંધપાત્ર ફાયદો થશે.

આલેખન – જયંત સોજીત્રા

ગોરજ મા અગાઉ મુની સેવા આશ્રમમાં રોજે રોજ અંદાજે ૧૦૦૦ કિલો લાકડાનો ઉપયોગ થતો હતો, જેના કારણે ખર્ચમાં વધારો થતો હતો અને પર્યાવરણને પણ નુકસાન પહોંચતું હતું. હવે સૌર ડીશ કાર્યરત થતા લાકડાનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ થઈ જશે, જેના પરિણામે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે અને પર્યાવરણ વધુ સુરક્ષિત બનશે.

મુની સેવા આશ્રમના ડૉ. વિક્રમભાઈ એ જણાવ્યું હતું કે, આ સૌર ડીશ ઓછી જમીનમાં સ્થાપિત કરી શકાય છે, જે હોસ્પિટલ જેવી સંસ્થાઓ માટે અત્યંત અનુકૂળ છે. આ ટેકનોલોજી દ્વારા હોસ્પિટલના અંદાજે ૧૦૦ ટન ક્ષમતાના એરકન્ડીશન પ્લાન્ટ ચલાવવામાં આવશે. અગાઉ એરકન્ડીશન વીજળી અને ગેસ આધારિત હતા, જ્યારે હવે તે સ્ટીમ આધારિત રહેશે, જેના કારણે કોઈ પણ પ્રકારના ગેસનો ઉપયોગ નહીં થાય અને હવા પ્રદૂષિત નહીં થાય.

આ સ્ટીમ ટેકનોલોજી દ્વારા આશ્રમમાં દરરોજ આશરે ૨૦૦૦ લોકો માટે રસોઈ શક્ય બનશે. ઉપરાંત, હોસ્પિટલમાં જ્યાં જ્યાં સ્ટીમની જરૂરિયાત છે, જેમ કે રસોઈ, લોન્ડ્રી, સ્ટેરિલાઇઝેશન, ગરમ પાણી વગેરે—ત્યાં આ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. હાલમાં આશ્રમમાં આવી બે સૌર ડીશ સ્થાપિત કરવામાં આવી છે, જેના કારણે સંસ્થાને લાંબા ગાળે મોટો આર્થિક લાભ મળશે અને ભવિષ્યમાં વધુ સુવિધાઓ વિકસાવી શકાશે.

આ અદ્યતન ટેકનોલોજી લાવનાર શ્રી દીપક ગઢિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા માટે આ ટેકનોલોજી મૂળ ઓસ્ટ્રેલિયાથી લેવામાં આવી હતી, પરંતુ હવે તેની સંપૂર્ણ ઉત્પાદન પ્રક્રિયા ભારતમાં જ વિકસાવવામાં આવી છે. આ સૌર ડીશ દુનિયાની સૌથી મોટી સોલાર ડીશ છે અને ઓસ્ટ્રેલિયા બહાર પ્રથમ વખત ભારતમાં બનાવવામાં આવી છે. આ ટેકનોલોજીને સોલાર કોન્સન્ટ્રેટર તરીકે ઓળખવામાં આવે છે.

આ સૌર ડીશ સૂર્યના કિરણોને કેન્દ્રિત કરીને ઊંચું તાપમાન ઉત્પન્ન કરે છે, જેના દ્વારા સોલાર બોઇલરમાંથી સ્ટીમ તૈયાર કરવામાં આવે છે. એક ડીશ દ્વારા ૧૦૦ ટન એરકન્ડીશન ચલાવી શકાય છે. હાલ ગોરજમાં બે ડીશ કાર્યરત હોવાથી કુલ ૨૦૦ ટન એરકન્ડીશન ક્ષમતા પ્રાપ્ત થઈ છે.
આ ડીશની વિશેષતા એ છે કે, જેમ સૂર્યમુખી ફૂલ સૂર્ય તરફ ફરે છે, તેમ આ ડીશ પણ સૂર્યની દિશામાં બંને તરફ ફરી શકે છે. તેમાં અંદાજે ૩૦૦ નાના અરીસા લગાવવામાં આવ્યા છે, જે સૂર્યના કિરણોને એક બિંદુ પર કેન્દ્રિત કરીને આશરે ૧૭૦૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઉત્પન્ન કરે છે. આ ડીશની ઊંચાઈ લગભગ સાત માળ જેટલી છે.

આ સમગ્ર સિસ્ટમ સંપૂર્ણપણે ઓટોમેટિક છે. એક કંટ્રોલ રૂમમાંથી માત્ર સ્થળનું લેટિટ્યુડ અને ખાલી જગ્યા દાખલ કરતાં જ સોફ્ટવેર આપમેળે સૂર્યની ગતિ અનુસાર ડીશને ફેરવે છે અને સ્ટીમનું તાપમાન તથા દબાણ નિયંત્રિત કરે છે. તેજ પવનના સમયે સિસ્ટમ આપમેળે ડીશને રોકી દે છે, જેથી કોઈ નુકસાન ન થાય. આ સિસ્ટમ IBR અપ્રૂવ્ડ છે અને ઓપરેટરને માત્ર દેખરેખ રાખવાની જરૂર પડે છે.

આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માટે રોટરી ક્લબ ઓફ બોમ્બે પિયર દ્વારા રૂ. ૧.૬ કરોડની ગ્રાન્ટ આપવામાં આવી છે. મુની સેવા આશ્રમ, રોટરી ક્લબ અને આપાર કેબલ કંપનીના CSR ફંડિંગના સહયોગથી આ ટેકનોલોજી વિકસાવવામાં આવી છે, જે માત્ર આશ્રમ નહીં પરંતુ સમગ્ર દેશ માટે લાભદાયક સાબિત થશે.

Continue Reading
Vadodara14 hours ago

પાણીગેટમાં વગર પરવાનગીના ચકડોળ માટે પંડાલ બાંધનાર 4 શખસો પોલીસ પકડમાં: સામગ્રી જપ્ત

Vadodara2 days ago

વડોદરામાં ગમખ્વાર અકસ્માત: માણેજા ક્રોસિંગ પાસે એસ.ટી. બસે એક્ટિવા સવાર યુવકને અડફેટે લેતા કરુણ મો*ત

Vadodara3 days ago

વડોદરામાં હની ટ્રેપ અને ડ્રગ્સ કેસની ધમકીનો પર્દાફાશ: લિફ્ટ આપનાર વૃદ્ધ પાસેથી 3.35 લાખ પડાવી લીધા

Vadodara3 days ago

વડોદરામાં કરોડોની જમીનનું મસમોટું કૌભાંડ: મૃતક ખેડૂતની જગ્યાએ ડમી શખ્સને ઊભો કરી બોગસ દસ્તાવેજો બનાવ્યા

Vadodara3 days ago

જન્માષ્ટમીની ઉજવણીની પોલીસ પરવાનગી હોવા છતાંય વિફરેલા PSIએ આયોજકોને અપશબ્દો ભાંડી DJ સળગાવી દેવાની ધમકી આપી!

International4 days ago

દુનિયાને જોવાની રીતમાં મોટો બદલાવ: સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ નવા વર્લ્ડ મેપના પ્રસ્તાવને બહુમતીથી અપનાવ્યો

Vadodara4 days ago

વડોદરામાં હ*ત્યા કેસની સાક્ષી મહિલા પર અત્યાચાર; કેસ પાછો નહીં ખેંચે તો પતિ જેવી જ હાલત કરવાની ધમકી મળતા પોલીસ રક્ષણની માંગ

Vadodara4 days ago

વડોદરામાં સાયબર ઠગાઈનો નવો કિમીયો: નકલી ઈ-ચલણ APK ફાઈલ મોકલી પાલિકાના ઇજનેર સાથે છેતરપિંડી

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech11 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact12 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech11 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Chhotaudaipur3 weeks ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara3 weeks ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara4 weeks ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara1 month ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur1 month ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara1 month ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara2 months ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi2 months ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Trending