Connect with us

Vadodara

પ્રા. શાળાના જર્જરિત ઓરડામાં વિદ્યાર્થીઓ ભણતા હોવાનો સામાજિક અગ્રણીનો આક્ષેપ

Published

on

  • જર્જરિત ઓરડામાં જોખમ લઇને શિક્ષણ લેતા બાળકો
  • જિલ્લાની 69 શાળાઓના ઓરડા જર્જરિત હોવાના કારણે તેના કાટમાળની હરાજી કરી દેવા માટેનો ઉલ્લેખ હુકમમાં કરવામાં આવ્યો છે
  • વડોદરા જિલ્લાની જર્જરિત શાળાઓ અંગેના હુકમની અમલવારીમાં ધાંધિયા
  • રૂપાપુરા પ્રાથમિક શાળામાં જીવના જોખમે ભણતા વિદ્યાર્થીઓ
  • સામાજીક કાર્યકર લખન દરબારે ઉઠાવ્યો અવાજ

વડોદરા ના નંદેસરીમાં આવેલા રૂપાપુરાની પ્રાથમિક શાળા ના ઓરડા ખખડધજ્જ હાલતમાં છે. આ શાળામાં ગમે ત્યારે કોઇ દુર્ઘટના થઇ શકે તેવી ભીતિ છે. ત્યારે શાળા છોડીને વિદ્યાર્થીઓ બહાર બેસીને ભણવા માટે મજબુર બન્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા મારફતે સામે આવ્યો છે. આ વીડિયો અંગે સામાજીક કાર્યકર લખન દરબારે તીખી પ્રતિક્રિયા પણ આપી છે. જો કે, આ વચ્ચે જાણવા મળ્યું છે કે, જુન-2025 માં વડોદરા ગ્રામ્યમાં આવતી 69 જેટલી જર્જરિત શાળાના ઓરડા દુર કરવા માટેનો પરિપત્ર થયો હતો. તેમ છતાં આવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.

વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષણધિકારીની કચેરી દ્વારા જુન – 2025 માં એક હુકમ બહાર પાડવામાં આવ્યો હતો. તે અનુસાર વડોદરા જિલ્લામાં આવતા ડેસર, વાઘોડિયા, વડોદરા તાલુકા, પાદરા તાલુકા, સાવલી તાલુકા, ડભોઇ તાલુકા, શિનોર તાલુકા અને કરજણ તાલુકાની મળીને કુલ 69 શાળાઓના ઓરડા જર્જરિત હોવાના કારણે તેના કાટમાળની હરાજી કરી દેવા માટેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો કે, આ પરિપત્ર એક મહિના બાદ પણ હકીકતમાં ના પરિણમ્યો હોવાનું સામે આવ્યું છે.

તાજેતરમાં વડોદરાના વાઘોડિયા વિધાનસભા વિસ્તારમાં આવેલી નંદેસરીના રૂપાપુરાની પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓ ઓટલા પર બેઠા હોવાનું જોવા મળ્યું છે. આ વીડિયો અંગે સામાજીક કાર્યકર લખન દરબારે ગંભીર આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે, શાળા ખુબ જ જર્જરિત હાલતમાં છે. જો કોઇ દુર્ઘટના સર્જાય તો તેની માટે જવાબદાર કોણ, સાથે જ તેમણે આ અંગે ત્વરિત કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ઉપરોક્ત શાળાનો જર્જરિત ઓરડા ધરાવતી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીના હુકમમાં ઉલ્લેખ છે. તે અનુસાર, આ ઓરડા દુર થઇ જવા જોઇએ. જો કે, તેમ થયું નથી. રૂપાપુરા પ્રાથમિક શાળાના 7 ઓરડાઓ જર્જરિત હોવાનો પણ તેમાં ઉલ્લેખ છે. હવે આ મામલે આગળ કેટલા સમયમાં શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું. જો કે, આ અંગે DPEO મહેશ પાંડેનું કહેવું છે કે, ગંભીરા દુર્ઘટના બાદ જર્જરિત ઓરડાઓનો ઉપયોગ નહીં કરવા બાબતે આચાર્યો પાસેથી પ્રમાણપત્રો પણ એકત્રિત કરી દેવામાં આવ્યા છે. જો તેમ છતાંય ઉપયોગમાં લેવાતા હોય તો તપાસ કરવામાં આવશે.

Waghodia51 minutes ago

વડોદરા: વાઘોડિયામાં પોલીસ રેઈડમાં 2.68 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો; એક બુટલેગરની ધરપકડ

Vadodara1 hour ago

વડોદરા: 5 કરોડનો નવો રોડ ખોદી નખાતા વિવાદ; મદ્રાસ ભવનના સંચાલકો સામે પાલિકાની લાલ આંખ

Vadodara2 hours ago

વડોદરા: એટીએમમાં પતરાની પટ્ટી લગાવી પૈસાની ચોરી! સ્ટેટ બેંકના એટીએમમાં ગઠિયાઓએ મચાવ્યો તરખાટ

Vadodara3 hours ago

વડોદરા: કમાટીબાગમાં સ્વચ્છતા માટે કડક નિયમો; પ્રવાસીઓ પાસેથી પાન-મસાલા જમા લેવાયા, પાણીની બોટલ માટે મંજૂરી

Karjan-Shinor23 hours ago

પોલીસનો પીછો, ચાલક ફરાર: 8,250 દારૂની બોટલો સાથે કુલ રૂ. 25.60 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

Vadodara1 day ago

વડોદરા: ડભોઈ રોડ પર પાણી માટે ‘માટલા ફોડ’ વિરોધ! શાંતિનગરના રહીશોની તંત્ર સામે લાલ આંખ; 8 મહિનાથી દૂષિત પાણીની સમસ્યા

Vadodara2 days ago

વડોદરા: વાઘોડિયા રોડ પર લોહિયાળ ઝઘડો! ઝઘડો છોડાવવા ગયેલા કેટરિંગ સંચાલક યુવાનનો કાન કરડી ખાધો

Vadodara2 days ago

વડોદરામાં સક્રિય મહારાષ્ટ્રની મહિલા ચોર ટોળકીનો પર્દાફાશ; 3 લાખથી વધુના મુદ્દામાલ સાથે 2 મહિલાઓ ઝડપાયા

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech8 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech Fact8 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech7 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara2 days ago

“પૈસા લઈને પ્રવેશ અપાયો?”: વાલીઓના ગંભીર આક્ષેપથી ખળભળાટ; RTE પ્રવેશમાં ગેરરીતિની શંકા

Vadodara3 days ago

વડોદરા: અટલાદરા પોલીસ સ્ટેશનમાં ‘ખૂની ખેલ’! અપહરણ કેસના આરોપીઓએ પોલીસ પર કર્યો હુમલો; ક્રાઈમ ઓફિસમાં તોડફોડ

Waghodia1 week ago

વાઘોડિયાના સરકારી CHC સેન્ટરમાં IV જેવા સામાન્ય મેડિકલ સાધનની અછતના કારણે એક આધેડનું મોત થયાના આક્ષેપ

Savli2 weeks ago

સાવલીના ખોખર ગામે ગૌશાળા પર હુમલો: અસામાજિક તત્વોની તોડફોડથી મહંત દયાનંદજી સરસ્વતી ભયના ઓથાર હેઠળ

Vadodara3 weeks ago

વિશ્વામિત્રીના શુદ્ધિકરણના નામે ‘તૂત’: ₹1200 કરોડના ખર્ચના દાવા વચ્ચે નદીમાં 20 ફૂટ ઊંચા કચરાના પહાડો!

Vadodara4 weeks ago

યાકુતપુરા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: વિદેશી પાઉન્ડ અને સોનાના દાગીના સાથે ‘અનસ દૂધવાલા’ પોલીસના સકંજામાં

Padra4 weeks ago

પાદરા : પાતાળિયા હનુમાનના દ્વારે 14 જોડાઓના મંગલ ફેરા; રાજકીય દિગ્ગજોની હાજરીમાં લગ્નોત્સવ સંપન્ન

Vadodara4 weeks ago

વડોદરા: SOG નો મોટો સપાટો; HDFC બેંકના મશીનમાં નકલી નોટો જમા કરાવનાર ગેંગના 6 સાગરીતો ઝડપાયા

Trending