Connect with us

Vadodara

બિચ્છુ ગેંગ માથુ ઉંચકતી હોવાના સંકેતો, માતા-પુત્રીને મળી ધમકી

Published

on

  • પાર્થ શર્માના પિતાનું મૃત્યું થયું છે. તે જેલમાં ડ્રગ્સ કેસમાં ઝડપાયો, તેનું કોઇ નથી, એટલે દયા ખાઇને મદદ કરવા માટે પૈસા કઢાવી આપ્યા હતા

વડોદરા માં એક સમયે માથાભારે બિચ્છુ ગેંગ નો ભારે આતંક હતો. માંડ તેને નાથવામાં પોલીસ  ને સફળતા મળી હતી. જો કે, હવે આ સફળતા લાંબો સમય ટકી નહીં હોવાનું સપાટી પર આવ્યું છે. તાજેતરમાં મહિલા અને તેની પુત્રીને બિચ્છુ ગેંગના મળતિયાઓ દ્વારા ધાક-ધમકી આપવામાં આવી રહી હોવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. પીડિત મહિલાએ આ મામલે પ્રથમ શહેર પોલીસ કમિશનર અને ત્યાર બાદ અટલાદરા પોલીસ મથકમાં મળી હતી. અને પોતાની વ્યથા વર્ણવી હતી. હવે આ મામલે આગળ શું કાર્યવાહી થાય છે તેના પર સૌ કોઇની નજર રહેશે. અગાઉ બિચ્છુ ગેંગ સામે ગુજસીટોકના કાયદા અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પીડિતાએ બિચ્છુ ગેંગના મળતિયાઓ સામે ગંભીર આરોપો મુકતા મીડિયાને જણાવ્યું કે, હું પોલીસ કમિશનરને મળી હતી. ત્યાર બાદ અટલાદરા પોલીસ મથક આવી છું. મારા ઘરે પાર્થ શર્મા, તન્નુભાઇ, ઇલિયાસ ખાન અને પઠાણ બિચ્છુ ગેંગના માણસો છે તેઓ ધમકી આપે છે. મને અને મારી દિકરીને ગેંગ રેપની ધમકી આપે છે. તેઓ અમારી પાસે પૈસાની માંગણી કરે છે. તેમને પૈસા આપી દીધેલા હોવા છતાં પણ વધુ પૈસાની માંગણી કરી રહ્યા છે. મારા પતિએ ડ્રગ્સ કેસમાં જેલમાં બંધ પાર્થ શર્માને છોડાવવા માટે પૈસાની મદદ કરી હતી. તે તેનું બધુ આપીને ગયો હતો. તે જેલમાંથી ફોન કરતો હતો. મારા પતિએ તેમના મિત્ર રવિ કલાલના કહેવાથી પૈસા ઉપાડીને બેંકમાં જમા કરાવ્યા છે.

વધુમાં પીડિતાએ જણાવ્યું કે, રવિ કલાલ જ પૈસા ઉપાડીને પાર્થ શર્માને આપતો હતો. પાર્થ શર્મા અમારા પાડોશી છે, તેના પિતા જોડે અમારા સારા સંબંધ હતા. તેનુ મૃત્યું થયું છે. તે જેલમાં ડ્રગ્સ કેસમાં ઝડપાયો છે. તેનું કોઇ નથી, એટલે મારા પતિએ દયા ખાઇને તેને મદદ કરવા માટે પૈસા કઢાવી આપ્યા હતા. તે જ્યારે પેરોલ પર છુટ્યો ત્યારે મારા પતિએ તેના જામીન કરાવ્યા હતા. તે બાદ ઇલિયાસ ખાને અમારી પર દાદાગીરી કરીને અમને ડરાવી દીધા હતા. રોજ અમને ફોન કરતો હતો. ઘરે આવીને બેસી જતો હતો. અમે કહ્યું કે, અમે બધા પૈસા આપી દીધા છે. તેમ છતાં પણ ખોટા વોઇસ રેકોર્ડિંગ મોકલીને ધમકાવતો હતો. પોલીસ ચોકીમાં પણ મારા પતિને ધમકાવવામાં આવ્યા હતા.

વધુમાં પીડિતાએ ઉમેર્યું કે, બીજા દિવસે સવારે મેં રૂ. 3.5 લાખ આપ્યા હતા. ત્યાર બાદ પાર્થ શર્મા પેરોલ જમ્પ કરીને ભાગી ગયો હતો. મારા પતિએ તેને પકડવામાં મદદ કરી હતી. તે જામીન હતા તો તેમના માથે બધુ આવી ગયું હતું. અમે બધી જ જાણ પોલીસને કરી હતી. તે વખતે અમે ડરી ગયા હતા. અમને ખબર ન્હતી કે બિચ્છુ ગેંગનો માણસ છે. તે હવે જેલમાંથી છુટીને આવ્યો ત્યારે હવે તે બિચ્છુ ગેંગના માણસો સાથે 9 તારીખે રાત્રે સાડા બાર વાગ્યે આવ્યો હતો. તે મારા પતિ પાસેથી રૂ. 8 લાખનો ચેક લઇ ગયો હતો. અમારા સમાધાન સમયે પણ એક ચેક અમે આપ્યો હતો. પણ તે ખોવાઇ ગયો હોવાનું રટણ તેઓ કરી રહ્યા છે. અટલાદરા પોલીસ મથકમાં અમને બોલાવ્યા હતા. અને જણાવ્યું કે, તેમના પૈસા આપી દો.

આખરમાં પીડિતાએ જણાવ્યું કે, અમે રાત્રે આવ્યા તો તે લોકોએ અમને ઘેરી લીધા અને કહ્યું કે, તુમ્હારા નામ આયેગા. તુમ્હારા નામ હમને સંડોવ દિયા હૈ. તુમ્હારે બાલ બચ્ચે રખડ જાયેંગે. મેં કહ્યું કે, અમે સ્યુસાઇડ કરી લઇશું. અમે નોકરીયાત છીએ. અમારા સંતાનો ઘરે એકલા હોય છે.

Vadodara3 hours ago

વડોદરા: ભારતની જીતની ઉજવણીમાં પોલીસની કામગીરીમાં અડચણ ઉભી કરનાર 3 શખ્સોની ધરપકડ

Gujarat7 hours ago

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ: રસ્તાઓ બન્યા ‘ગુંદર’, કાળઝાળ ગરમીમાં તંત્રના ભ્રષ્ટાચારની પોલ ખુલી

Chhotaudaipur8 hours ago

નસવાડીમાં ઉનાળાની શરૂઆતે જ પાણી માટે પોકાર, 100થી વધુ ચેકડેમો જર્જરિત હાલતમાં

Dabhoi8 hours ago

યાત્રાધામ ચાણોદના નર્મદા ઘાટ પર મહાકાય મગર દેખાતા ફફડાટ, શ્રદ્ધાળુઓમાં ભયનો માહોલ

Vadodara9 hours ago

વડોદરામાં વર્લ્ડ કપના જશ્નમાં જોખમી સ્ટંટ અને પોલીસ સાથે ઘર્ષણ, નિયમોના ઉડ્યા લીરેલીરા

Vadodara10 hours ago

વડોદરાની ઓરિએન્ટલ કંપનીના 27 કર્મચારીઓને એકાએક છૂટા કરાતા હોબાળો, કલેક્ટર કચેરી ગજવી

Vadodara10 hours ago

વડોદરામાં વેરા વસૂલાતનો ટાર્ગેટ પૂરો ન થતા તલાટીઓના પગાર અટકાવાયા, કર્મચારીઓમાં ભારે રોષ

Vadodara10 hours ago

મકરપુરા એસ.ટી. ડેપો પર પાલિકાની ત્રાટકતી ટીમ: કરોડથી વધુનો મિલકત વેરો બાકી હોવાથી લેવાયા આકરા પગલાં.

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Tech5 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact6 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Savli2 years ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Karjan-Shinor1 week ago

યમરાજ બનીને રોંગ સાઈડમાં દોડી સરકારી બસ! કરજણ હાઈવે પર મુસાફરોનો જીવ અધ્ધર

Vadodara1 week ago

વડોદરા: બેફામ બાઇક ચાલકે બે યુવતીઓને લીધી અડફેટે; અકસ્માતના હૃદયદ્રાવક CCTV ફૂટેજ આવ્યા સામે

Savli2 weeks ago

તમારા ખિસ્સામાં રહેલી ₹500ની નોટ અસલી છે કે નકલી? આસોજમાં પકડાયુ નકલી નોટો નું ‘મિની છાપખાનું’!

Vadodara3 weeks ago

વડોદરામાં રફ્તારનો કહેર: થાર સવાર યુવતીઓએ ઝોમાટો બોયને કચડ્યો, ઘટનાસ્થળે જ મોત

Vadodara3 months ago

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ: નશામાં ધૂત કાર ચાલકે બુલેટ સવારને અડફેટમાં લીધો, મેનેજર ઘાયલ

Gujarat3 months ago

ગુજરાત દારૂબંધી વિવાદ વચ્ચે હર્ષ સંઘવી પર જૂની પોલીસ ફરિયાદ અને ધમકીની ફરિયાદો ચર્ચામાં આવી

Vadodara4 months ago

“મોસાળમાં જમણવાર અને માઁ પીરસનાર” : રસિકભાઈના પેવરબ્લોકની માંગ વધી,માણીતા ઇજારદારોને ઘીકેળાં?

Vadodara4 months ago

એક જીદના કારણે નંદેસરીના કેમિકલ ઉદ્યોગો મરણપથારીએ!, બ્રીજનું કામ કરતો ઈજારદાર પણ કામ છોડી જતો રહ્યો

Trending