Connect with us

Savli

સાવલી: ઝઘડામાં સમાધાન કરાવવા પહોંચેલી પોલીસ પર પિતાપુત્રએ કર્યો હુમલો,પોલીસે કરી ધરપકડ

Published

on

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગોઠડા ગામે સોસાયટીમાં થયેલા ઝઘડામાં મહિલા દ્વારા પોલીસ કંટ્રોલ રૂમ પર ફોન કરીને મદદ માગવામાં આવી હતી. આ દરમિયાન બે પોલીસ જવાનો સ્થળ પર પહોંચતા સામા પક્ષના પિતા પુત્રએ દંડા વડે પોલીસ પર જ હુમલો કરી દીધો હતો. જ્યારે સમગ્ર ઘટનામાં સાવલી પોલીસે હુમલાખોર પિતા પુત્રની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રજાના રક્ષક તરીકે કામ કરતી પોલીસ સામે ઘણીવાર પ્રજા એટલે કે નાગરિકો બળ પ્રયોગનો ઉપયોગ કરતા હોય છે. આવા કિસ્સાઓમાં દાખલો બેસે તેવી કાર્યવાહી કરવી જરૂરી છે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં પોલીસ પર હુમલાનો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં પોલીસ કંટ્રોલ રૂમ પર મળેલી વર્ધીના આધારે સ્થળ પર પહોંચેલા બે પોલીસ જવાનોને પિતા પુત્રએ લાકડી વડે માર માર્યો હતો.

સાવલી તાલુકાના ગોઠડા ગામે આવેલી ગુલમોહર પાર્ક સોસાયટીમાં રહેતા સ્નેહાબેન દરબાર દ્વારા 100 નંબર કંટ્રોલ રૂમ પર ફોન કરીને જણાવવામાં આવ્યું હતું કે, સોસાયટીમાં રહેતા દિલીપ રાઠોડ તેઓ સાથે ઝઘડો કરે છે.જે વર્ધિના આધારે ગોઠડા બીટ પોલીસ ચોકીના પોલીસ કોન્સ્ટેબલ જયસુખભાઈ તથા રાજેશભાઈ સ્થળ પર પહોંચ્યા હતા.

સ્થળ પર જઈને જોતા ફરિયાદી મહિલા સનેહાબેન દરબાર તેમજ તેઓની માતાને અન્ય બે મહિલાઓ વાળ પકડીને માર મારતી હતી. આ મારામારીને રોકવા માટે બંને પોલીસ જવાનોએ વચ્ચે પડતા સ્થળ પર હાજર દિલીપસિંહ પ્રતાપસિંહ રાઠોડ તેમજ સાહિલ દિલીપસિંહ રાઠોડ દ્વારા પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઈ તેમજ જયસુખભાઈ પર દંડા વડે હુમલો કરી દેવામાં આવ્યો હતો. જેમાં પોલીસ જવાનને પગના ભાગે ઇજા પહોંચતા પોલીસ પર હુમલો કરનાર દિલીપસિંહ પ્રતાપસિંહ રાઠોડ તેમજ સાહિલ દિલીપસિંહ રાઠોડની સાવલી પોલીસે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Continue Reading
Vadodara12 hours ago

વડોદરામાં બિલ્ડરની ઘોર બેદરકારી ઉજાગર: દેવેશ ઇમ્પેરિયા સોસાયટીમાં માત્ર બે વર્ષમાં ફ્લેટની છત ધરાશાયી

Vadodara2 days ago

વડોદરા મહાનગરપાલિકાની બેવડી નીતિ સામે રોષ: સામાન્ય નાગરિકોના બેનરો હટાવ્યા, જ્યારે નેતાઓના હોર્ડિંગ્સ યથાવત

Vadodara2 days ago

AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ફેઇલ: દરજીપુરા આરટીઓ કચેરીમાં સર્વર ડાઉન થતાં 35થી વધુ અરજદારો કલાકો સુધી અટવાયા

Vadodara3 days ago

29 વર્ષની લાંબી કાનૂની લડત બાદ ઐતિહાસિક ચુકાદો: રેલવે કર્મચારીની બરતરફી ગેરકાયદે ઠેરવતું ઔદ્યોગિક ન્યાયપંચ

Vadodara5 days ago

અધિકારીઓ કમિશનરના કહ્યામાં નથી? બાર દિવસ અગાઉ રજૂઆત છતાં નાળાની સફાઈ ન થઈ -કોર્પોરેટર આશિષ જોશી

Gujarat5 days ago

ગુજરાતમાં 4 કલાકમાં 172 તાલુકામાં વરસાદ! બોરસદમાં સૌથી વધુ 4.53 ઇંચ ખાબક્યો, વડોદરા-અમદાવાદમાં પણ ધોધમાર

Gujarat6 days ago

ખેડૂતપુત્ર જતીન ગજેરાની અનન્ય પહેલ: અમરેલીના શેડુભાર ગામે કરોડોના ખર્ચે બનશે ગુજરાતનો પ્રથમ બાયો-સીએનજી પ્લાન્ટ

Vadodara6 days ago

નંદેસરી પોલીસનો મહત્વનો નિર્ણય: ગણેશ મહોત્સવની શાંતિપૂર્ણ ઉજવણી માટે આયોજકો સાથે બેઠક યોજાઈ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech12 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech11 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Tech Fact12 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Vadodara6 days ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur4 weeks ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara4 weeks ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara1 month ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara1 month ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur2 months ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara2 months ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara2 months ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Trending