Savli

સાવલી: ઝઘડામાં સમાધાન કરાવવા પહોંચેલી પોલીસ પર પિતાપુત્રએ કર્યો હુમલો,પોલીસે કરી ધરપકડ

Published

on

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગોઠડા ગામે સોસાયટીમાં થયેલા ઝઘડામાં મહિલા દ્વારા પોલીસ કંટ્રોલ રૂમ પર ફોન કરીને મદદ માગવામાં આવી હતી. આ દરમિયાન બે પોલીસ જવાનો સ્થળ પર પહોંચતા સામા પક્ષના પિતા પુત્રએ દંડા વડે પોલીસ પર જ હુમલો કરી દીધો હતો. જ્યારે સમગ્ર ઘટનામાં સાવલી પોલીસે હુમલાખોર પિતા પુત્રની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

પ્રજાના રક્ષક તરીકે કામ કરતી પોલીસ સામે ઘણીવાર પ્રજા એટલે કે નાગરિકો બળ પ્રયોગનો ઉપયોગ કરતા હોય છે. આવા કિસ્સાઓમાં દાખલો બેસે તેવી કાર્યવાહી કરવી જરૂરી છે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં પોલીસ પર હુમલાનો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં પોલીસ કંટ્રોલ રૂમ પર મળેલી વર્ધીના આધારે સ્થળ પર પહોંચેલા બે પોલીસ જવાનોને પિતા પુત્રએ લાકડી વડે માર માર્યો હતો.

Advertisement

સાવલી તાલુકાના ગોઠડા ગામે આવેલી ગુલમોહર પાર્ક સોસાયટીમાં રહેતા સ્નેહાબેન દરબાર દ્વારા 100 નંબર કંટ્રોલ રૂમ પર ફોન કરીને જણાવવામાં આવ્યું હતું કે, સોસાયટીમાં રહેતા દિલીપ રાઠોડ તેઓ સાથે ઝઘડો કરે છે.જે વર્ધિના આધારે ગોઠડા બીટ પોલીસ ચોકીના પોલીસ કોન્સ્ટેબલ જયસુખભાઈ તથા રાજેશભાઈ સ્થળ પર પહોંચ્યા હતા.

સ્થળ પર જઈને જોતા ફરિયાદી મહિલા સનેહાબેન દરબાર તેમજ તેઓની માતાને અન્ય બે મહિલાઓ વાળ પકડીને માર મારતી હતી. આ મારામારીને રોકવા માટે બંને પોલીસ જવાનોએ વચ્ચે પડતા સ્થળ પર હાજર દિલીપસિંહ પ્રતાપસિંહ રાઠોડ તેમજ સાહિલ દિલીપસિંહ રાઠોડ દ્વારા પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઈ તેમજ જયસુખભાઈ પર દંડા વડે હુમલો કરી દેવામાં આવ્યો હતો. જેમાં પોલીસ જવાનને પગના ભાગે ઇજા પહોંચતા પોલીસ પર હુમલો કરનાર દિલીપસિંહ પ્રતાપસિંહ રાઠોડ તેમજ સાહિલ દિલીપસિંહ રાઠોડની સાવલી પોલીસે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Trending

Exit mobile version