Connect with us

Savli

ગ્રામ્ય પોલીસે રૂ. 3.01 કરોડની કિંમતના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવ્યું

Published

on

  • મંજુસર પોલીસ મથક, સાવલી પોલીસ મથક, ડેસર પોલીસ મથક, અને ભાદરવા પોલીસ મથક વિસ્તારમાં પકડાયેલા વિદેશી દારૂનો નાશ
  • વડોદરા ગ્રામ્ય પોલીસે પ્રોહીબીશનના મુદ્દામાલનો નાશ કર્યો
  • ચાર પોલીસ મથકમાં કુલ મળીને રૂ. 3.01 કરોડનો દારૂ પકડાયો હતો

ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આ કાર્ય પાર પાડવામાં આવ્યું છે

વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા દારૂબંધીની અમલવારી માટે અસરકારક કામગીરી કરવામાં આવે છે. વિતેલા મહિનાઓમાં પોલીસ કાર્યવાહી દરમિયાન જપ્ત કરવામાં આવેલા દારૂના મુદ્દામાલનો કાયદેસરની રાહે નિકાલ કરવા માટેની મંજૂરી મેળવવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસે મંજુસર જીઆઇડીસીમાં ખુલ્લી જગ્યામાં સક્ષમ અધિકારીઓની હાજરીમાં રૂ. 3.01 કરોડના વિદેશી દારૂના મુદ્દામાલનો નાશ  કર્યો છે. તમામને રોડ પર પાથરીને તેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.

સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા ગ્રામ્ય પોલીસના વડા દ્વારા ગ્રામ્ય ડિવીઝનમાં સમાવિષ્ટ પોલીસ મથકોમાં જુદા જુના ગુનાના કામે કબ્જે કરેલા વિદેશી દારૂના મુદ્દામાલનો નાશ કરવા માટે જરૂરી સૂચનો કર્યા હતા. ત્યાર બાદ મંજુસર પોલીસ મથક, સાવલી પોલીસ મથક, ડેસર પોલીસ મથક, અને ભાદરવા પોલીસ મથક વિસ્તારમાં પકડી પાડવામાં આવેલા વિદેશી દારૂના જથ્થાના નાશ માટે નામદાર કોર્ટ પાસેથી મંજુરી મેળવવામાં આવી હતી. ત્યાર બાદ તાજેતરમાં મંજુસર જીઆઇડીસીમાં આવેલી ખુલ્લી જમીનમાં રૂ. 3.01 કરોડના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.

આ પ્રોહીબીશનનો મુદ્દામાલ નાશ કરવાની પ્રક્રિયા સમયે સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ, સાવલી, વિભાગીય પોલીસ અધિક્ષક, વડોદરા ગ્રામ્ય, અધિક્ષક, નશાબંધી અને આબકારી ખાતું અને તમામ પોલીસ મથકના પીઆઇ હાજર રહ્યા હતા. મંજુસર પોલીસ મથકમાંથી 21 ગુનાઓ, સાવલી પોલીસ મથકમાંથી 35 ગુનાઓ, ડેસર પોલીસ મથકમાંથી 5 ગુનાઓ અને ભાદરવા પોલીસ મથકમાંથી 11 ગુનાઓ હેઠળ મળીને કુલ. રૂ. 3.01 કરોડનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. જેનો નાશ કરવામાં આવ્યો છે.

International8 hours ago

જાપાનમાં શક્તિશાળી ભૂકંપ: આઓમોરી અને હોક્કાઇડો માટે સુનામીની ચેતવણી

Business12 hours ago

ગાયના છાણમાંથી બનાવો ‘વુડન લોગ્સ’: પશુપાલકો માટે દૂધની સાથે ગોબરથી ડબલ કમાણીનો નવો માર્ગ!

National13 hours ago

વંદે માતરમની ચર્ચા: સંસદમાં કોંગ્રેસને ઘેરીને ભાજપે મમતા બેનર્જી પર સાધ્યું નિશાન, ‘મિશન 2026’નું બંગાળમાં ધ્રુવીકરણ

Vadodara13 hours ago

વડોદરા: ચાવી લેવા ગયેલા પતિ પર સસરા અને બે સાળાઓનો લોખંડના પાઇપથી હુમલો

Vadodara14 hours ago

વડોદરા નજીક અંકોડિયા ગામે મંડપના ગોડાઉનમાં ભીષણ આગ,કોઈ જાનહાનિ નહીં

Gujarat14 hours ago

બોરસદ-કઠાણા રૂટ પર રેલવે સેવા ફરી શરૂ: 40થી વધુ ગામોના લોકોને મળી મોટી રાહત!

Gujarat15 hours ago

અમરેલી ટ્રેનિંગ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, પ્લેન રનવે પરથી ઉતરી ગયું

Blog2 days ago

રાજ્યમાં વધશે ઠંડીનું જોર: અંબાલાલ પટેલની આગાહી અને હવામાન વિભાગની માહિતી

Vadodara1 year ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara1 year ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara1 year ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City2 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Savli1 year ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

International1 year ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Padra2 years ago

પરિવારે પ્રેમ લગ્નની મંજૂરી ના આપતા પ્રેમીપંખીડાએ ઝેરી દવા ગટગટાવી

Padra1 year ago

પાદરા: ખેતરમાં ધીકતો હતો શરાબનો વેપલો,LCBએ દરોડો પાડીને શરાબ ઝડપી પાડ્યો

Gujarat2 weeks ago

ગુજરાત દારૂબંધી વિવાદ વચ્ચે હર્ષ સંઘવી પર જૂની પોલીસ ફરિયાદ અને ધમકીની ફરિયાદો ચર્ચામાં આવી

Vadodara3 weeks ago

“મોસાળમાં જમણવાર અને માઁ પીરસનાર” : રસિકભાઈના પેવરબ્લોકની માંગ વધી,માણીતા ઇજારદારોને ઘીકેળાં?

Vadodara3 weeks ago

એક જીદના કારણે નંદેસરીના કેમિકલ ઉદ્યોગો મરણપથારીએ!, બ્રીજનું કામ કરતો ઈજારદાર પણ કામ છોડી જતો રહ્યો

Vadodara4 weeks ago

વડોદરા નજીક બુલેટ ટ્રેન સાઇટે 9.5 ફૂટનો મગર ફસાયો, ક્રેઈનથી થયું રેસ્ક્યુ ઓપરેશન

National1 month ago

Live : વોટ ચોરી પર રાહુલ ગાંધીની વધુ એક પ્રેસ કોન્ફરન્સ — શું આજે ‘Hydrogen Bomb’ ફોડાશે?

Savli1 month ago

દારૂ બંધ કરાવવા ગયા અને દૂધ બંધ થઇ ગયું !, ગામની ભલાઈ કરવા જતા સરપંચ જૂથનો થયો સામાજીક બહિષ્કાર !

Gujarat1 month ago

કાગળ પરની દારૂબંધી! અમદાવાદના પોશ વિસ્તારમાં રેવ પાર્ટી પર પોલીસનો દરોડો

Vadodara1 month ago

માંજલપુરમાં અસામાજિક તત્વોની તોડફોડ, 15 રિક્ષા-ટેમ્પોને નુકસાન

Trending