Connect with us

Vadodara

વડોદરામાં વેચાતુ પતંજલી ગાયનું ઘી, ન્યુટ્રાસ્યુટીકલ સહિતના 11 ખાદ્ય પદાર્થોના નમૂના સબ-સ્ટાન્ડર્ડ જાહેર થયા

Published

on

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાંથી ખાધ પદાર્થોનાં શંકાસ્પદ નમુનાઓ લેવામાં આવેલ હતા. જેમાં દવાની એજન્સી, ઉત્પાદક પેઢીઓ તેમજ નાની મોટી દુકાનોમાંથી લેવામાં આવેલા ખાધ પદાર્થો સહીત ન્યુટ્રાસ્યુટીકલ પ્રોડકટસ તેમજ પેકેજ ડ્રીંકીંગ વોટરના શંકાસ્પદ નમુનાઓની ચકાસણી કરતા 11 જેટલા નમુનાઓ નાપાસ જાહેર થયેલ છે.

વડોદરા મહાનગર પાલિકાના ફૂડ વિભાગના ફૂડ સેફટી ઓફીસરો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન ટીમ દ્વારા ન્યુટ્રાસ્યુટીકલ પ્રોડકટસ, ઘી તેમજ પેકેજ ડ્રીંકીંગ વોટર સહીત અનેક  ખાદ્ય વસ્તુઓના સેમ્પલ લઈને ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં મોકલ્યા હતા. જેમાં 11 નમુનાઓ નાપાસ જાહેર થયેલ છે. આ 11 નમુનાઓ સબ-સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં પતંજલિ ગાયનું ઘી, મહીસાગરનું પ્રીમિયમ ગાયનું ઘી, સુકુનનુ પ્રીમિયમ ઘી, પ્રસંગનું પ્રીમિયમ ગાયનું ઘી તેમજ હેલ્થ સપ્લિમેન્ટ, પેકેજ ડ્રીંકીંગ વોટર અને ન્યુટ્રાસ્યુટીકલ પ્રોડકટસનો સમાવેશ થાય છે.

વડોદરા શહેરમાં વારસીયા, રાવપુરા, નિઝામપુરા, તરસાલી, ગોરવા, છાણી, કાલુપુરા તેમજ હાથીખાના સહીત અલગ અલગ જગ્યાએ ફૂડ સેફટી ઓફીસરો દ્વારા દવાની એજન્સીઓ, ઉત્પાદક પેઢીઓ અને દુકાનોમાંથી પેકેજ ઘી, ડ્રીંકીંગ વોટર અને ન્યુટ્રાસ્યુટીકલ પ્રોડકટસના 11 જેટલા શંકાસ્પદ નમુના લેવામાં આવ્યા હતા. આ નમૂનાઓને પૃથકકરણ અર્થે ખોરાક અને ઔષધ નિયમન તંત્રમાં મોકલી આપવામાં આવ્યા હતા. જેના રિપોર્ટમાં 11 જેટલા નમૂનાઓ અપ્રમાણસર સબ-સ્ટાન્ડર્ડ જાહેર કરેલ છે.

ત્યારે હવે નાપાસ થયેલા નમુના જે દુકાનો, દવાની એજન્સીઓ તેમજ ઉત્પાદક પેઢીઓમાંથી લેવામાં આવ્યા હોય તેઓની સામે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અંતર્ગત વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Continue Reading
Vadodara9 hours ago

અકોટા જૈન દેરાસર ચોરીનો ભેદ ઉકેલાયો: દાહોદ ભાગવાની તૈયારીમાં રહેલા ત્રણ તસ્કરો ક્રાઈમ બ્રાન્ચની ઝપટે

Editor's Exclusive10 hours ago

ધારાસભ્યોની વાત સાચી પડી, સરકારી તંત્ર પાસે કામ કરાવવું યુદ્ધ લડવા સમાન અઘરું!, વરણામા ગ્રામ પંચાયતને થયો કડવો અનુભવ!

Savli15 hours ago

વડોદરા: એક તરફ ગામડાઓ પાણી માટે વલખા મારે છે, બીજી તરફ સાવલી-જરોદ રોડ પર હજારો લીટર પાણીનો બગાડ!

Vadodara16 hours ago

વડોદરા: પ્રી-મોન્સૂન કામગીરીનો ફિયાસ્કો! વરસાદ વગર જ જેતલપુર રેલવે ગરનાળું પાણીમાં ગરકાવ; તંત્રની પોલ ખુલ્લી

Karjan-Shinor17 hours ago

નર્મદા નદીમાં સ્નાન કરવા ગયેલા રબારી પરિવારના બે યુવકોના ડૂબી જવાથી મોત; રેતીના ગેરકાયદે ખોદકામ સામે આક્ષેપો

Vadodara18 hours ago

જનસેવકને ભાવભીની વિદાય: ધારાસભ્ય યોગેશભાઈ પટેલ પંચમહાભૂતમાં વિલીન; અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા

Vadodara18 hours ago

વડોદરા: હાઇવે-48 બન્યો ‘ડેથ ટ્રેપ’! તરસાલી-કપુરાઈ રોડ પર ટ્રકની અડફેટે આવેલા યુવાનનું કમકમાટીભર્યું મોત; બે ટ્રક ચાલકો ફરાર

Vadodara19 hours ago

સ્માર્ટ સિટીના અવનવા પ્રયોગોનું ‘ધોવાણ’; વડોદરાના ચાર રસ્તાઓ પર લગાવાયેલા ‘સ્પ્રિંગ કેટલ’ નિષ્ફળ, વાહનચાલકોની મુશ્કેલી યથાવત

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech8 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech Fact9 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech7 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara6 days ago

“પૈસા લઈને પ્રવેશ અપાયો?”: વાલીઓના ગંભીર આક્ષેપથી ખળભળાટ; RTE પ્રવેશમાં ગેરરીતિની શંકા

Vadodara7 days ago

વડોદરા: અટલાદરા પોલીસ સ્ટેશનમાં ‘ખૂની ખેલ’! અપહરણ કેસના આરોપીઓએ પોલીસ પર કર્યો હુમલો; ક્રાઈમ ઓફિસમાં તોડફોડ

Waghodia2 weeks ago

વાઘોડિયાના સરકારી CHC સેન્ટરમાં IV જેવા સામાન્ય મેડિકલ સાધનની અછતના કારણે એક આધેડનું મોત થયાના આક્ષેપ

Savli3 weeks ago

સાવલીના ખોખર ગામે ગૌશાળા પર હુમલો: અસામાજિક તત્વોની તોડફોડથી મહંત દયાનંદજી સરસ્વતી ભયના ઓથાર હેઠળ

Vadodara4 weeks ago

વિશ્વામિત્રીના શુદ્ધિકરણના નામે ‘તૂત’: ₹1200 કરોડના ખર્ચના દાવા વચ્ચે નદીમાં 20 ફૂટ ઊંચા કચરાના પહાડો!

Vadodara4 weeks ago

યાકુતપુરા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: વિદેશી પાઉન્ડ અને સોનાના દાગીના સાથે ‘અનસ દૂધવાલા’ પોલીસના સકંજામાં

Padra1 month ago

પાદરા : પાતાળિયા હનુમાનના દ્વારે 14 જોડાઓના મંગલ ફેરા; રાજકીય દિગ્ગજોની હાજરીમાં લગ્નોત્સવ સંપન્ન

Vadodara1 month ago

વડોદરા: SOG નો મોટો સપાટો; HDFC બેંકના મશીનમાં નકલી નોટો જમા કરાવનાર ગેંગના 6 સાગરીતો ઝડપાયા

Trending