Vadodara

વડોદરામાં વેચાતુ પતંજલી ગાયનું ઘી, ન્યુટ્રાસ્યુટીકલ સહિતના 11 ખાદ્ય પદાર્થોના નમૂના સબ-સ્ટાન્ડર્ડ જાહેર થયા

Published

on

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાંથી ખાધ પદાર્થોનાં શંકાસ્પદ નમુનાઓ લેવામાં આવેલ હતા. જેમાં દવાની એજન્સી, ઉત્પાદક પેઢીઓ તેમજ નાની મોટી દુકાનોમાંથી લેવામાં આવેલા ખાધ પદાર્થો સહીત ન્યુટ્રાસ્યુટીકલ પ્રોડકટસ તેમજ પેકેજ ડ્રીંકીંગ વોટરના શંકાસ્પદ નમુનાઓની ચકાસણી કરતા 11 જેટલા નમુનાઓ નાપાસ જાહેર થયેલ છે.

Advertisement

વડોદરા મહાનગર પાલિકાના ફૂડ વિભાગના ફૂડ સેફટી ઓફીસરો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન ટીમ દ્વારા ન્યુટ્રાસ્યુટીકલ પ્રોડકટસ, ઘી તેમજ પેકેજ ડ્રીંકીંગ વોટર સહીત અનેક  ખાદ્ય વસ્તુઓના સેમ્પલ લઈને ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં મોકલ્યા હતા. જેમાં 11 નમુનાઓ નાપાસ જાહેર થયેલ છે. આ 11 નમુનાઓ સબ-સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં પતંજલિ ગાયનું ઘી, મહીસાગરનું પ્રીમિયમ ગાયનું ઘી, સુકુનનુ પ્રીમિયમ ઘી, પ્રસંગનું પ્રીમિયમ ગાયનું ઘી તેમજ હેલ્થ સપ્લિમેન્ટ, પેકેજ ડ્રીંકીંગ વોટર અને ન્યુટ્રાસ્યુટીકલ પ્રોડકટસનો સમાવેશ થાય છે.

Advertisement

વડોદરા શહેરમાં વારસીયા, રાવપુરા, નિઝામપુરા, તરસાલી, ગોરવા, છાણી, કાલુપુરા તેમજ હાથીખાના સહીત અલગ અલગ જગ્યાએ ફૂડ સેફટી ઓફીસરો દ્વારા દવાની એજન્સીઓ, ઉત્પાદક પેઢીઓ અને દુકાનોમાંથી પેકેજ ઘી, ડ્રીંકીંગ વોટર અને ન્યુટ્રાસ્યુટીકલ પ્રોડકટસના 11 જેટલા શંકાસ્પદ નમુના લેવામાં આવ્યા હતા. આ નમૂનાઓને પૃથકકરણ અર્થે ખોરાક અને ઔષધ નિયમન તંત્રમાં મોકલી આપવામાં આવ્યા હતા. જેના રિપોર્ટમાં 11 જેટલા નમૂનાઓ અપ્રમાણસર સબ-સ્ટાન્ડર્ડ જાહેર કરેલ છે.

ત્યારે હવે નાપાસ થયેલા નમુના જે દુકાનો, દવાની એજન્સીઓ તેમજ ઉત્પાદક પેઢીઓમાંથી લેવામાં આવ્યા હોય તેઓની સામે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અંતર્ગત વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Advertisement

Trending

Exit mobile version