Connect with us

Vadodara

તલાટીના વર્તણૂકથી ત્રાસ્યા પંચાયતના સભ્યો, ન્યાય માટે પહોંચ્યા ધારાસભ્યના દ્વારે

Published

on

  • ગ્રામ પંયાયતના સભ્યોને રૂમમાં બેસવા દેવામાં આવતા નથી. તલાટી તેમના મળતિયા કોન્ટ્રાક્ટરો જોડે સભાખંડ અને રૂમોમાં મીટિંગ કરે છે.

વડોદરા ગ્રામ્યમાં આવતી અણખોલ ગ્રામ પંચાયત  ના તલાટી કમ મંત્રી જગદીશભાઇ સાધુ દ્વારા પોતાના મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપીને ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાનો આરોપ ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા લગાડવામાં આવી રહ્યો  છે. જેથી મોટા ભાગના સભ્યોએ ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા) ને પત્ર લખીને હિટલરશાહી ચલાવતા તલાટી જગદીશભાઇ સાધુની બદલી કરવાની માંગ કરી છે. અને જો તેમ નહીં થાય તો મોટા ભાગના ગ્રામ પંચાયત સભ્યો સામુહીર રાજીનામું આપશે, તેવું રજુઆતમાં જણાવ્યું છે. આ મામલે 7 દિવસમાં કાર્યવાહી કરવાની માંગ સાથે ધારાસભ્ય, દર્ભવતી, જિલ્લા વિકાસ અધિકારી – વડોદરા, તાલુકા વિકાસ અધિકારી, મુખ્યમંત્રી, પંચાયત મંત્રી અને ગુજરાત તકેદારી આયોગને પત્ર લખવામાં આવ્યો છે.

અણખોલ ગ્રામ પંચાયતના સભ્યોએ દર્ભવતીના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા (સોટ્ટા) ને ઉદ્દેશીને લખેલા પત્ર અનુસાર, અણખોલ ગામમાં હાલ જગદીશભાઇ સાધુ તલાટી કમ મંત્રી છે. તેઓ 03 – 09 – 2024 થી ગ્રામપંચાયતના સભાખંડમાં રહેવા આવી ગયેલા છે. તેઓ મંજુરી વગર પોતાનો સામાન લઇને રહેવા આવ્યા છે. ગ્રામ પંચાયત અને જિલ્લા વિકાસ અધિકારીએ સભાખંડ તરીકેની મંજુરી આપી હોય ત્યારે તેઓને તેનો રહેણાંક તરીકે ઉપયોગ કરવાની સત્તા નથી. તેઓએ સભાખંડ બહાર બોર્ડ માર્યું છે કે, પરમીશન વગર કોઇએ આવવું નહીં. અને પોતાને મનફાવે તેવો વહીવટ તેઓ કરી રહ્યા છે. ગ્રામ પંચાયતના સભ્યોને પણ પુછવામાં આવતું નથી. વિકાસના કામો માટે પણ મીટિંગમાં કોઇ ચર્ચા-વિચારણા કરવામાં આવતી નથી.

પત્રમાં વધુમાં જણાવ્યા અનુસાર, અણખોલ ગ્રામ પંચાયતમાં શ્રી રિધમ પટેલ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા હતા. તેઓને તલાટીએ હેરાન-પરેશાન કરીને કાઢી મુક્યા છે. ઉપરાંત હાલના ગ્રામ પંચાયતના સભ્ય પરેશભાઇ પટેલને જગદીશ સાધુ ખોટી રીતે હેરાન-પરેશાન કરી રહ્યા છે. તેઓના વિરૂદ્ધ પોલીસ મથકમાં અરજી પણ કરવામાં આવી છે. ઉપરાંત સરપંચના રૂમને લોક મારી દેવામાં આવ્યું છે. ગ્રામ પંયાયતના સભ્યોને રૂમમાં બેસવા દેવામાં આવતા નથી. તલાટી તેમના મળતિયા કોન્ટ્રાક્ટરો જોડે સભાખંડ અને રૂમોમાં મીટિંગ કરે છે. પોતાને મનફાવે તેવું મનસ્વીપણે અજુગતો વ્યવહાર કરે છે. અણખોલના ગ્રામજનો અને પંચાયત સભ્યો વચ્ચે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ તેઓ અપનાવી રહ્યા છે.

વધુમાં જણાવ્યા અનુસાર, તલાટીને ખબર છે કે, ગ્રામ પંચાયત પાસે મોટું ભંડોળ છે. તેઓ બિનજરૂરી કામો મંજુર કરી રહ્યા છે. અને કોન્ટ્રાક્ટરો સાથે મળીને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. કામોની ગુણવત્તા એસ્ટીમેટ તથા મેજરમેન્ટ પ્રમાણે નથી. જેની તપાસ કરવા માટે તાત્કાલિક કમિટીની રચના કરીને વિડીયોગ્રાફી સાથે સેમ્પલ લઇને લેબોરેટરીમાં ગુણવત્તા ચકાસવા જણાવાયું છે. આ અગાઉ પણ તલાટીની બદલી માટે અરજી આપવામાં આવી હતી. તેના અનુસંધાને શું કાર્યવાહી કરવામાં આવી તે અંગેની વધુ માહિતી માંગવામાં આવી છે. તાત્કાલિક ધોરણે જગદીશભાઇ સાધુની બદલી કરવા માટે અને તેમની જગ્યાએ અન્યને મુકવા માટે ભલામણ સહ વિનંતી કરવામાં આવી છે.

અંતમાં જણાવાયું છે કે, તલાટી જગદીશભાઇ સાધુની બદલી કરવામાં નહીં આવે તો તેની હિટલર શાહી ના કારણે ગ્રામ પંચાયતના તમામ સભ્યો સામુહિક રાજીનામાં આપનાર છીએ. આગામી 7 દિવસમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ગ્રામ પંચાયતને તાળાબંધીની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. હવે આ મામલે આગળ શું થાય છે તેના પર સૌ કોઈની નજર રહેશે.

Continue Reading
Farm Fact1 day ago

પ્રાકૃતિક ખેતીનું અદભુત ઉદાહરણ: 15 વીઘાના ખેતરમાં વિવિધ પાકો ઉગાડી કીર્તન પટેલ બન્યા સંપૂર્ણ સ્વાવલંબી

Editor's Exclusive2 days ago

બરોડા ડેરીના 10 ડિરેક્ટરોની મંડળીઓમાં કલમ 81ની નોટિસ આપવામાં રાજકીય કિન્નખોરી?,બાકી રહેલા ત્રણ ડિરેક્ટરોના ઓડિટ અહેવાલે પોલ ખોલી!

Vadodara3 days ago

વડોદરામાં મગરનો વધુ એક શિકાર: કલાલી પાસે તલસટ ગામે નદી કિનારે ગયેલા યુવાનને મગર પાણીમાં ખેંચી ગયો

Chhotaudaipur4 days ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara5 days ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

National5 days ago

દિલ્હી પેલેટ ગન કેસમાં FIRની માંગ સાથે રાહુલ ગાંધીનું પોલીસ સ્ટેશન બહાર ધરણાં-ભાજપ નો પલટવાર ‘રાજકીય સ્ટંટ’

Gujarat5 days ago

ગુજરાત પોલીસ વિભાગનો મોટો નિર્ણય: રાજ્યભરના 414 પોલીસ કર્મચારીઓની આંતરજિલ્લા બદલીના આદેશ જારી

Vadodara6 days ago

વડોદરા PCB ની રેડ: હરણી રોડ પર મોટનાથ રેસિડેન્સીમાં ચાલતા કુખ્યાત જુગારધામનો પર્દાફાશ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech11 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact11 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech10 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Chhotaudaipur4 days ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara5 days ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara2 weeks ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara3 weeks ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur4 weeks ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara4 weeks ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara1 month ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi1 month ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Trending