Connect with us

Padra

પાદરા તાલુકા સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પૂર્વે ડબકા અને જાસપુર ગામનાં કેટલાક કોંગ્રેસના કાર્યકરોનો BJPમાં મેસિવ એન્ટ્રી

Published

on

ડબકા ગામના માજી સરપંચ અને વડોદરા જિલ્લાના પૂર્વ મંત્રી મહેશભાઈ જાદવએ 100 સમર્થકો સાથે BJPમાં એન્ટ્રી..

  • જાસપુર ગામના આશરે 60 કોંગ્રેસ કાર્યકરો પણ ભાજપમાં જોડાયા.
  • આ પક્ષપ્રવેશ પાદરા વિધાનસભાના સ્નેહમિલન કાર્યક્રમમાં થયો હતો.
  • કોંગ્રેસના પરંપરાગત આધારસ્તંભો ખસી રહ્યા, BJP સંગઠન ગ્રામ્ય સ્તરે ઝડપી મજબૂત થઈ રહ્યું.

પાદરા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પહેલાં કોંગ્રેસને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના બે પીઢ અને પ્રભાવશાળી આગેવાનો પોતાની મજબૂત ટીમ સાથે પક્ષ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા તાલુકાના રાજકારણમાં ચર્ચાઓનો નવો રાઉન્ડ શરુ થયો છે.

ડબકા ગામના માજી સરપંચ તથા વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ મંત્રી મહેશભાઈ જાદવએ આજે લગભગ 100 સમર્થકો સાથે બીજેપીમાં હુમલો કર્યો છે. બીજી તરફ જાસપુર ગામના 60 જેટલા કોંગ્રેસ કાર્યકરો પણ ભાજપમાં જોડાઈ ગયા છે, જેનાથી ગામડાંના રાજકારણમાં BJPની હાજરી વધુ તાકાતવર બની રહી છે.

આ સામૂહિક પક્ષપ્રવેશ પાદરા વિધાનસભાના સ્નેહમિલન કાર્યક્રમમાં કરવામાં આવ્યો હતો, જેમાં પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત ભાજપના વરિષ્ઠ આગેવાનો હાજર રહ્યા હતા. ધારાસભ્ય ઝાલાએ મહેશભાઈ જાદવ અને જોડાયેલા કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવી હાર્દિક સ્વાગત કરી જણાવ્યું કે – BJP વિકાસ અને રાષ્ટ્રસેવાના માર્ગ પર અડગ છે અને લોકો હવે વિશ્વાસપૂર્વક આ રાજકીય દિશાને પસંદ કરી રહ્યા છે.

એક સમયના કોંગ્રેસના સક્રિય નેતા તેમજ માજી ધારાસભ્ય જસપાલસિંહ પઢિયારના નજીકના ગણાતા મહેશભાઈ જાદવનો આ નિર્ણય કોંગ્રેસ માટે ખાસ મોટું માનવામાં આવે છે.

ભાજપના આગેવાનો દાવો કરે છે કે આ જોડાણથી પાદરા તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં સંગઠન વધુ મજબૂત થશે અને આવનારી ચુંટણીઓમાં તેના સકારાત્મક પરિણામો દેખાવા પકકા છે. કોંગ્રેસના પરંપરાગત આધારસ્તંભો ધીમે ધીમે ખસી રહ્યા છે અને BJP સતત પોતાની અસર અને પહોંચ વિસ્તારતી જાય છે.

Continue Reading
Vadodara9 hours ago

વડોદરા શિક્ષણ સમિતિમાં ગણવેશ કૌભાંડનો આક્ષેપ, 10,000 બાળકોના યુનિફોર્મમાં ‘ગોલમાલ’

Vadodara15 hours ago

અભાવમાં પણ પ્રભાવ: વડોદરાના મધ્યમવર્ગીય પરિવારોના સંતાનોએ સીએ ફાઈનલમાં ગાડ્યું નિશાન.

Karjan-Shinor16 hours ago

યમરાજ બનીને રોંગ સાઈડમાં દોડી સરકારી બસ! કરજણ હાઈવે પર મુસાફરોનો જીવ અધ્ધર

Padra16 hours ago

સહકારી ક્ષેત્રના ‘ચાણક્ય’ની જીત: 5 ધારાસભ્યોનું જોર પડ્યું નબળું, દીનુ મામા ફરી મેદાન મારી ગયા.

Vadodara17 hours ago

વડોદરા: બેફામ બાઇક ચાલકે બે યુવતીઓને લીધી અડફેટે; અકસ્માતના હૃદયદ્રાવક CCTV ફૂટેજ આવ્યા સામે

National2 days ago

જમ્મુ-કાશ્મીર: પૂંછ સેક્ટરમાં પાકિસ્તાની ડ્રોનની ઘૂસણખોરી; ભારતીય સેનાના જવાનોનું તાબડતોબ ફાયરિંગ

Vadodara2 days ago

વડોદરાના ગોત્રીમાં બિલ્ડરનું પાપ છાપરે ચઢીને પોકાર્યું; ‘તક્ષશિલા-2’ ના 80 પરિવારો ન્યાય માટે પોલીસને શરણે!

Vadodara2 days ago

ન્યૂઝીલેન્ડ જવાના સપના રોળાયા; ભરૂચના યુવક સાથે ₹21 લાખની છેતરપિંડી

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech5 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Tech Fact5 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Savli2 years ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Karjan-Shinor16 hours ago

યમરાજ બનીને રોંગ સાઈડમાં દોડી સરકારી બસ! કરજણ હાઈવે પર મુસાફરોનો જીવ અધ્ધર

Vadodara17 hours ago

વડોદરા: બેફામ બાઇક ચાલકે બે યુવતીઓને લીધી અડફેટે; અકસ્માતના હૃદયદ્રાવક CCTV ફૂટેજ આવ્યા સામે

Savli7 days ago

તમારા ખિસ્સામાં રહેલી ₹500ની નોટ અસલી છે કે નકલી? આસોજમાં પકડાયુ નકલી નોટો નું ‘મિની છાપખાનું’!

Vadodara2 weeks ago

વડોદરામાં રફ્તારનો કહેર: થાર સવાર યુવતીઓએ ઝોમાટો બોયને કચડ્યો, ઘટનાસ્થળે જ મોત

Vadodara3 months ago

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ: નશામાં ધૂત કાર ચાલકે બુલેટ સવારને અડફેટમાં લીધો, મેનેજર ઘાયલ

Gujarat3 months ago

ગુજરાત દારૂબંધી વિવાદ વચ્ચે હર્ષ સંઘવી પર જૂની પોલીસ ફરિયાદ અને ધમકીની ફરિયાદો ચર્ચામાં આવી

Vadodara3 months ago

“મોસાળમાં જમણવાર અને માઁ પીરસનાર” : રસિકભાઈના પેવરબ્લોકની માંગ વધી,માણીતા ઇજારદારોને ઘીકેળાં?

Vadodara3 months ago

એક જીદના કારણે નંદેસરીના કેમિકલ ઉદ્યોગો મરણપથારીએ!, બ્રીજનું કામ કરતો ઈજારદાર પણ કામ છોડી જતો રહ્યો

Trending