પાદરા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પહેલાં કોંગ્રેસને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના બે પીઢ અને પ્રભાવશાળી આગેવાનો પોતાની મજબૂત ટીમ સાથે પક્ષ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા તાલુકાના રાજકારણમાં ચર્ચાઓનો નવો રાઉન્ડ શરુ થયો છે.
ડબકા ગામના માજી સરપંચ તથા વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ મંત્રી મહેશભાઈ જાદવએ આજે લગભગ 100 સમર્થકો સાથે બીજેપીમાં હુમલો કર્યો છે. બીજી તરફ જાસપુર ગામના 60 જેટલા કોંગ્રેસ કાર્યકરો પણ ભાજપમાં જોડાઈ ગયા છે, જેનાથી ગામડાંના રાજકારણમાં BJPની હાજરી વધુ તાકાતવર બની રહી છે.
આ સામૂહિક પક્ષપ્રવેશ પાદરા વિધાનસભાના સ્નેહમિલન કાર્યક્રમમાં કરવામાં આવ્યો હતો, જેમાં પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત ભાજપના વરિષ્ઠ આગેવાનો હાજર રહ્યા હતા. ધારાસભ્ય ઝાલાએ મહેશભાઈ જાદવ અને જોડાયેલા કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવી હાર્દિક સ્વાગત કરી જણાવ્યું કે – BJP વિકાસ અને રાષ્ટ્રસેવાના માર્ગ પર અડગ છે અને લોકો હવે વિશ્વાસપૂર્વક આ રાજકીય દિશાને પસંદ કરી રહ્યા છે.
એક સમયના કોંગ્રેસના સક્રિય નેતા તેમજ માજી ધારાસભ્ય જસપાલસિંહ પઢિયારના નજીકના ગણાતા મહેશભાઈ જાદવનો આ નિર્ણય કોંગ્રેસ માટે ખાસ મોટું માનવામાં આવે છે.
ભાજપના આગેવાનો દાવો કરે છે કે આ જોડાણથી પાદરા તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં સંગઠન વધુ મજબૂત થશે અને આવનારી ચુંટણીઓમાં તેના સકારાત્મક પરિણામો દેખાવા પકકા છે. કોંગ્રેસના પરંપરાગત આધારસ્તંભો ધીમે ધીમે ખસી રહ્યા છે અને BJP સતત પોતાની અસર અને પહોંચ વિસ્તારતી જાય છે.