Gujarat

અંબાલાલ પટેલની મોટી આગાહી: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં આગામી 48 કલાકમાં અતિભારે વરસાદની શક્યતા

Published

on

અરબી સમુદ્રમાં ઊભેલ ડિપ્રેશન અને બંગાળ ઉપસાગરમાં ચક્રવાતની અસરથી રાજ્યમાં હજુ પણ વરસાદ રહેશે.

  • આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્રના પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારોમાં અતિભારે વરસાદની સંભાવના છે.
  • 4થી 8 નવેમ્બરમાં ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાથી ગુજરાતના હવામાન પર અસર પડી શકે છે.
  • 22 ડિસેમ્બરથી 12 ફેબ્રુઆરી સુધી તાપમાન 8 ડિગ્રીથી નીચે પડી શકે છે, જેમાં ડિસેમ્બરના અંતમાં હિમવર્ષા થવાની શક્યતા છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લગતી નવી આગાહી જાહેર કરી છે. તેમના જણાવ્યા અનુસાર, આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને પશ્ચિમ અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વધારે છે.દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અતિભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે, જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલના વિસ્તારોમાં પણ વરસાદી પરિસ્થિતિ સર્જાઈ શકે છે.

અંબાલાલ પટેલે કહ્યું કે, 2 નવેમ્બર સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે.તેમણે વધુમાં કહ્યું કે નવેમ્બરના બીજા સપ્તાહમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાઈ શકે છે જેનાથી ફરી એકવાર અતિભારે વરસાદની પરિસ્થિતિ બની શકે છે. ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં ઠંડીનું આગમન થશે જ્યારે 27 ડિસેમ્બરથી ઠંડીનો ચમકારો વધશે. ઉત્તરાયણ બાદ ઠંડા પવનોના કારણે હાડ થીજવતી ઠંડી અનુભવાશે.

અંબાલાલ પટેલે આગળ જણાવ્યું કે, આગામી 12 કલાકમાં મધ્ય ગુજરાત, અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારમાં પણ વરસાદ વરસવાની શક્યતા છે. કચ્છ અને બનાસકાંઠાના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આશંકા છે. આ સાથે સૌરાષ્ટ્રના મસાલા અને જીરાના પાક પર હવામાનની વિપરીત અસર પણ પડી શકે છે.

તેમના અનુસાર, 4 થી 8 નવેમ્બર દરમિયાન ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાનું અનુમાન છે, જેના કારણે ગુજરાતના હવામાનમાં ફેરફાર થઈ શકે છે. ડિસેમ્બરની શરૂઆતથી ઠંડી શરૂ થશે અને 22 ડિસેમ્બરથી દેશમાં હિમવર્ષા સાથે હાડ થીજવતી ઠંડી ફેલાઈ શકે છે.

અંબાલાલ પટેલે કહ્યું કે, 22 ડિસેમ્બરથી 12 ફેબ્રુઆરી સુધી લઘુતમ તાપમાન 8 ડિગ્રીથી નીચું જઈ શકે છે. દિવાળીના સમયગાળા દરમ્યાન પણ ઠંડીનો અહેસાસ શહેરી વિસ્તારોમાં શરૂ થઈ જશે.

Trending

Exit mobile version