Connect with us

Padra

પાદરા સરકારી ગોડાઉનમાંથી અનાજ ચોરીનું મોટું કૌભાંડ: મેનેજર સહિત 3 સામે ગુનો દાખલ.

Published

on

ગરીબોના મુખમાંથી કોળિયો છીનવી લેતા કૌભાંડીઓનો વધુ એક કિસ્સો વડોદરા જિલ્લામાં સામે આવ્યો છે. પાદરાના સરકારી અનાજના ગોડાઉનમાંથી ઘઉં, ચોખા અને ચણાનો મોટો જથ્થો ગેરકાયદેસર રીતે બજારમાં વગે કરવાનું કૌભાંડ પોલીસે ઝડપી પાડ્યું છે. આ મામલે પોલીસે ગોડાઉન મેનેજર અને અન્ય બે શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાની વિગત એવી છે કે, કરજણ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે નેશનલ હાઇવે પર નર્મદા કેનાલ પાસેની એક આઇસર ગાડીમાં બિલ વગરનો સરકારી અનાજનો જથ્થો પસાર થવાનો છે. પોલીસે તાત્કાલિક વોચ ગોઠવી જીજે-8 પાસિંગની ગાડી રોકીને તપાસ કરતા ડ્રાઇવર કાનાભાઈ મીર પાસેથી કોઈ પણ પ્રકારના બિલ મળી આવ્યા ન હતા. પ્રાથમિક પૂછપરછમાં જ ડ્રાઇવરે કબૂલાત કરી હતી કે આ જથ્થો પાદરા સરકારી ગોડાઉનમાંથી ભરીને અલગ-અલગ વેપારીઓને વેચવા માટે જઈ રહ્યો હતો.

  • ચોખા: 50 કિલોના 120 કટ્ટા
  • ઘઉં: 50 કિલોના 60 કટ્ટા
  • ચણા: 50 કિલોના 5 કટ્ટા
  • કુલ અનાજની કિંમત: રૂ. 2.38 લાખ
  • કુલ મુદ્દામાલ (ગાડી+મોબાઈલ સાથે): રૂ. 7.48 લાખ

આ કૌભાંડ બહાર આવતા જ પુરવઠા વિભાગ સફાળું જાગ્યું હતું. પાદરાના ગોડાઉન પર દરોડા પાડી તપાસ કરતા મોટો ભાંડો ફૂટ્યો હતો. વડોદરાના ગોડાઉન મેનેજર રમેશભાઈ પટેલે આખરે આ મામલે પાદરાના ઇન્ચાર્જ ગોડાઉન મેનેજર અક્ષય ભાલચંદ્ર પંડ્યા, ડ્રાઇવર કાનાભાઈ મીર અને અક્રમ સલીમ સિંધી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

હાલ પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ અનાજ કયા વેપારીઓને વેચવાનું હતું? અને શું આ નેટવર્કમાં અન્ય કોઈ મોટા માથાઓની સંડોવણી છે? પોલીસની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.

Continue Reading
Chhotaudaipur13 hours ago

આધુનિક ગુજરાતનું વરવું સત્ય: ₹20 લાખની એમ્બ્યુલન્સો ધૂળ ખાય છે અને સગર્ભાને ‘ઝોળી’માં નાખી પહાડો ઉતારવા પડે છે!

Vadodara14 hours ago

બરોડા ડેરીમાં નોકરીના નામે ₹39 લાખનું કૌભાંડ: વડોદરા SOGએ છોટાઉદેપુરના વોન્ટેડ ભેજાબાજને દબોચ્યો!

Vadodara14 hours ago

વડોદરામાં ‘ડ્રિંક એન્ડ ડ્રાઇવ’નો કહેર: અમિતનગર-સમા રોડ પર નશામાં ધૂત ચાલકે ગાડી ડિવાઇડર પર ચડાવી

Vadodara15 hours ago

વડોદરામાં વિકાસના નામે ‘વિનાશ’ જેવી સ્થિતિ? ખોદાયેલા રસ્તા અને ટ્રાફિક જામથી જનતા ત્રસ્ત

Vadodara17 hours ago

વડોદરા પોલીસની માનવતા અને સતર્કતા: રિસાઈને ભાગેલી 12 વર્ષની બાળકીને ગણતરીના કલાકોમાં માતા-પિતા સાથે મિલાવી

National1 day ago

હવાઈ મુસાફરી મોંઘી થઈ: એર ઇન્ડિયાએ ઝીંક્યો ‘ફ્યુઅલ સરચાર્જ’; ટિકિટના ભાવમાં ₹400 થી ₹18,000 સુધીનો તોતિંગ વધારો

International1 day ago

મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે ભારતની પાડોશી ધર્મની ભૂમિકા: બાંગ્લાદેશને પાઈપલાઈન દ્વારા મોકલાયું 5000 ટન ડીઝલ

Gujarat2 days ago

ઈરાન-ઈઝરાયલ યુદ્ધનો ફટકો: ગુજરાતમાં કોમર્શિયલ ગેસની ભારે અછત; હોટલ-રેસ્ટોરન્ટ ઉદ્યોગ સંકટમાં

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech5 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Tech Fact6 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Savli2 years ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Karjan-Shinor1 week ago

યમરાજ બનીને રોંગ સાઈડમાં દોડી સરકારી બસ! કરજણ હાઈવે પર મુસાફરોનો જીવ અધ્ધર

Vadodara1 week ago

વડોદરા: બેફામ બાઇક ચાલકે બે યુવતીઓને લીધી અડફેટે; અકસ્માતના હૃદયદ્રાવક CCTV ફૂટેજ આવ્યા સામે

Savli2 weeks ago

તમારા ખિસ્સામાં રહેલી ₹500ની નોટ અસલી છે કે નકલી? આસોજમાં પકડાયુ નકલી નોટો નું ‘મિની છાપખાનું’!

Vadodara4 weeks ago

વડોદરામાં રફ્તારનો કહેર: થાર સવાર યુવતીઓએ ઝોમાટો બોયને કચડ્યો, ઘટનાસ્થળે જ મોત

Vadodara3 months ago

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ: નશામાં ધૂત કાર ચાલકે બુલેટ સવારને અડફેટમાં લીધો, મેનેજર ઘાયલ

Gujarat3 months ago

ગુજરાત દારૂબંધી વિવાદ વચ્ચે હર્ષ સંઘવી પર જૂની પોલીસ ફરિયાદ અને ધમકીની ફરિયાદો ચર્ચામાં આવી

Vadodara4 months ago

“મોસાળમાં જમણવાર અને માઁ પીરસનાર” : રસિકભાઈના પેવરબ્લોકની માંગ વધી,માણીતા ઇજારદારોને ઘીકેળાં?

Vadodara4 months ago

એક જીદના કારણે નંદેસરીના કેમિકલ ઉદ્યોગો મરણપથારીએ!, બ્રીજનું કામ કરતો ઈજારદાર પણ કામ છોડી જતો રહ્યો

Trending