Connect with us

Padra

પાદરામાં દેવાના બોજ હેઠળ દબાયેલા યુવાન ફોટોગ્રાફરે સ્ટુડિયોમાં જ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

Published

on

વડોદરા જિલ્લાના પાદરામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આર્થિક સંકડામણ અને લોનના હપ્તાના માનસિક ત્રાસથી કંટાળીને એક 30 વર્ષીય યુવા ફોટોગ્રાફરે પોતાના જ સ્ટુડિયોમાં આત્મહત્યા કરી લીધી છે. વિવિધ બેંકોના લાખો રૂપિયાના દેવાને કારણે આ યુવાને આત્યંતિક પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

પાદરાની શ્રી માતર સોસાયટીમાં રહેતો 30 વર્ષીય સોહમ જયંતિભાઈ ભાવસાર વ્યવસાયે ફોટોગ્રાફર હતો. સોહમ પાદરામાં જ મધર સ્કૂલ સામે આવેલા ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં    ’કેપ્ચર ડ્રીમ સ્ટુડિયો’ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. જોકે, રંગીન ફોટા પાડતા આ યુવાનના જીવનમાં આર્થિક લોનની કાળાશ છવાયેલી હતી.

સોહમે પોતાનો વ્યવસાય વિકસાવવા માટે વિવિધ બેંકો અને ક્રેડિટ કાર્ડ દ્વારા કુલ 40.24 લાખ રૂપિયાની લોન લીધી હતી. આ લોનના હપ્તા પેટે તેણે દર મહિને 1.30 લાખ રૂપિયા ચૂકવવા પડતા હતા. વ્યવસાયમાં આવક ઓછી હોવાને કારણે હપ્તા ભરવામાં તે અસમર્થ હતો, જેના કારણે તે છેલ્લા કેટલાક સમયથી ભારે માનસિક તણાવમાં રહેતો હતો.

ગઈ તારીખ 1 ના રોજ સવારે સોહમ પોતાના સ્ટુડિયો પર ગયો હતો. આર્થિક ભીંસથી કંટાળી તેણે સ્ટુડિયોમાં જ મફલર, હાથ રૂમાલ અને ઓશિકાના કવરના ટુકડા ભેગા કરી દોરડા જેવું બનાવી પંખા સાથે લટકી આત્મહત્યા કરી લીધી હતી. મોડી સાંજે સ્ટુડિયોમાંથી તેની લટકતી લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.બનાવની જાણ થતા જ પાદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. એક આશાસ્પદ યુવાનના મોતથી તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

    Continue Reading
    Karjan-Shinor17 hours ago

    શિનોરના છાણભોઈ ગામે પ્રેમસંબંધમાં ખૂ*ની ખેલ: લિવ-ઇનમાં રહેતી વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી નિર્મમ હ*ત્યા

    Vadodara2 days ago

    વડોદરામાં રામાપીરના નેજા યાત્રા દરમિયાન સર્જાયેલી દુર્ઘટનામાં સારવાર અર્થે ખસેડાયેલા યુવાનો પૈકી એકની જિંદગી હોમાઈ

    Vadodara3 days ago

    વડોદરામાં નામચીન જમીન દલાલ સુનિલ મહિડાની ધરપકડ: લઘુમતી કોમની યુવતીને પ્રેમજાળમાં ફસાવી વારંવાર આચર્યું દુષ્કર્મ

    Savli5 days ago

    સાવલી-શેરપુરા રોડ પર ગોદામપુરા બસ સ્ટેન્ડ પાસે ઊભેલા બાઇક સવારને ઇકો ચાલકે અડફેટે મહિલાનું મૃ*ત્યુ

    Gujarat6 days ago

    અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

    Gujarat6 days ago

    આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

    Gujarat7 days ago

    વડોદરાની યુવતીને મુંબઈની હોટલમાં બોલાવી ડ્રગ્સ અને દારૂ પીવડાવી દુષ્કર્મનો પ્રયાસ, 5 સામે ગુનો દાખલ

    Vadodara7 days ago

    વડોદરામાં APK ફાઈલ દ્વારા સાયબર ઠગાઈનો નવો પેંતરો: PM આવાસ યોજનાના નામે ફોન હેક કરવાની કોશિશ નિષ્ફળ

    Vadodara2 years ago

    સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

    Vadodara2 years ago

    મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

    Tech1 year ago

    ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

    International2 years ago

    California Legislature Celebrates BAPS’ Golden Year in America

    Vadodara2 years ago

    માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

    City3 years ago

    ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

    Tech Fact1 year ago

    હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

    Tech11 months ago

    AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

    Gujarat6 days ago

    અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

    Gujarat6 days ago

    આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

    Vadodara3 weeks ago

    રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

    Chhotaudaipur1 month ago

    TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

    Vadodara2 months ago

    હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

    Vadodara2 months ago

    વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

    Vadodara2 months ago

    મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

    Chhotaudaipur2 months ago

    નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

    Trending