Connect with us

Vadodara

પદમલા ગોડાઉન ચોરી કેસ: વિજય સેલ્સ ઇન્ડિયાના 17 લાખના સાધનોની ચોરી મામલે ડ્રાઈવર સામે ગુનો દાખલ

Published

on

  • કૌભાંડનો પર્દાફાશ: સ્ટોક ઓડિટ દરમિયાન રેકર્ડ અને હાજર સાધનોમાં મોટો તફાવત જણાતા ચોરીનો આખો મામલો સામે આવ્યો હતો.
  • ડ્રાઈવરની સંડોવણી: સીસીટીવી ફૂટેજની તપાસમાં ટેમ્પા ડ્રાઈવર દર્શન કંચનભાઈ વસાવા ડિલિવરી માટે નિર્ધારિત સાધનો કરતા વધુ માલ ટેમ્પામાં ચોરીછૂપીથી મુકતા રંગેહાથ પકડાયો હતો.
  • 17 લાખની ચોરી: છેલ્લા 8 મહિનામાં કુલ 30 એસી અને 15 એલઈડી ટીવી મળીને કુલ 17.17 લાખ રૂપિયાના સાધનોની ચોરી.
  • પોલીસ ફરિયાદ: કંપનીના મેનેજરની ફરિયાદને આધારે પોલીસે આરોપી ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા શહેરના પદમલા વિસ્તારમાં આવેલા એક જાણીતા ઈલેક્ટ્રોનિક્સ શોરૂમના ગોડાઉનમાંથી લાખો રૂપિયાના સાધનોની ચોરી થવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ચોરી કોઈ બહારની વ્યક્તિએ નહીં, પરંતુ કંપનીના જ એક ટેમ્પા ડ્રાઈવરે છેલ્લા 8 મહિના દરમિયાન અંજામ આપ્યો હોવાનું બહાર આવતા ચકચાર મચી ગઈ છે.

‘વિજય સેલ્સ ઇન્ડિયા’ના પદમલા ગોડાઉનના ક્લસ્ટર મેનેજર નિકુંજ પાઠકે છાણી પોલીસને આપેલી ફરિયાદ મુજબ, સ્ટોકની નિયમિત ગણતરી દરમિયાન રેકોર્ડ અને સ્ટોકમાં મોટો તફાવત જોવા મળ્યો હતો. શંકા જતાં કંપનીએ તાત્કાલિક ઓડિટ કરાવ્યું અને સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી. ફૂટેજમાં ટેમ્પા ડ્રાઈવર દર્શન કંચનભાઈ વસાવા ડિલિવરી માટે નિર્ધારિત સાધનો કરતાં વધુ 10 એસી અને 1 એલઈડી ટીવી ટેમ્પામાં લોડ કરતો નજરે પડ્યો હતો.

🚨8 મહિનામાં 17 લાખનો ચૂનો:

કંપનીએ વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતાં જાણવા મળ્યું કે, ડ્રાઈવર દર્શને છેલ્લા 8 મહિનામાં કુલ 30 એસી અને 15 એલઈડી ટીવીની ચોરી કરી છે. આ સાધનોની કુલ કિંમત 17.1યુ લાખ રૂપિયા જેટલી થવા જાય છે. હાલ આ મામલે પોલીસે ડ્રાઈવર દર્શન વસાવા સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

👮પોલીસ તપાસનો દોર

માત્ર એક ડ્રાઈવર આટલા મોટા પાયે કેવી રીતે ચોરી કરી શકે અને આ ચોરીના માલનું શું થયું? તે દિશામાં છાણી પોલીસે તપાસ શરૂ કરી છે. સાથે જ કંપની દ્વારા અન્ય સીસીટીવી ફૂટેજની પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે, જેથી આ કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે પણ ખુલાસો થઈ શકે.

🧐કંપનીના વિશ્વાસનો દુરુપયોગ કરીને લાખો રૂપિયાનો ચૂનો લગાવનાર આ ડ્રાઈવરની ધરપકડ બાદ હવે આ કૌભાંડના અન્ય કયા પાસાઓ બહાર આવે છે તે જોવું રહ્યું.

Continue Reading
Vadodara16 hours ago

રુકમિણી ચૈનાણી પ્રસૂતિ ગૃહમાં ફાયર સેફ્ટીના સાધનો જ શોભાના ગાંઠિયા સમાન, ફાયર બ્રિગેડની કડક નોટિસ

Vadodara17 hours ago

VGL અને અમૂલની મોટી પહેલ: CNG સ્ટેશનો પર હવે મળશે અમૂલની ડેરી પ્રોડક્ટ્સ, ગ્રાહકોને એક જ સ્થળે ડબલ સુવિધા

Vadodara19 hours ago

એક તરફ પાણીની તંગી, બીજી તરફ પાલિકાની બેદરકારી: બાજવામાં પાઈપલાઈન લીકેજથી ગરનાળું બન્યું તળાવ

Vadodara20 hours ago

જાંબુવા બાયપાસ પર આતંક: નજીવી બાબતે હોટલ માલિકના પુત્રનો નશામાં હોબાળો, હથિયારો સાથે દુકાનોમાં તોડફોડ

Vadodara21 hours ago

ગોત્રીમાં મારામારીનો ખેલ: જાહેરમાં ચપ્પુ કાઢીને બબાલ કરનાર 4 શખ્સોને લક્ષ્મીપુરા પોલીસે કર્યા જેલ ભેગા

Vadodara22 hours ago

સ્માર્ટ સિટી વડોદરાના ‘સ્માર્ટ’ તંત્રની પોલ ખુલી: ચોમાસાની શરૂઆતમાં જ 10 પૈકી 4 વોટર લેવલ સેન્સર બંધ

Karjan-Shinor23 hours ago

હાંડોદ ગામમાં પાણી માટે પોકાર: ગ્રામજનોની રજૂઆત પર સરપંચના પતિનો બેફામ જવાબ, “જે થાય તે કરી લો!”

Vadodara24 hours ago

કાયદો-વ્યવસ્થા સામે સવાલો: દિન-દહાડે છરીબાજીની ઘટનાથી વડોદરાના વાડી વિસ્તારમાં તંગદિલી

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech9 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact9 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech8 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara20 hours ago

જાંબુવા બાયપાસ પર આતંક: નજીવી બાબતે હોટલ માલિકના પુત્રનો નશામાં હોબાળો, હથિયારો સાથે દુકાનોમાં તોડફોડ

Vadodara21 hours ago

ગોત્રીમાં મારામારીનો ખેલ: જાહેરમાં ચપ્પુ કાઢીને બબાલ કરનાર 4 શખ્સોને લક્ષ્મીપુરા પોલીસે કર્યા જેલ ભેગા

Vadodara4 days ago

સુપ્રીમ કોર્ટના આદેશનો વડોદરામાં ક્યારે થશે અમલ? ફૂટપાથ બન્યું છે પાર્કિંગ અને લારીઓનો અડ્ડો

Vadodara4 days ago

મોડી રાત્રે વાઘોડિયા ચોકડી પર પીછો કરીને ગોળી મારી: ખભામાં ગોળી વાગતા યુવક ગંભીર, હુમલાખોરો ફરાર

Vadodara1 week ago

NH-48 હાઈવે પર લોહિયાળ વહેલી સવાર: દૂધ ભરેલો ટેમ્પો અજાણ્યા વાહન સાથે અથડાતા ડ્રાઈવરનું કરુણ મોત

Vadodara2 weeks ago

તલવાર અને તીક્ષ્ણ હથિયારોથી સોસાયટીમાં આતંક: 1.15 લાખની તોડફોડ બાદ બંને જૂથોના સભ્યો જેલના સળિયા પાછળ

Vadodara2 weeks ago

માતાની નજર સામે જ માસૂમ દીકરાનો અંત: સુરત પરત ફરતી વેળાએ કાળનો કોળિયો બન્યું 9 વર્ષનું બાળક

Vadodara2 weeks ago

ભરચક રાવપુરામાં ફિલ્મી દ્રશ્યો: નજીવી બાબતે યુવક અને મહિલાઓ વચ્ચે જાહેરમાં મારામારીનો વીડિયો વાયરલ

Trending