Vadodara
ઓપરેશન પરાક્રમ: વડોદરા LCBએ T-20 વર્લ્ડ કપ પર સટ્ટો રમાડતા મહેસાણા-ગોધરાના શખ્સોને દબોચ્યા.
Published
9 months agoon
ICC Men’s T-20 વર્લ્ડ કપ 2026નો રોમાંચ ચરમસીમાએ છે, ત્યારે આ રોમાંચની આડમાં ચાલતા સટ્ટાબજાર પર વડોદરા ગ્રામ્ય પોલીસે લાલ આંખ કરી છે. ‘ઓપરેશન પરાક્રમ’ અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) શંકરપુરા ગામમાં રેડ કરી, ઓનલાઇન આઈડી દ્વારા સટ્ટો રમાડતા ત્રણ આંતરરાજ્ય સટોડિયાઓને લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.

સ્થળ: અનંતા શુભલક્ષ્મી સોસાયટી, શંકરપુરા, વડોદરા ગ્રામ્ય.
મેચ: સાઉથ આફ્રિકા vs કેનેડા (T-20 વર્લ્ડ કપ).
વડોદરા રેન્જ IG સંદીપ સિંહ અને SP સુશીલ અગ્રવાલની સૂચનાથી અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે શરૂ કરાયેલા ‘ઓપરેશન પરાક્રમ’ને મોટી સફળતા મળી છે. LCB પીઆઈ કે.આર. સિસોદિયાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે હેડ કોન્સ્ટેબલ નરેશકુમારને ચોક્કસ બાતમી મળી હતી કે શંકરપુરામાં એક મકાનમાં હાઇટેક ઉપકરણો દ્વારા ક્રિકેટ સટ્ટો ચાલી રહ્યો છે.
👉દરોડા દરમિયાનની વિગતો:
પોલીસે જ્યારે દીપક પટેલના ઘરે દરોડો પાડ્યો ત્યારે લાઈવ ટીવી અને લેપટોપ પર સાઉથ આફ્રિકા અને કેનેડાની મેચ ચાલી રહી હતી. સ્થળ પરથી ત્રણ શખ્સો મોબાઈલ એપ અને આઈડી દ્વારા હાર-જીતનો જુગાર રમતા અને રમાડતા રંગેહાથ ઝડપાયા હતા.
🧐ઝડપાયેલા આરોપીઓ:
- દીપક ભયલાલ પટેલ (રહે. શંકરપુરા, વડોદરા) – મુખ્ય સૂત્રધાર.
- સુરેન્દ્રકુમાર ચીમનલાલ પટેલ (રહે. વિસનગર, મહેસાણા).
- અલ્પેશ કાંતિલાલ કપાસી (રહે. ગોધરા, પંચમહાલ).
📍મુદ્દામાલની વિગત:
પોલીસે આ રેડમાં કુલ રૂપિયા 2,86,370નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં સમાવેશ થાય છે:
- રોકડા રૂપિયા 40,170/-
- 03 નંગ હાઇટેક લેપટોપ
- 11 નંગ સ્માર્ટફોન
- મોટું સ્માર્ટ ટીવી, વાઇફાઇ રાઉટર અને સેટઅપ બોક્સ.
🚨મુખ્ય આરોપી વોન્ટેડ
પોલીસ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આ આખું નેટવર્ક વડોદરાના પાણીગેટ વિસ્તારના જતિન મકવાણા દ્વારા ચલાવવામાં આવતું હતું. જતિને જ સટ્ટો રમાડવા માટે લેપટોપ અને મોબાઈલ આપ્યા હતા. હાલ પોલીસે જતિન મકવાણાને વોન્ટેડ જાહેર કર્યો છે અને વરણામા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા ગ્રામ્ય પોલીસની આ કાર્યવાહીથી સટ્ટાબજારમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ નેટવર્કના તાર અન્ય કયા મોટા બુકીઓ સાથે જોડાયેલા છે.
You may like
-
ઉનાળા પહેલાં જ વડોદરા તરસ્યું રહેશે?! આજવા સરોવરની સપાટી 207.60 ફૂટ પર પહોંચી, ફેબ્રુઆરી સુધીમાં વધુ 6 ફૂટ ઘટવાની ભીતિ
-
ખાણખનીજમાં ભાગબટાઈ અને ભાગીદારીના પત્તા ખુલશે?, બે કર્મચારીઓની ખનીજ ચોરો સાથેની ભાગીદારીના પુરાવા એકત્રિત થયા!
-
વડોદરાના મંજુસરમાં ખાખીના ખોફ વગર દારૂ-જુગારની મહેફિલ: આસોજ ગામની ભાગોળે ખુલ્લેઆમ ચાલતા અડ્ડાનો વીડિયો વાયરલ
-
જૂના એર વાલ્વ બદલવા અને ભાયલી બ્રિજ પાસે પાણીની લાઈન ખસેડવા ઉંચા ભાવ મંજૂર કરવા કવાયત; ઇજારદારોએ 13 થી 17 ટકા વધુ ભાવ ભર્યા
-
વડોદરા રેલવે સ્ટેશન પર કરુણ દ્રશ્યો: અમદાવાદ લઈ જવાના બહાને પતિ ૩ મહિનાની બાળકી અને પત્નીને છોડી ફરાર
-
શું સન્માન માત્ર સરકારી કાર્યક્રમો પૂરતું મર્યાદિત?‘હર ઘર તિરંગા’ અભિયાન માત્ર દેખાડા પૂરતું?રાષ્ટ્રધ્વજના વિતરણ બાદ જાળવણી મુદ્દે પાલિકાની ઘોર બેદરકારી ઉઘાડી પડી
ઉનાળા પહેલાં જ વડોદરા તરસ્યું રહેશે?! આજવા સરોવરની સપાટી 207.60 ફૂટ પર પહોંચી, ફેબ્રુઆરી સુધીમાં વધુ 6 ફૂટ ઘટવાની ભીતિ
ખાણખનીજમાં ભાગબટાઈ અને ભાગીદારીના પત્તા ખુલશે?, બે કર્મચારીઓની ખનીજ ચોરો સાથેની ભાગીદારીના પુરાવા એકત્રિત થયા!
વડોદરાના મંજુસરમાં ખાખીના ખોફ વગર દારૂ-જુગારની મહેફિલ: આસોજ ગામની ભાગોળે ખુલ્લેઆમ ચાલતા અડ્ડાનો વીડિયો વાયરલ
“સામાન્ય નાગરિક માટે આટલી ઝડપી કાર્યવાહી ક્યારે?”: VVIP કાફલા માટે અધિકારી સસ્પેન્ડ થતાં ડભોઇમાં તીવ્ર ચર્ચા
જૂના એર વાલ્વ બદલવા અને ભાયલી બ્રિજ પાસે પાણીની લાઈન ખસેડવા ઉંચા ભાવ મંજૂર કરવા કવાયત; ઇજારદારોએ 13 થી 17 ટકા વધુ ભાવ ભર્યા
વડોદરા રેલવે સ્ટેશન પર કરુણ દ્રશ્યો: અમદાવાદ લઈ જવાના બહાને પતિ ૩ મહિનાની બાળકી અને પત્નીને છોડી ફરાર
શું સન્માન માત્ર સરકારી કાર્યક્રમો પૂરતું મર્યાદિત?‘હર ઘર તિરંગા’ અભિયાન માત્ર દેખાડા પૂરતું?રાષ્ટ્રધ્વજના વિતરણ બાદ જાળવણી મુદ્દે પાલિકાની ઘોર બેદરકારી ઉઘાડી પડી
વડોદરામાં પીએમ આવાસ યોજનામાં મોટું કૌભાંડ: ભાજપ નેતાના પુત્ર અને તેની ટોળકીએ દુકાન અપાવવાના નામે આચરી રૂ. 9.05 લાખની ઠગાઈ
સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ
મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા
California Legislature Celebrates BAPS’ Golden Year in America
ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.
માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો
ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી
AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ
હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા
એક મહિનાનો બાકી પગાર મેળવવા પહોચેલા કર્મચારીને કંપની માંથી ધક્કા મારીને કાઢી મુકતા માંજલપુર પોલીસ મથકમાં થઇ અરજી
અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ
આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ
રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત
TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ
હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?
વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત
