Vadodara

ઓપરેશન પરાક્રમ: વડોદરા LCBએ T-20 વર્લ્ડ કપ પર સટ્ટો રમાડતા મહેસાણા-ગોધરાના શખ્સોને દબોચ્યા.

Published

on

ICC Men’s T-20 વર્લ્ડ કપ 2026નો રોમાંચ ચરમસીમાએ છે, ત્યારે આ રોમાંચની આડમાં ચાલતા સટ્ટાબજાર પર વડોદરા ગ્રામ્ય પોલીસે લાલ આંખ કરી છે. ‘ઓપરેશન પરાક્રમ’ અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) શંકરપુરા ગામમાં રેડ કરી, ઓનલાઇન આઈડી દ્વારા સટ્ટો રમાડતા ત્રણ આંતરરાજ્ય સટોડિયાઓને લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.

સ્થળ: અનંતા શુભલક્ષ્મી સોસાયટી, શંકરપુરા, વડોદરા ગ્રામ્ય.

મેચ: સાઉથ આફ્રિકા vs કેનેડા (T-20 વર્લ્ડ કપ).

વડોદરા રેન્જ IG સંદીપ સિંહ અને SP સુશીલ અગ્રવાલની સૂચનાથી અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે શરૂ કરાયેલા ઓપરેશન પરાક્રમ’ને મોટી સફળતા મળી છે. LCB પીઆઈ કે.આર. સિસોદિયાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે હેડ કોન્સ્ટેબલ નરેશકુમારને ચોક્કસ બાતમી મળી હતી કે શંકરપુરામાં એક મકાનમાં હાઇટેક ઉપકરણો દ્વારા ક્રિકેટ સટ્ટો ચાલી રહ્યો છે.

👉દરોડા દરમિયાનની વિગતો:

પોલીસે જ્યારે દીપક પટેલના ઘરે દરોડો પાડ્યો ત્યારે લાઈવ ટીવી અને લેપટોપ પર સાઉથ આફ્રિકા અને કેનેડાની મેચ ચાલી રહી હતી. સ્થળ પરથી ત્રણ શખ્સો મોબાઈલ એપ અને આઈડી દ્વારા હાર-જીતનો જુગાર રમતા અને રમાડતા રંગેહાથ ઝડપાયા હતા.

🧐ઝડપાયેલા આરોપીઓ:

  1. દીપક ભયલાલ પટેલ (રહે. શંકરપુરા, વડોદરા) – મુખ્ય સૂત્રધાર.
  2. સુરેન્દ્રકુમાર ચીમનલાલ પટેલ (રહે. વિસનગર, મહેસાણા).
  3. અલ્પેશ કાંતિલાલ કપાસી (રહે. ગોધરા, પંચમહાલ).

📍મુદ્દામાલની વિગત:

પોલીસે આ રેડમાં કુલ રૂપિયા 2,86,370નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં સમાવેશ થાય છે:

  • ​રોકડા રૂપિયા 40,170/-
  • ​03 નંગ હાઇટેક લેપટોપ
  • ​11 નંગ સ્માર્ટફોન
  • ​મોટું સ્માર્ટ ટીવી, વાઇફાઇ રાઉટર અને સેટઅપ બોક્સ.

🚨મુખ્ય આરોપી વોન્ટેડ

પોલીસ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આ આખું નેટવર્ક વડોદરાના પાણીગેટ વિસ્તારના જતિન મકવાણા દ્વારા ચલાવવામાં આવતું હતું. જતિને જ સટ્ટો રમાડવા માટે લેપટોપ અને મોબાઈલ આપ્યા હતા. હાલ પોલીસે જતિન મકવાણાને વોન્ટેડ જાહેર કર્યો છે અને વરણામા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

​વડોદરા ગ્રામ્ય પોલીસની આ કાર્યવાહીથી સટ્ટાબજારમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ નેટવર્કના તાર અન્ય કયા મોટા બુકીઓ સાથે જોડાયેલા છે.

Trending

Exit mobile version