Connect with us

Vadodara

ટ્રોલીબેગ અને કાળી બેગમાં છુપાવીને લવાતો હતો માદક પદાર્થ: બાતમીના આધારે પોલીસે ઘર પાસે વોચ ગોઠવી દબોચી લીધો.

Published

on

  • ₹6.03 લાખનો મુદ્દામાલ જપ્ત: જવાહરનગર પોલીસે કરોડીયા ગામ પાસેથી 11.859 કિલો ગાંજા (કિંમત ₹5.92 લાખ) સહિત કુલ ₹6,03,170/- નો મુદ્દામાલ કબજે કર્યો.
  • છાયાપુરી સ્ટેશનથી લાવ્યો હતો જથ્થો: ટ્રોલીબેગ અને કાળી બેગમાં ગાંજો ભરીને આવતા રાજેશ ઉર્ફે કલુ જયસ્વાલને ઘર પાસે વોચ ગોઠવી ઝડપી લેવાયો.
  • યુપીનું ડ્રગ્સ કનેક્શન ખુલ્યું: ગાંજાનો જથ્થો સપ્લાય કરનાર ભદોહી (ઉત્તરપ્રદેશ) ના વોન્ટેડ આરોપી રાજુ સાહુની શોધખોળ શરૂ કરાઈ.
  • આરોપીનો ગુનાહિત ઈતિહાસ: પકડાયેલા આરોપી સામે અગાઉ હરણી, સાવલી, ભાદરવા અને વાસદ પોલીસ મથકમાં NDPS અને આર્મ્સ એક્ટ સહિત 4 ગુના નોંધાયેલા છે.

વડોદરા શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી અને વેચાણ અટકાવવા પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કોમાર તથા ઉચ્ચ અધિકારીઓની સૂચના હેઠળ કાર્યરત જવાહરનગર પોલીસ સ્ટેશનની ટીમે NDPS એક્ટ હેઠળ એક મોટો અને ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે. જવાહરનગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PI આઈ.ડી. દેસાઈના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો કાર્યરત હતી, તે દરમિયાન અ.હે.કો. પ્રતિપાલસિંહ અને અ.પો.કો. હર્ષપાલસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે મૂળ ઉત્તરપ્રદેશનો અને હાલ કરોડીયા ગામની પાયલ સોસાયટીમાં રહેતો રાજેશભાઈ ઉર્ફે કલુભાઈ રામદાસ જયસ્વાલ છાયાપુરી રેલવે સ્ટેશનથી ટ્રોલીબેગ અને કાળા કલરની બેગમાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો લઈને નીકળવાનો છે.

આ સચોટ બાતમીના આધારે પોલીસ ટીમે કરોડીયા ગામ ખાતે આરોપીના ઘરની આજુબાજુ વોચ ગોઠવી હતી અને વર્ણન મુજબના આરોપી રાજેશ ઉર્ફે કલુ જયસ્વાલ (ઉ.વ. ૩૯) ને ઝડપી પાડ્યો હતો. તેની પાસે રહેલી બેગોની તલાશી લેતા તેમાંથી 11 કિલો 859 ગ્રામ વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો (કિંમત ₹5,92,950/-), 12 પ્લાસ્ટિકની થેલીઓ, એક મોબાઈલ ફોન (કિંમત ₹10,000/-) અને રોકડા ₹220/- મળી કુલ ₹6,03,170/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

​પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ગાંજાનો જથ્થો ઉત્તરપ્રદેશના ભદોહી જિલ્લાના ગોપીગંજ બજાર ખાતે રહેતા રાજુ સાહુ નામના શખ્સે મોકલ્યો હતો, જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. વધુમાં, ઝડપાયેલો આરોપી રાજેશ ઉર્ફે કલુ અત્યંત રીઢો ગુનેગાર હોવાનું પણ ખુલ્યું છે; તેના વિરુદ્ધ અગાઉ હરણી અને સાવલી પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ, ભાદરવા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ તેમજ વાસદ પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ કુલ ૪ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.

Continue Reading
Vadodara35 minutes ago

ટ્રોલીબેગ અને કાળી બેગમાં છુપાવીને લવાતો હતો માદક પદાર્થ: બાતમીના આધારે પોલીસે ઘર પાસે વોચ ગોઠવી દબોચી લીધો.

Gujarat19 hours ago

બેંગકોક-મુંબઈ-વડોદરા રૂટ પર ડ્રગ્સની હેરાફેરી: વડોદરાના જયંતી પ્રજાપતિને ડિલિવરી આપી પરત ફરતી વખતે તસ્કરો સકંજામાં

Vadodara1 day ago

વડોદરા: ઝેપ્ટો ઓર્ડરનું ₹264 રિફંડ મેળવવા જતાં મહિલાનો મોબાઈલ હેક થયો, ખાતામાંથી ₹55,000 કપાતા વારસિયા પોલીસમાં ફરિયાદ

Vadodara2 days ago

માત્ર અઢી કલાકમાં ₹17 લાખની ચોરી અને 5 સ્થળોએ તસ્કરોનો સપાટો! શહેરમાં તસ્કરોનો આતંક; કારેલીબાગ, ગોત્રી, નિઝામપુરા અને બાપોદ સહિત 5 સ્થળોએ ત્રાટકી

Savli3 days ago

ભરબપોરે પણ પ્રકાશિત સ્ટ્રીટ લાઈટોથી ગ્રામજનોમાં રોષ: એક તરફ ખેડૂતો વીજળી માટે વલખાં મારે છે, બીજી તરફ વીજળીનો વેડફાટ

Madhya Gujarat6 days ago

સત્તાના નશામાં ચૂર નેતાના નબીરાના શરણે થઈ ગઈ ખાખી! FIRમાં ‘ફુલ સ્પીડ’ નો ઉલ્લેખ છતાં DySPને અકસ્માત લાગ્યો ‘ગેરસમજ’, 30 કલાક બાદ બ્લડ ટેસ્ટ કર્યો!

Vadodara6 days ago

ગૌમાતાના નામે મત મેળવનારા સત્તાધીશોના રાજમાં ગૌવંશની ઘોર અવહેલના: મૃત ગાયોના અવશેષો ખુલ્લા મેદાનમાં નાખતા હિન્દુ સમાજની લાગણી દુભાતી નથી કે શું?

Vadodara1 week ago

વોર્ડ નં. 1 ની કચેરી સામે જ આવેલા આંબેડકર નગર નળ ખોલતા જ આવે છે ગટર જેવું કાળું પાણી! વારંવારની ફરિયાદો છતાં કાયમી ઉકેલ કેમ નહીં?

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech1 year ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech1 year ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Vadodara3 weeks ago

એક મહિનાનો બાકી પગાર મેળવવા પહોચેલા કર્મચારીને કંપની માંથી ધક્કા મારીને કાઢી મુકતા માંજલપુર પોલીસ મથકમાં થઇ અરજી

Gujarat2 months ago

અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

Gujarat2 months ago

આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

Vadodara2 months ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur3 months ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara3 months ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara3 months ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara4 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Trending