Connect with us

Vadodara

પાલિકાએ કર્યુ બુદ્ધિનું પ્રદર્શન: નરસિંહજીની પોળમાં પેવરબ્લોકની ઉપર જ ડામર કાર્પેટિંગ કરી દેવાયું

Published

on

વડોદરા કોર્પોરેશન દ્વારા નરસિંહજીની પોળમાં પેવર બ્લોક કાઢ્યા વગર ડામરનો રોડ બનાવી દીધો, સ્થાનિકોએ વિરોધ કર્યો હતો.


શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે ઠેર ઠેર ખાડા અને ભૂવા પડી ગયા હતા. તેને લઈને લોકો માં ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારે પાલિકા દ્વારા રોડ રસ્તા પર કાર્પેટીગ  કરી ખાડા પૂરવાનું કામ પુર જોશમાં ચાલી રહ્યું છે. ત્યારે વડોદરા શહેરની  નરસિંહજીની પોળમાં પેચવર્કનું કામ પાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું. પરંતુ નવાઈની વાત એ છે પાલિકા દ્વારા જ્યાં પેવર બ્લોક કાઢ્યા વગર ડામરનો રોડ બનાવી દેવામાં આવતા પાલિકાની કામગીરી ચર્ચાનો વિષય બની છે. આ કામગીરી સમયે સ્થાનિક લોકોએ વિરોધ પણ કર્યો હતો. છતાં, કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.

સ્થાનિક હેમાંગ ઠક્કરે જણાવ્યું હતું કે, નરસિંહજીની પોળમાં ઐતિહાસિક ભગવાન નરસિંહજીનુ મંદિર આવેલું છે. આથી આ પોળમાં પેવર બ્લોક નાંખવામાં આવ્યા હતા. ભારે વરસાદના કારણે પેવર બ્લોક ઉખડી ગયા હતા. આથી આ પેવર બ્લોક રીપેર કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. પાલિકા દ્વારા પેવર બ્લોકની કામગીરી પણ કરવામાં આવી હતી. પરંતુ, બીજાજ દિવસે પેવર બ્લોક ઉપર ડામર પાથરી રોડ બનાવી દેવામાં આવ્યો છે. આ કામગીરી સમયે વિરોધ પણ કરવામાં આવ્યો હતો. સ્થાનિક કાઉન્સિલરને પણ રજૂઆત કરવામાં આવી હતી. આમ છતાં રોડ બનાવી દેવામાં આવ્યો છે. પાલિકાએ બુધ્ધિનું પ્રદર્શન કર્યું છે.

સ્થાનિક જિગ્નેશ પટેલે જણાવ્યું હતું કે, પાલિકાએ પેવર બ્લોક કાઢ્યા વગર ડામરનો રોડ બનાવી બુધ્ધિનું પ્રદર્શન કર્યું છે. સાથે આપણા ટેક્સના નાણાં નો બગાડ કરવામાં આવી રહ્યો છે. ડામરનો ભલે રોડ બનાવવામાં આવ્યો. પરંતુ, પેવર બ્લોક કાઢીને રોડ બનાવવો હતો. પરંતુ પાલિકા દ્વારા પેવર બ્લોક કાઢ્યા વગર ડામરનો રોડ બનાવી દેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે પેવર બ્લોક કાઢ્યા વગર ડામરનો રોડ બનાવી દેવામાં આવ્યો છે. તે રોડ નીચેથી પાણી, ડ્રેનેજની લાઇનો જાય છે.  પાણીની લાઈનમાં જ્યારે પણ કોઈ કામ કરવું હશે ત્યારે પાલિકાએ ડામર ઉખેડવાનો ત્યારબાદ પેવર બ્લોક ઉખેડવાના થશે. ત્યારબાદ આ પાણીની લાઈનનું કામ શરૂ કરી શકાશે .

Continue Reading
Padra9 minutes ago

પાદરામાં બુટલેગરો બેફામ: “તું SMCનો બાતમીદાર છે” કહી રિક્ષા ચાલકનું અપહરણ; ઢોર માર મારી સોનાની ચેઈન અને રોકડની લૂંટ

Vadodara44 minutes ago

સુરેન્દ્રનગરના ફાઇનાન્સ કંપનીને ₹13 લાખનો ચૂનો લગાવનાર આરોપી વડોદરા ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં

Vadodara1 hour ago

વડોદરાઃ ગોત્રી હોસ્પિટલ પાસે ટ્રાફિકનો રોગચાળો! રિક્ષા ચાલકોની ખેંચાતાણીમાં દર્દીઓ હેરાન-પરેશાન

Vadodara1 hour ago

“યુદ્ધ વિદેશમાં, આફત વડોદરામાં! કોમર્શિયલ ગેસના કાપથી રેસ્ટોરન્ટોને તાળા મારવાની નોબત.”

Vadodara4 hours ago

વડોદરાઃ એસીની પાઈપો ચોરતો ‘ગોરો’ ઝડપાયો; ફતેહગંજ પોલીસે ૩ કિલો કોપર સાથે તસ્કરને દબોચ્યો

Dabhoi5 hours ago

ડભોઈમાં ANTF અને CID ક્રાઈમનો સપાટો; લાખોની કિંમતના ‘હાઈબ્રીડ ગાંજા’ સાથે 3 સોદાગરો ઝડપાયા, ₹10.33 લાખનો મુદ્દામાલ જપ્ત

Vadodara21 hours ago

વડોદરા પોલીસ એક્શન મોડમાં: પદમલામાં હિંસા કરનારા વધુ 5 આરોપીઓ ઝડપાયા, કુલ 29 પોલીસ સકંજામાં

Madhya Gujarat21 hours ago

વેક્યૂમ પેકેટમાં છુપાવેલો નશો! અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમની મોટી કાર્યવાહી, ₹2 કરોડનો માલ જપ્ત

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Tech6 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact6 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech5 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Padra9 minutes ago

પાદરામાં બુટલેગરો બેફામ: “તું SMCનો બાતમીદાર છે” કહી રિક્ષા ચાલકનું અપહરણ; ઢોર માર મારી સોનાની ચેઈન અને રોકડની લૂંટ

Vadodara1 day ago

વન ડે વન રોડ: ડેરી ડેન સર્કલ વિસ્તાર ટ્રાફિક મુક્ત કરાયો, પણ શું આ સ્થિતિ જળવાઈ રહેશે?

Vadodara5 days ago

સ્માર્ટ સિટી વડોદરા: ગેસ બોટલની અછત વચ્ચે પાઈપલાઈન ગેસ લેવા પડાપડી; ફોર્મ ના પૈસા માં વધારો

Vadodara1 week ago

વડોદરા: વડસરની માતૃકા રેસીડન્સીમાં હાઈવોલ્ટેજ ડ્રામા; બિલ્ડિંગ પર ચઢેલા યુવાનનું ફાયર અને પોલીસે દિલધડક રેસ્ક્યુ કર્યું

Vadodara1 week ago

બ્યુટિફિકેશન કે ભ્રષ્ટાચાર? દંતેશ્વર તળાવની દુર્ગંધે રહીશોનું જીવવું હરામ કર્યું;ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસ મેદાનમાં

Dabhoi1 week ago

ડભોઇ રેલવે સ્ટેશન: ‘સ્વચ્છ ભારત’ ના દાવા પોકળ? 3 દિવસથી શૌચાલયોને તાળા, દિવ્યાંગો અને મહિલાઓ ભારે પરેશાન

Vadodara1 week ago

વડોદરા: રાણોલી GIDC માં ભીષણ આગનું તાંડવ; પ્લોટ નંબર 219 માં અફરાતફરી, પોલીસ અને ફાયર ફાઇટરોએ મેળવ્યો કાબૂ

Dabhoi1 week ago

વડોદરા: બરોડા ડેરીના ટેન્કરમાંથી રસ્તા પર વહી દૂધની નદીઓ; ડ્રાઈવરની ઘોર બેદરકારી,100 લિટર દૂધનો બગાડ

Trending