Connect with us

Vadodara

વડોદરા ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી: નેશનલ હાઈવે પરથી નવજાત બાળકની તસ્કરી કરતા દંપતી ઝડપાયું

Published

on

  • બાળ તસ્કરી પકડાઈ: વડોદરા ક્રાઇમ બ્રાન્ચે નેશનલ હાઈવે પરથી 8 દિવસના નવજાત શિશુને વેચવા જતાં દંપતીને ઝડપી પાડ્યું.
  • રૂા. 3 લાખમાં સોદો: આર્થિક રીતે નબળા પરિવારના બાળકને એજન્ટો મારફતે મુંબઈમાં રૂા. 3 લાખમાં વેચવાનું કાવતરું રચાયું હતું.
  • અગાઉ પણ બાળ વેચ્યાની કબૂલાત: મુખ્ય આરોપી સુનીલે અગાઉ પણ અન્ય બાળકોને એજન્ટો દ્વારા મુંબઈ વેચ્યા હોવાની ચોંકાવનારી કબૂલાત કરી.
  • રાજ્યવ્યાપી નેટવર્ક: ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સાથે જોડાયેલા આ રેકેટના અન્ય આરોપીઓની શોધખોળ માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમો કામે લાગી છે.

વડોદરા: વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે માનવ તસ્કરીના એક અત્યંત સંવેદનશીલ અને ચોંકાવનારા રેકેટનો પર્દાફાશ કર્યો છે. વડોદરાના નેશનલ હાઈવે નંબર-48 પર આવેલી લેજન્ડ હોટેલ પાસેથી પસાર થતી બસમાંથી માત્ર આઠ દિવસના નવજાત શિશુને વેચાણ અર્થે મુંબઈ લઈ જઈ રહેલા દંપતીને ક્રાઇમ બ્રાન્ચે રંગે હાથ ઝડપી પાડ્યું છે. આ મામલે ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને સંડોવાયેલા અન્ય આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

❓શું હતી સમગ્ર ઘટના અને મોડસ ઓપરેન્ડી?

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે નેશનલ હાઈવે પરથી એક દંપતી શિશુ સાથે મુંબઈ તરફ જઈ રહ્યું છે. બાતમીના આધારે વોચ ગોઠવીને પોલીસે મનોજભાઈ કેશાભાઈ રાવળ અને તેમની પત્ની વીણાબેન (રહે. સતલાસણ, મહેસાણા) ને ઝડપી લીધા હતા. તેમની સાથે એક 8 વર્ષનો પુત્ર અને 8 દિવસનું નવજાત બાળક પણ મળી આવ્યું હતું.

પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું કે વીણાબેનનો ભાઈ સુનીલ રાવળ ગત 27 જુલાઈએ આ નવજાત બાળકને પોતાની સાથે લાવ્યો હતો. આ બાળક તેના મિત્ર નગીનભાઈ મારફતે મેળવવામાં આવ્યું હતું. મુંબઈમાં આ બાળકને રૂા. 3 લાખમાં વેચવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જેમાં બાળકના માતા-પિતાને, એજન્ટોને અને દંપતીને કમિશન પેટે રકમ મળવાની હતી. સિદ્ધપુરથી મુંબઈ જતી બસમાં આ દંપતી બાળકને લઈને જઈ રહ્યું હતું અને મુંબઈથી ‘ડોક્ટર’ નામના ઇસમનો ફોન આવવાનો હતો. પોલીસે બાળકની સુરક્ષા અને તબીબી સારવાર માટે તેને તાત્કાલિક એસ.એસ.જી. હોસ્પિટલ ખસેડ્યો હતો.

🧐સંપૂર્ણ નેટવર્કનો થયો ખુલાસો:

આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ નવજાત બાળકનો જન્મ બનાસકાંઠાના દાંતા ખાતે થયો હતો. બાળકના માતા-પિતા સાબરકાંઠાના વતની છે અને આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી શ્રવણ નામના શખ્સ મારફતે આ બાળકના સોદાનું કાવતરું રચાયું હતું.

સુનીલ રાવળની પૂછપરછમાં એવો પણ ઘટસ્ફોટ થયો છે કે તેણે અગાઉ પણ બનાસકાંઠાની જુદી જુદી ત્રણ મહિલાઓ દ્વારા જન્માવાયેલા શિશુઓને એજન્ટો (નગીન ઉર્ફે નગો, રમેશ ઉર્ફે ભમરૂ, મનીષ) મારફતે છેલ્લા દોઢ મહિનામાં મુંબઈના ત્રણ ખરીદદારો (કવિતાબેન, શીતલબેન, પ્રવીણભાઈ) ને વેચેલા છે.

🚨પોલીસ કાર્યવાહી અને રિમાન્ડ:

ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં મનોજ રાવળ, વીણાબેન રાવળ અને સુનીલ રાવળની ધરપકડ કરીને કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા છે. તેમજ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતમાં અલગ-અલગ ટીમો મોકલીને આ બાળ તસ્કરીના નેટવર્કમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ જેમ કે નગીન ભગોરા, સોહિલ નદાબ અને શ્રવણ પરમાર સહિતના શખ્સોને ઝડપી પાડવાની સઘન કાર્યવાહી હાથ ધરી છે.

Continue Reading
Vadodara49 minutes ago

“દીવા તળે જ અંધારું”! વડોદરા પાલિકાની વડી કચેરી નીચે ફૂલ બજારમાં ૫ મહિનાથી ટોયલેટના ગંદા પાણીનું લીકેજ

Vadodara2 hours ago

પાણીપૂરી ખાવા બાબતે માઠું લાગી જવાથી લગ્નજીવનના દોઢ વર્ષમાં જ 20 વર્ષીય પરિણીતાનો આપ*ઘાત

Dabhoi1 day ago

ડભોઇની દેવ-ઢાઢર નદીમાં મગરનું તાંડવ: 3 દિવસથી ગુમ 55 વર્ષીય આધેડનો ક્ષતિગ્રસ્ત હાલતમાં મળી આવ્યો મૃતદેહ

Vadodara3 days ago

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર સર્જાયો કાળમુખો અકસ્માત: ભરૂચ પાસે ટેમ્પો અને કાર વચ્ચે ધડાકાભેર ટક્કર, 3 નાં મો*ત

Vadodara4 days ago

દબાણોએ લીધો માસૂમનો ભોગ? કંપનીઓના દબાણથી ચાલવાનો રસ્તો બંધ થતા યુવતી કાંસમાં ખાબક્યાની આશંકા

Vadodara5 days ago

વડોદરામાં નવરાત્રીના માહોલ વચ્ચે તસ્કરો બેફામ: કપુરાઈ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મકાનને બનાવ્યું નિશાન

Vadodara5 days ago

વડોદરા : આર્મીમાં ફરજ બજાવ્યા વિના જ બન્યા ‘Ex-Army’: નકલી સેવા નિવૃત્તિ પુસ્તિકા અને પેન્શન કાર્ડ સાથે 2 આરોપીની ઝડપાયા

Vadodara6 days ago

જીલ્લા ભાજપના નેતાના પુત્ર આણી મંડળીએ આવાસ અપાવવાના નામે ગરીબો પાસેથી 63.55 લાખ પડાવ્યા

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech1 year ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech12 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Gujarat3 weeks ago

અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

Gujarat3 weeks ago

આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

Vadodara1 month ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur2 months ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara2 months ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara2 months ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara3 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur3 months ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Trending